જાણો ગણપતિ બાપ્પાના પાંચ પ્રખ્યાત મંદિરો વિશે, જ્યાં માત્ર દર્શન કરવાથી દરેક ઈચ્છા થાય છે પૂર્ણ

ધાર્મિક

ગણેશજીનો 10 દિવસનો મહાપર્વ આજથી શરૂ થઈ રહ્યો છે. આટલું જ નહીં એ તો આપણે બધા જાણીએ છીએ કે ગણેશજીની પૂજા દરેક પૂજા પહેલાં ફરજિયાત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો ગણેશજીની પૂજા પહેલા ન કરવામાં આવે તો કોઈ પણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકતું નથી. વિઘ્ન વિનાનાશ ગણેશજીની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. તો ચાલો આવી સ્થિતિમાં આજે અમે તમને દેશમાં સ્થિત એ પાંચ ગણેશજીના મંદિરો વિશે જણાવીએ. જેનો પોતાનો એક ઈતિહાસ અને મહત્વ છે.

ઉજ્જૈનનું ચિંતામણ ગણેશ મંદિર: ઉજ્જૈનમાં શ્રી ગણેશનું એક પવિત્ર મંદિર ‘ચિંતામાન ગણેશ મંદિર’ ના રૂપમાં સ્થાપિત છે. આ સ્થળ ઉજ્જૈનથી આશરે 6 કિમી દૂર ફતેહાબાદ રેલવે લાઈન પાસે આવેલું છે. જણાવી દઈએ કે ચિંતામણ ગણેશ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં શ્રી ગણેશ ત્રણ સ્વરૂપોમાં એકસાથે બિરાજમાન છે. આ ત્રણ સ્વરૂપો ચિંતામણ ગણેશ, ઈચ્છામણ ગણેશ અને સિદ્ધિવિનાયક તરીકે ઓળખાય છે. કહેવાય છે કે આમાંથી ચિંતામણ ગણેશ ચિંતાઓને દૂર કરે છે, ઈચ્છામણ ઈચ્છાઓને પૂરી કરે છે અને સિદ્ધિવિનાયક રિદ્ધિ-સિદ્ધિ આપે છે. એવું પણ માનવામાં આવે છે કે ગણેશજીની એવી અદભૂત અને અલૌકિક મૂર્તિ કદાચ દેશમાં બીજે ક્યાંય નથી.

તે જ ચિંતામણ મંદિર સાથે જોડાયેલી એક રસપ્રદ કથા પણ સાંભળવા મળે છે. કહેવાય છે કે ત્રેતાયુગમાં ભગવાન રામે ગણપતિની આ મૂર્તિ સ્વયં સ્થાપના કરીને આ મંદિરનું નિર્માણ કરાવ્યુ હતું. પૌરાણિક કથા મુજબ વનવાસ સમયમાં એકવાર સીતાજીને તરસ લાગી. ત્યારે રામના આદેશ પર લક્ષ્મણજીએ આ જગ્યાએ પોતાનું બાણ માર્યું જેનાથી પૃથ્વીમાંથી પાણી બહાર આવ્યું અને અહીં એક વાવડી બની ગઈ. ત્યારે શ્રી રામે પોતાની દિવ્યદ્રષ્ટીથી ત્યાંના પવન ખામીયુક્ત હોવાની વાત જાણી અને તેને દૂર કરવા માટે ગણપતિને વિનંતી કરી તેમની પૂજા કરી ત્યાર પછી જ સીતાજી વાવડીનું પાણી પી શક્યા. ત્યાર પછી શ્રી રામે અહીં આ ચિંતામણ મંદિરનું નિર્માણ કરાવ્યું. એવું કહેવાય છે કે આજે પણ લક્ષ્મણ વાવડીના નામથી તે તળાવ અહીં હાજર છે.

જયપુરનું મોતી ડુંગરી ગણેશ મંદિર: જણાવી દઈએ કે રાજસ્થાનની રાજધાની જયપુરનું મોતી ડુંગરી ગણેશ મંદિર પણ ખૂબ પ્રખ્યાત છે. અહીંની મૂર્તિ 500 વર્ષથી વધારે જૂની છે. તેને જયપુરના રાજા માધોસિંહની રાનીના પૈતૃક ગામમાંથી લાવવામાં આવી હતી. આ મંદિર નવા વાહનોની પૂજા માટે ખૂબ પ્રખ્યાત છે.

ઈંદોરના ખજરાના ગણેશ મંદિર: મધ્યપ્રદેશના ઈંદોર શહેરનું ખજરાના ગણેશ મંદિર પણ ખૂબ પ્રખ્યાત છે. ઉજ્જૈનમાં ચિંતામણ ગણેશ મંદિરની હાલની ઈમારતની જેમ આ મંદિરનું નિર્માણ પણ હોલકર વંશના મહારાણી અહિલ્યા બાઈએ કરાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ વિસ્તારમાં રહેતા મંદિરના પૂજારીએ ગણેશ મૂર્તિને જમીનની નીચે દફનાવેલ સ્વપ્ન આવ્યું હતું. ત્યાર પછી અહીં ખોદકામમાં ભગવાનની મૂર્તિ મળી અને પછી રાણીએ અહીં મંદિર બનાવ્યું.

મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર: મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં બનેલું સિદ્ધિવિનાયક મંદિર સેલિબ્રિટીઝમાં ખૂબ જ પ્રખ્યાત છે. ફિલ્મ સ્ટાર્સ, દેશના મોટા મોટા બિઝનેસમેન આ દિવસોમાં તેમની મન્નત માંગવા અને તેના પૂર્ણ થવા પર ચઢાવો ચઢાવવા માટે આવતા રહે છે. આ મંદિર દેશના સૌથી ધનિક મંદિરોમાં પણ શામેલ છે.

જણાવી દઈએ કે આ મંદિરમાં સ્થાપિત ગણેશ મૂર્તિ લગભગ 200 વર્ષ જૂની છે. મંદિરના શિખર પર 3.5 કિલો સોનાનું કળશ લગાવેલું છે. આ સાથે જ મંદિરની અંદરની દિવાલો પર સોનાનો સ્તર ચઢાવવામાં આવ્યો છે.

પુણેનું દગડુ ગણેશ મંદિર: મહારાષ્ટ્રના પુણે શહેરમાં આવેલ દગડુસેઠ હલવાઈ ગણેશ મંદિર પણ 200 વર્ષ જૂનું છે. અહીંના બિઝનેસમેન દગડુ શેઠ હલવાઈએ તેમના પુત્રના નિધન પછી ગુરુ માધવનાથ મહારાજના કહેવા પર આ ગણેશ મંદિર બનાવ્યું હતું અને આ મંદિરમાં પણ મન્નત માંગવા માટે દુર દુરથી લોકો આવે છે.