કમાણીની બાબતમાં શાહરૂખને સખત ટક્કર આપે છે ગૌરી ખાન, જાણો કુલ કેટલી સંપત્તિની માલિક છે ગૌરી

બોલિવુડ

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન 51 વર્ષની થઈ ગઈ છે. હાલમાં બંને તેમના મોટા પુત્ર આર્યન ખાનને લઈને ખૂબ જ ચિંતિત અને પરેશાન છે. ખરેખર કપલના પુત્રનું નામ તાજેતરમાં ડ્રગ્સ બાબમાં સામે આવ્યું છે અને તેને હાલમાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. જોકે ચાલો આજે તમને ગૌરી ખાન વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.

ગૌરી ખાન બોલિવૂડની કોઈ અભિનેત્રીની જેમ લોકપ્રિયતા ધરાવે છે. તે શાહરૂખ ખાનની પત્ની તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. આજના દિવસે વર્ષ 1970 માં ગૌરીનો જન્મ દેશની રાજધાની નવી દિલ્હીમાં થયો હતો. ગૌરી ખાને પોતાની ઓળખ એક ફિલ્મ પ્રોડ્યૂસર અને ઈંટીરિયર ડિઝાઈનર તરીકે બનાવી છે.

જણાવી દઈએ કે ગૌરી ખાન અત્યાર સુધીમાં હિન્દી સિનેમા અને બિઝનેસની દુનિયાની ઘણી હસ્તીઓના ઘર અને ઓફિસ ડિઝાઈન કરી ચુકી છે. ગૌરી ખાન પોતાના આ કામથી કરોડો રૂપિયાની કમાણી કરે છે. દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કોલેજમાં અભ્યાસ કરનાર ગૌરીએ ઇતિહાસમાં ગ્રજ્યુએશન કર્યું છે.

14 વર્ષની ઉંમરમાં 19 વર્ષના શાહરૂખ પર આવ્યું દિલ: કહેવાય છે કે ગૌરી ખાનને પહેલી નજરમાં જોતા જ શાહરૂખ ખાન તેના પર પોતાનું દિલ હારી ગયો હતો. બંને પહેલી વખત એક પાર્ટી દરમિયાન મળ્યા હતા. તે સમયે શાહરૂખ ખાન 19 વર્ષનો હતો જ્યારે ગૌરીની ઉંમર માત્ર 14 વર્ષ હતી. જોકે બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કરી. પરંતુ પહેલી વખતમાં ગૌરીએ શાહરૂખ સાથે વાત કરવાની ના પાડી હતી.

6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પછી શાહરૂખ અને ગૌરીએ પોતાના પ્રેમને નવું નામ આપવાની ઘોષણા કરી હતી. બંનેનો ધર્મ અલગ-અલગ હોવાને કારણે કપલના લગ્નમાં સમસ્યાઓ આવી, જોકે છેવટે બંનેના પ્રેમની જીત થઈ અને કપલે 25 ઓક્ટોબર 1991 ના રોજ લગ્ન કર્યા. નોંધપાત્ર વાત એ છે કે આ સમય સુધીમાં શાહરૂખે હિન્દી સિનેમામાં પગ પણ મૂક્યો ન હતો.

શાહરૂખ અને ગૌરીની જોડી હિન્દી સિનેમામાં ખૂબ જ પ્રખ્યાત છે. બંનેની જોડીને ચાહકો ખૂબ પસંદ કરે છે અને કપલને ચાહકોનો ભરપૂર પ્રેમ મળે છે. લગ્ન પછી છેલ્લા 30 વર્ષથી બંને સાથે છે.

ત્રણ બાળકોની માતા છે ગૌરી: લગ્નના 6 વર્ષ પછી ગૌરી ખાન માતા બની હતી. ગૌરીએ પોતાના મોટા પુત્ર આર્યન ખાનને જન્મ આપ્યો હતો જે હવે 23 વર્ષનો થઈ ચુક્યો છે. ત્યાર પછી શાહરૂખ અને ગૌરી એક પુત્રીના માતા -પિતા બન્યા. 21 વર્ષની પુત્રીનું નામ સુહાના ખાન છે જે ઘણીવાર ચર્ચામાં રહે છે. સાથે જ તમને જણાવી દઈએ કે આ કપલને અન્ય એક નાનો પુત્ર છે જેનું નામ અબરામ ખાન છે. અબરામનો જન્મ વર્ષ 2013 માં થયો હતો અને તે 8 વર્ષનો છે.

1600 કરોડની સંપત્તિની માલિક છે ગૌરી: હવે વાત ગૌરી ખાનની કમાણી અને કુલ સંપત્તિની પણ કરી લઈએ. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ગૌરી પાસે બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ કરતા પણ વધુ સંપત્તિ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ તે એકલી લગભગ 1600 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. સાથે જ શાહરૂખ ખાન 5100 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. આ વાતમાં કોઈ શંકા નથી કે શાહરૂખે પત્ની ગૌરી ખાન કરતાં વધુ અને મોટી સંપત્તિ બનાવી છે, જોકે ગૌરીની કમાણી પણ ખૂબ વધારે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંને મળીને એક વર્ષમાં લગભગ 256 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

200 કરોડ રૂપિયાના ઘરમાં રહે છે ગૌરી: જણાવી દઈએ કે ગૌરી પોતાના પરિવાર સાથે મુંબઈમાં ‘મન્નત’ નામના ઘરમાં રહે છે, આ ઘર ખૂબ જ લક્ઝરી અને સુંદર છે. સાથે જ ખૂબ જ મોંઘુ પણ છે. શાહરૂખ અને ગૌરીના આ ઘરની કિંમત 200 કરોડ રૂપિયા જણાવવામાં આવે છે.