ટાઇગર-શ્રદ્ધાથી લઈને વરુણ – અર્જુન સુધી, બાળપણમાં એક જ સ્કૂલમાં ભણતા હતા બોલિવૂડના આ સ્ટાર્સ

બોલિવુડ

બોલિવૂડમાં ઓનસ્ક્રીન પર ઘણી ફ્રેન્ડશિપ જોવા મળે છે, પરંતુ ઓફસ્ક્રીન પણ સેલેબ્સની દોસ્તી ઓછી હોતી નથી. એટલું જ નહીં, કેટલાક સેલેબ્સ તો એવા પણ છે જે એકબીજાના બાળપણના મિત્રો છે. હકીકતમાં, ઘણા બોલિવૂડ સ્ટાર્સ એવા છે જેઓ બાળપણમાં એક જ શાળામાં ભણતા હતા. જોકે બાળપણમાં આપણે ઘણા લોકો સાથે શાળામાં અભ્યાસ કરીએ છીએ, પરંતુ જરૂરી નથી કે બાળપણના બે સાથીઓ એક સાથે એક જ ઇન્ડસ્ટ્રીનો ભાગ બને.જોકે, બોલિવૂડમાં એવા એક કે બે સ્ટાર નથી કે જેઓ બાળપણમાં સાથે ભણતા હતા અને આજે ઇન્ડસ્ટ્રીમાં પણ સાથે કામ કરી રહ્યા છે. ચાલો જાણીએ કે કોણ છે તે બી-ટાઉન સેલેબ્સ જે બાળપણમાં શાળામાં સાથે હતા અને હવે ઇન્ડસ્ટ્રીમાં સાથે કામ કરે છે.

શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ:ટાઇગર અને શ્રદ્ધાની કેમિસ્ટ્રી ચાહકોને તે ખૂબ પસંદ આવે છે. આ કપલ બે વાર પડદા પર જામી ચુકી છે. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે આ બાગી કપલ બાળપણથી જ એકબીજાને ઓળખે છે. શ્રદ્ધા અને ટાઇગર બંને મુંબઈની એક જ શાળામાં ભણતા હતા. આ બંને માત્ર પ્રોફેશનલ લાઇફમાં જ નહીં પણ પર્સનલ લાઈફમાં પણ સારા મિત્રો છે. આટલું જ નહીં, સ્કૂલના દિવસોમાં શ્રદ્ધા ટાઇગરનો ક્રશ પણ હતી. આજે બંનેની જોડી સ્ક્રીન પર હિટ જોવા મળે છે.

કરણ જોહર-ટ્વિંકલ ખન્ના:બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહર અને શ્રીમતી ફની બોન્સ ટ્વિંકલ પણ બાળપણના મિત્રો રહ્યા છે. ટ્વિંકલે પોતાની આત્મકથામાં લખ્યું છે કે તેણી તે જ બોર્ડિંગ સ્કૂલમાં ભણતી હતી જ્યાં કરણ જોહર પણ ભણતો હતો. કરણ જોહરે પણ પોતાના શોમાં કહ્યું હતું કે બાળપણનો એક સમય એવો હતો જ્યારે તે ટ્વિંકલને ખૂબ જ પસંદ કરતો હતો.

અનુષ્કા શર્મા – સાક્ષી ધોની:વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની ફિલ્ડ પર આકર્ષક બોન્ડિંગ દેખાડે છે અને પર્સનલી પણ એક બીજાના ખૂબ સારા મિત્રો છે. જોકે વિરાટની પત્ની અનુષ્કા અને ધોનીની પત્ની સાક્ષી આસામમાં સાથે અભ્યાસ કરતી હતી, બંને સેન્ટ મેરી સ્કૂલ મારગરિટામાં સાથે અભ્યાસ કરતી હતી. નવેમ્બર 2017 ની તસવીરમાં સાક્ષી અને અનુષ્કા શર્મા સાથે જોવા મળી હતી. એટલું જ નહીં, સ્કૂલની ગ્રુપ તસવીર પણ શેર કરવામાં આવી હતી, જેમાં અનુષ્કા અને સાક્ષી સાથે જોવા મળ્યા હતા.

સલમાન ખાન-આમિર ખાન:બોલિવૂડના દબંગ ખાન અને મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન બોલિવૂડના માત્ર સારા મિત્રો જ નથી, પણ બંને બાળપણમાં સાથે જ ભણ્યા છે. આ વિશે બહુ ઓછા લોકો જાણે છે કે બંનેએ એક સાથે અભ્યાસ કર્યો છે. બંને કલાકારો બીજા ધોરણમાં સાથે અભ્યાસ કર્યો. આ પછી પણ તેમની મિત્રતા તૂટી નહિં અને બંને બોલીવુડના સુપરસ્ટાર બની ગયા. સલમાન અને આમિર બંનેએ ફિલ્મ ‘અંદાઝ અપના અપના’ માં સાથે કામ કર્યું છે.

વરુણ ધવન – અર્જુન કપૂર:વરૂણ અને અર્જુન કપૂર પણ બાળપણના મિત્રો છે અને એક સાથે એક જ સ્કૂલમાં ભણતા હતા. જો કે બોલીવુડમાં આવતા પહેલા પણ બન્ને એક સાથે જ હેંગઆઉટ કરતા હતા. તે જ સમયે, તેમની સારી મિત્રતા આજે પણ અકબંધ છે. કારકિર્દીની વાત કરીએ તો વરૂણે અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, જ્યારે અર્જુન કપૂરની કારકીર્દિ કંઈ ખાસ કમાલ દેખાડી શકી નથી.

રિતિક રોશન-ઉદય ચોપરા:ફિલ્મ ‘ધૂમ’માં ધૂમ મચાવનાર ઉદય ચોપરા અને બોલિવૂડના ગ્રીક ગોડ રિતિક રોશન બાળપણના મિત્ર છે. એટલું જ નહીં, બંનેએ ચોથા ધોરણથી સાથે અભ્યાસ શરૂ કર્યો અને કોલેજ સુધી સાથે રહ્યા. આજે પણ તેમની મિત્રતા અકબંધ છે. રિતિકે બોલીવુડમાં એકથી એક ચઢિયાતી ફિલ્મ કરી છે પરંતુ ઉદય ચોપરા મોટો સ્ટાર બની શક્યો નથી.

1 thought on “ટાઇગર-શ્રદ્ધાથી લઈને વરુણ – અર્જુન સુધી, બાળપણમાં એક જ સ્કૂલમાં ભણતા હતા બોલિવૂડના આ સ્ટાર્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *