કરણ જોહરના ઘરને શાહરૂખની પત્ની ગૌરી એ આપ્યો નવો લુક, કર્યું શ્રેષ્ઠ રિનોવેશન, જુવો સામે આવેલો કરણના ઘરનો વીડિયો

બોલિવુડ

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન માત્ર બોલિવૂડ અને ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના સૌથી અમીર અભિનેતાઓમાંથી એક તરીકે પોતાનું સ્થાન ધરાવે છે. શાહરૂખ આજના સમયમાં એક ફિલ્મ માટે લગભગ 100 કરોડ રૂપિયા ફી લે છે. શાહરૂખ વાર્ષિક કરોડો રૂપિયાની કમાણી કરે છે, સાથે જ આ બાબતમાં તેમની પત્ની ગૌરી ખાન પણ બિલકુલ પાછળ નથી.

શાહરૂખની પત્ની ગૌરી કોઈ ઓળખની મોહતાજ નથી. શાહરૂખની પત્ની ગૌરી ખાન પ્રખ્યાત ઈન્ટિરિયર ડિઝાઈનર છે. તે પોતાના આ કામથી એક મોટી અને ખાસ ઓળખ બનાવી ચુકી છે. સાથે જ ગૌરી ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે કરોડો રૂપિયાની કમાણી કરે છે. ગૌરી પોતાના દમ પર અબજો રૂપિયાની સંપત્તિની માલિક છે.

ગૌરી ખાને બોલિવૂડના મોટા-મોટા સ્ટાર્સના ઘર સજાવ્યા છે. સાથે જ તેણે પ્રખ્યાત નિર્દેશક કરણ જોહરના ઘરનું રિનોવેશન કર્યું છે. કરણના ઘરને નવો લુક આપ્યા પછી ગૌરીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં કરણના ઘરનો મેકઓવર જોવા મળી રહ્યો છે. કરણ જોહરનું ઘર ખૂબ જ લક્ઝરી અને સુંદર જોવા મળી રહ્યું છે.

પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ગૌરીએ તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બંને કરણના ઘરમાં જોવા મળી રહ્યા છે. વિડીયો શેર કરતા કરણે ઈન્સ્ટા પર કેપ્શનમાં લખ્યું છે કે, “આ મારા ફેવરિટ પ્રોજેક્ટમાંથી એક છે. તે મારા દિલની સૌથી નજીક એટલા માટે રહ્યું, કારણ કે તે પોતાની સાથે જે લઈને આવ્યું તે ખરેખર, ગ્લેમરની દુનિયામાં ઓઝી પ્રતિનિધિત્વ કરે છે, કરણ જોહર.”

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan)

ગૌરીએ વીડિયો શેર કરીને કરણના ઘરની ઝલક બતાવી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેના પર કરણે પણ કમેંટ કરી છે. કમેંટ કરતાં કરણે લખ્યું છે કે, “મારું ઘર તમારું છે!! તમારી પાસે વધુ સૌંદર્ય શક્તિ ન માંગી શકાય! તમે શ્રેષ્ઠ છો ગૌરી! તમને પ્રેમ”.

ગૌરીના આ કામની સોશિયલ મીડિયા યુઝર્સે પણ ખૂબ પ્રશંસા કરી છે. એક યુઝરે ગૌરીની પ્રસંશા કરતા લખ્યું છે કે, “ગૌરી, તમે કરણ માટે સૌથી પરફેક્ટ ઘર બનાવ્યું છે… તે ખૂબ જ સુંદર છે”. એક યુઝરે લખ્યું, “વાહ… અદ્ભુત કામ”. એક યુઝરે લખ્યું છે કે, “ખૂબ સરસ. ખૂબ સારું”.

આ સ્ટાર્સના ઘરને પણ સજાવી ચુકી છે ગૌરી: ગૌરી ખાન બોલિવૂડના ઘણા સ્ટાર્સના ઘરને સજાવી ચુકી છે. કરણ જોહરના ઘરનું રિનોવેશન કરતા પહેલા તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા, જેકલીન ફર્નાન્ડિસ, આલિયા ભટ્ટ, ટ્વિંકલ ખન્ના અને રિતિક રોશનના ઘરને પણ સજાવ્યું હતું.