મુકેશ અંબાણીના બાળકોને પોકેટ મનીમાં મળતા હતા માત્ર 5 રૂપિયા, કારણ જાણીને તમે પણ કહેશો વાહ!

Uncategorized

એવું કહેવામાં આવે છે કે નસીબ બદલતા સમય નથી લાગતો. આ માત્ર એક કહેવત જ નથી, પરંતુ કેટલાક લોકોના જીવનમાં આવું બને પણ છે. આવી જ કંઈક સ્ટોરી છે મુકેશ અંબાણીના પરિવાર ની. એક સમયે જે પરિવાર સામાન્ય જીવન જીવતો હતો તે આજે દુનિયાના સૌથી અમીર પરિવારમાં શામેલ છે. આ વાત દરેક જાણે છે કે આજના સમયમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી માત્ર ભારતની જ નહિં પરંતુ એશિયાની સૌથી અમીર કપલ છે.

આ કપલ પાસે પુષ્કળ સંપત્તિ અને ખ્યાતિ છે, પરંતુ વિશ્વના સૌથી અમીર લોકોમાંથી એક મુકેશ અંબાણીએ આટલી બધી સંપત્તિ હોવા છતાં પણ બાળકોનો એક સામાન્ય વ્યક્તિની જેમ ઉછેર કર્યો છે. આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ મુકેશ અંબાણીની પુત્રી સાથે જોડાયેલી એક સ્ટોરી. જે આપણને એ જણાવશે કે કેવી રીતે દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓના લિસ્ટમાં શામેલ મુકેશ અંબાણીએ પોતાના બાળકનો સામાન્ય રીતે ઉછેર કર્યો છે.

જો કે મુકેશ અંબાણી જાણે છે કે ગરીબી શું છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ ઘણી વાર આ વાત કહી ચુક્યા છે. નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કોલેજ ટાઈમમાં તેની પુત્રી ઈશા અંબાણીને 18-20 છોકરીઓ સાથે વૉશરૂમ શેર કરવું પડતું હતું. જણાવી દઈએ કે ઈશા અંબાણીએ પોતાનું ગ્રેજ્યુએશન યેલ યુનિવર્સિટીમાંથી કર્યું છે. ત્યાં તે કોઈ સામાન્ય વિદ્યાર્થીની જેમ રહેતી હતી.

નીતા અંબાણીએ હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઇશા ત્યાં ડૉરમેટ્રીમાં રહેતી હતી. ત્યાં એક જ રૂમમાં ઘણી છોકરીઓ રહેતી હતી. ત્યાં ઇશા અંબાણી માત્ર રૂમ જ નહિં પરંતુ વૉશરૂમ પણ અન્ય છોકરીઓ સાથે કરતી હતી.

નીતા અંબાણીએ એમ પણ કહ્યું છે કે રજાઓમાં તે ક્યારેય પણ પોતાન બાલકો માટે પ્રાઈવેટ જેટ મોકલતી ન હતી. બાળકોને એર ઇન્ડિયાની ફ્લાઈટમાં જ મુસાફરી કરવી પડતી હતી. નીતા અંબાણી જણાવી ચુકી છે કે એક સમય એવો હતો જ્યારે બાળકોને એર ઇન્ડિયા એટલી પસંદ આવવા લાગી હતી કે તે તેને પણ તેમાં મુસાફરી કરવાની સલાહ આપતા હતા.

આટલું જ નહીં એક ઇન્ટરવ્યુમાં નીતા અંબાણીએ પોતાના બાળકોનો સ્કૂલનો એક કિસ્સો યાદ કરતાં કહ્યું કે, “જ્યારે મારા બાળકો સ્કૂલે જતા હતા, ત્યારે હું તેમને દર શુક્રવારે 5 રૂપિયા આપતી હતી, જેથી તેઓ સ્કૂલ કેંટીનમાં ખાવા માટે જતા હતા. એક સમયની વાત છે જ્યારે મારો પુત્ર અનંત દોડીને મારી પાસે આવ્યો અને કહ્યું કે મારે 10 રૂપિયા જોઈએ છે. જ્યારે મેં સવાલ પૂછ્યો કેમ? તો તેણે કહ્યું – શાળાના મિત્રો મારી મજાક ઉડાવે છે. કહે છે કે માત્ર 5 રૂપિયા લાવે છે, તમે અંબાણી છો કે ભિખારી.”

જણાવી દઈએ કે તે અંબાણી પરિવાર છે કે જેણે તેમના બાળકને કોલેજ મોકલવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કર્યો હતો. હવે તમે વિચારતા હશો કે અંબાણી પરિવાર આટલો સમૃદ્ધ છે, તો પછી તેઓ પોતાના બાળકોને પોકેટ મની માટે આટલા ઓછા પૈસા અને જાહેર પરિવહનથી કોલેજ શા માટે મોકલતા હતા. તો તેના માટે પણ એક વખત નીતા એ જણાવ્યું હતું કે તે એવું એટલા માટે કરતી હતી, જેથી તેના બાળકો પણ એક સામાન્ય જિંદગી જીવવી અને પૈસાનું મહત્વ સમજી શકે. ભલે તે રિચ ફેમિલી થી હોય પરંતુ પૈસાની કિંમત સમજવી જરૂરી છે.