અખા ત્રીજ પર જરૂર કરો આ 4 ચીજોનું દાન, ક્યારેય પણ નહિં આવે પૈસાની અછત અને મળશે પૈસા જ પૈસા

ધાર્મિક

આજે અખા ત્રીજનો તહેવાર છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા અને દાન કરવામાં આવે છે. અખા ત્રીજના દિવસે સારા કાર્ય કરવાથી અક્ષય ફળ મળે છે અને જીવનમાં સુખ શાંતિ રહે છે. ચીજોનું દાન કરવાથી ભાગ્યશાળી જીવન મળે છે અને દુ: ખનો અંત આવે છે. અખા ત્રીજના દિવસે પૂજા અને વ્રત રાખવાનું પણ ઘણું મહત્વ છે. આ કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે. તેથી તમે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો, વ્રત રાખો અને દાન જરૂર કરો.

આ વર્ષે અખા ત્રીજ પર ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે. પંડિતો અનુસાર આ વખતે અખા ત્રીજ પર ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. જ્યાં પહેલાથી જ શુક્ર ગ્રહ હાજર છે. આ બંને ગ્રહો સાથે હોવાથી લક્ષ્મી યોગ બની રહ્યો છે. આ યોગની મદદથી ધન સંપત્તિમાં વધારો થશે. આ ઉપરાંત આજે રોહિણી નક્ષત્ર રહેશે અને સુકર્મા યોગ પણ છે.

આ દિવસે જરૂર કરો આ કામ: ધન અને અક્ષય ફળ મેળવવા માટે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો અને પૂજા કર્યા પછી ગરીબ લોકોને ચીજોનું દાન કરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધન મળે છે અને માતાનો ઘરમાં વાસ થાય છે. જ્યારે દાન કરવાથી પુણ્ય મળે છે અને પાપોનો નાશ થાય છે. અખા ત્રીજાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. ત્યાર પછી માતાની પૂજા કરો અને માતાને કમળના ફૂલની માળા જરૂર ચળાવો. ત્યાર પછી માતા સાથે સંકળાયેલા મંત્રોના જાપ કરો. પૂજા પૂર્ણ થયા પછી આરતી ગાઓ અને માતાને સારા જીવન માટે પ્રાર્થના કરો. ત્યાર પછી, નીચે જણાવેલ ચીજોનું દાન કરો.

જલપાત્રનું દાન કરો: વૈશાખ મહિનામાં લોકોને પાણી પીવડાવવું ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે. આ મહિનામાં લોકોને પાણી પીવડાવવાથી પાપોનો નાશ થાય છે. અખા ત્રીજ વૈશાખ મહિનામાં આવે છે. આવી સ્થિતિમાં તમે આ દિવસે જલપાત્રનું દાન કરો. કોઈ ગરીબ વ્યક્તિને માટલું, ઘડો વગેરેનું દાન કરો, અથવા મંદિરની બહાર પાણીનું માટલું રાખો. દાન કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે જલપાત્ર ખાલી ન હોવું જોઈએ. તેમાં પાણી ભરેલું હોવું જોઇએ. ખાલી જલપાત્રનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી.

અન્ન દાન: અખા ત્રીજના દિવસે અન્ન દાન પણ જરૂર કરવું જોઈએ. શાસ્ત્રમાં અન્નદાનને સૌથી મોટું દાન માનવામાં આવે છે. ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવાથી પુણ્ય મળે છે અને પાપથી મુક્તિ મળે છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરવાથી નવગ્રહ પણ શાંત થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત ઘરમાં ક્યારેય પણ અન્નની અછત આવતી નથી. તેથી તમે અખા ત્રીજના દિવસે અન્ન દાન જરૂર કરો.

જવ અને તલનું દાન: અખા ત્રીજના દિવસે જવ, સત્તુ, તલ અને ચોખાનું દાન કરવાથી પણ શ્રેષ્ઠ ફળ મળે છે. જે લોકો આ દિવસે જવ, તલ વગેરેનું દાન કરે છે. તેમના પર ભગવાનના આશીર્વાદ રહે છે અને બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ખરેખર શાસ્ત્રમાં જવને કનક એટલે કે સોના સમાન માનવામાં આવે છે, તેથી તેનું દાન કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની અછત આવતી નથી.

સુહાગની ચીજો: અખા ત્રીજના દિવસે કપડાં અને સુહાગની ચીજોનું પણ દાન કરો. આ કરવાથી શુક્ર ગ્રહના આશીર્વાદ રહે છે અને વિવાહિત જીવનમાં સુખ આવે છે. સુહાગન મહિલાઓએ આ દિવસે માતાની પૂજા કરતી વખતે પણ તેમને સુહાગની ચીજો ચળાવવી જોઈએ.