‘ગંગુબાઈ કાઠિયાવાડી’ નું ટ્રેલર મેળવી રહ્યું છે ખૂબ ચર્ચા, આલિયા ભટ્ટથી લઈને સંજય લીલા ભંસાલી સુધી જાણો કોને કેટલી ફી મળી

બોલિવુડ

સંજય લીલા ભણસાલી દ્વારા ડાયરેક્ટ કરેલી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. ટ્રેલર જોયા પછી ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મહિતી માટે જણાવી દઈએ કે આ ફિલ્મ એક વેશ્યાના જીવન પર આધારિત છે. જેનું પાત્ર આલિયા ભટ્ટે નિભાવ્યું છે, આટલું જ નહીં હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અજય દેવગણ પણ આ ફિલ્મમાં દમદાર ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. પરંતુ શું તમે બધા લોકો જાણો છો કે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં પાત્ર નિભાવવા માટે સ્ટાર્સે કેટલી ફી લીધી છે, જો નહીં તો ચાલો તમને જણાવીએ.

આલિયા ભટ્ટ: આલિયા ભટ્ટ હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક છે. તેમણે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મ દ્વારા પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. જણાવી દઈએ કે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં હિન્દી સિનેમા જગતની આ ચુલબુલી અભિનેત્રી મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ પાત્ર નિભાવવા માટે અભિનેત્રીએ મોટી ફી ચાર્જ કરી છે. આ ફિલ્મમાં ગંગુબાઈની ભૂમિકા નિભાવવા માટે અભિનેત્રીએ 20 કરોડ રૂપિયા ફી તરીકે ચાર્જ કર્યા છે.

અજય દેવગણ: હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત અભિનેતા અજય દેવગણ પણ આ ફિલ્મમાં એક દમદાર પાત્ર નિભાવતા જોવા મળશે. જો કે આ ફિલ્મમાં અજય દેવગણની ભુમિક ખૂબ મોટી નથી, પરંતુ છતાં પણ તેમણે ફિલ્મમાં એક્ટિંગ કરવા માટે 11 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

વિજય રાજ: ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં વિજય રાજ મજબૂત ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મમાં હિન્દી સિનેમા જગતની પ્રખ્યાત અભિનેતા એ રઝિયા બાઈની ભૂમિકા નિભાવી છે. આ પાત્ર નિભાવવા માટે વિજય રાજે 1.5 કરોડ રૂપિયા ફી તરીકે લીધા છે.

શાંતનુ મહેશ્વરી: માહિતી માટે જણાવી દઈએ કે આ ફિલ્મમાં શાંતનુ મહેશ્વરી પણ જોવા મળવાના છે. આટલું જ નહીં આ ફિલ્મ દ્વારા શાંતનુ હિન્દી સિનેમામાં જગતમાં પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં ભૂમિકા નિભાવવા માટે શાંતનુએ 50 લાખ રૂપિયાની મોટી ફી લીધી છે.

સીમા પાહવા: મહિતી માટે જણાવી દઈએ કે હિન્દી સિનેમા જગતની ઘણી ફિલ્મોમાં જોવા મળેલી સીમા પાહવા પણ આ ફિલ્મમાં એક પાત્ર નિભાવતા જોવા મળશે. આ ફિલ્મમાં કામ કરવા માટે સીમાએ 20 લાખ રૂપિયા લીધા છે.

જિમ સરભ: ગંગુબાઈ કાઠિયાવાડીમાં જીમ સરભ પણ દમદાર ભૂમિકા નિભવતા જોવા મળશે. આ ફિલ્મમાં કામ કરવા માટે જીમે 30 લાખ રૂપિયાની મોટી ફી લીધી છે.

સંજય લીલા ભણસાલી: માહિતી માટે જણાવી દઈએ કે સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે, આવી સ્થિતિમાં આ ફિલ્મ જેટલા કરોડની પણ કમાણી કરે છે, તે પૈસા ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર મળીને પરસ્પર વેંચી લે છે.