આ નામથી ગણેશજી લેશે કળિયુગમાં અવતાર, પૃથ્વી પર દેખાડશે કંઈક આવો મહિમા

ધાર્મિક

ધાર્મિક માન્યતાઓ અનુસાર, જ્યારે પણ પૃથ્વી પર પાપનો ઘડો ભરાય છે, તો ભગવાન પૃથ્વીના લોકોને બચાવવા માટે અવતાર લે છે, ભગવાન વિષ્ણુના ઘણા અવતારોનું વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે. પુરાણોમાં કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુના કલ્કી અવતારનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત પુરાણોમાં કળિયુગમાં ભગવાન ગણેશના અવતારની વાત પણ કહેવામાં આવી છે, જે મુજબ પૃથ્વી પર જ્યારે ઘોર કળિયુગ આવશે, ચારે બાજુ અધર્મને કારણે હાહાકાર મચી જશે, ત્યારે ગણપતિજી પૃથ્વી પર અવતાર લેશે અને પૃથ્વીને પાપમુક્ત કરશે. જેની સાથે સતયુગની શરૂઆત થશે.

ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશજી એ ચારેય યુગમાં અવતાર લીધો છે. સતયુગમાં તે મહોત્કટ વિનાયકના રૂપમાં તો ત્રેતાયુગમાં મયુરેશ્વર અને દ્વાપર યુગમાં શિવપુત્ર ગજાનન તરીકે અવતાર લીધો હતો. તે જ સમયે, ગણેશ પુરાણ અનુસાર, કળિયુગમાં પણ ભગવાન ગણેશ અવતાર લેશે. ગણેશ પુરાણમાં ભગવાન શિવજીએ પાર્વતીને કહ્યું છે કે કળિયુગના અંતમાં, ગણપતિ ચારભુજા સાથે અવતાર લેશે અને ધૂમ્રવર્ણ અને શૂર્પકર્ણ તરીકે ઓળખાશે. વાદળી રંગના ઘોડા પર સવાર થઇને તેમની મહાબલશાલી સેના સાથે પાપીઓને નષ્ટ કરશે અને સતયુગની શરૂઆત કરશે.

આ સ્વરૂપમાં તેમના હાથમાં તલવાર હશે, સાથે જ તેઓ તેની ઇચ્છા મુજબ સૈન્ય અને શસ્ત્રો ઉત્પન્ન કરી શકશે. કળિયુગમાં વધતા અધર્મ અને પાપીઓના વધતા મનોબળને જોઈને ગણપતિની આંખો ક્રોધથી ભરેલી રહેશે, જેથી તેની સુવર્ણ આંખોમાંથી અગ્નિનો વરસાદ થશે. આવી સ્થિતિમાં પાપીઓ અને અધર્મિઓ નો નાશ કરીને જ ભગવાન ગણેશજીનો ક્રોધ શાંત થશે, પાપીઓના ભયથી પર્વતની અંદર છુપાયેલા સાધુ-સંતોને તેમના આશીર્વાદ આપશે, અને તેમની કૃપાથી આ સાધુઓ ફરીથી ધર્મ સ્થાપિત કરશે. આ રીતે, કળિયુગના અંત પછી, સતયુગ ફરી શ્રી ગણેશના હાથથી શરૂ થશે.

સતયુગમાં મહોત્કટ વિનાયક: પુરાણો અનુસાર સતયુગમાં ગણેશજીએ ‘મહોત્કટ વિનાયક’ તરીકે અવતાર લીધો હતો. હકીકતમાં, તે તેમના ઉત્સાહને કારણે ‘મહોત્કટ’ કહેવાયા. આ અવતારમાં, તેમણે દેવાંતક અને નારંતક નામના રાક્ષસોના અત્યાચારથી દેવતાઓ, ઋષિઓ, મનુષ્ય અને તમામ જીવોને મુક્ત કર્યા હતા.

ત્રેતાયુગમાં મયુરેશ્વર: ત્રેતાયુગમાં ગણેશે મયુરેશ્વર તરીકે અવતાર લીધો અને મહાબાલી સિંધુના અત્યાચારથી ત્રણેય લોકને મુક્ત કર્યા.

દ્વાપર યુગમાં શ્રી ગજાનન: જ્યારે દ્વાપર યુગમાં ગણેજીએ રાજા વરેણ્યને ત્યાં ગજાનનના રૂપમાં અવતાર લીધો. આ અવતારમાં, તેમણે સિંદૂર નામના રાક્ષસને પરાજિત કરીને પૃથ્વીને તેના ભયથી મુક્તિ આપી હતી, પુરાણોમાં ઉલ્લેખિત આ અવતારની દંતકથા અનુસાર, સિંદૂરની હત્યા કર્યા પછી, ક્રોધિત ગજાનને તેના રક્તને પોતાના દિવ્ય અંગો પર લગાવ્યું અને તેથી જ તે ત્યારથી સિંદુરહા, સિંદૂરપ્રિયા અને સિંદૂરવદન કહેવાયા.

કળિયુગમાં શ્રી ધૂમ્રકેતુ: તે જ સમયે પુરાણો અનુસાર કળિયુગમાં શ્રીગણેશનો ભાવિ અવતાર ધુમ્રકેતુ તરીકે ઓળખાશે, જે પૃથ્વી પરના પાપીઓનો નાશ કરશે અને સુવર્ણ યુગની શરૂઆત કરશે.

Leave a Reply

Your email address will not be published.