સુશાંતથી લઈને ઋષિ કપૂર સુધી, આ હતા આ સ્ટાર્સના છેલ્લા શબ્દો, જાણીને તમને પણ આવી જશે આંખમાં આસૂ

બોલિવુડ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે વર્ષ 2020 ખૂબ જ ખરાબ સાબિત થયું છે. આ વર્ષમાં ઘણા દિગ્ગજ અભિનેતાઓએ આ દુનિયાને અલવિદા કહ્યું છે. ચાહકો આ સ્ટાર્સના અવસાનથી ઘણા નિરાશ થયા છે. જો આપણે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધનની વાત કરીએ તો સુશાંતનો કેસ હજી હલ થયો નથી. સીબીઆઈ સતત આ કેસની તપાસ કરી રહી છે, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ આ કેસમાં ઘણા નવા નવા ખુલાસા થઈ રહ્યા છે, જેના કારણે આ કેસ ઉલજી રહ્યો છે. એવા ઘણા અભિનેતા રહ્યા છે જેમણે ખૂબ જ નાની ઉંમરે આ દુનિયા છોડી દીધી છે. આવી સ્થિતિમાં ચાહકો તે સ્ટાર્સના અંતિમ દિવસો વિશે જરૂર જાણવા ઇચ્છશે. શું તમે જાણો છો કે આ સ્ટાર્સે તેમના છેલ્લા સમયમાં ક્યા શબ્દો કહ્યા હતા? કદાચ તમને આ વિશે જાણ નહિં હોય. આજે અમે તમને બોલિવૂડના કેટલાક અભિનેતાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમણે તેમના નિધન પહેલા સોશિયલ મીડિયા પર અંતિમ શબ્દો કહ્યા હતા. જો તમે આ શબ્દિ સાંભળશો, તો તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.

સુશાંતસિંહ રાજપૂત: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે માત્ર 34 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી દીધી છે. અચાનક તેના મૃત્યુના સમાચારથી પરિવાર અને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સુશાંત કેસની તપાસ સતત ચાલી રહી છે પરંતુ હજી સુધી સુશાંતના મોતનું રહસ્ય ઉકેલાયું નથી. તમને જણાવી દઇએ કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત તેની માતાને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેમણે તેની માતાની તસવીર શેર કરતાં લખ્યું હતું કે “અસ્પષ્ટ ભૂતકાળ, આંસુના ટીપાથી, એવું લાગી રહ્યું છે, ક્યારેય સમાપ્ત થવાનું છે, આ સ્વપ્ન સ્મિતોથી લઈને ઉકરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ સમાપ્થ થવાનું છે આ જીવન, બંને વચ્ચેની વાતચીત. ”

ઇરફાન ખાન: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન 29 એપ્રિલે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. ઇરફાન ખાન પણ કેન્સરથી પીડિત હતા, જેની સારવાર ચાલી રહી હતી. સારવાર પછી, તે સ્વસ્થ થઈ ગયા પરંતુ અચાનક તેની તબિયત બગડી હતી, ત્યાર પછી તે આપણા બધાથી ખૂબ દૂર ચાલ્યા ગયા. થોડા દિવસો પહેલા ઇરફાન ખાનની માતાનું પણ નિધન થયું હતું, જેના કારણે તે ખૂબ જ દુઃખી જોવા મળી રહ્યા હતા. તેણે તેના છેલ્લા શબ્દો તેની માતા વિશે કહ્યા હતા. તેણે કહ્યું હતું કે “અમ્મા અહીં છે, મને લેવા આવી છે.” તે અહીં છે, મારા રૂમમાં, મને લેવા આવી છે, જુવો તે મારી સાથે બેઠી છે. ”

રાજેશ ખન્ના: રાજેશ ખન્નાએ તેના છેલ્લા શબ્દોમાં કહ્યું હતું કે , “ટાઈમ થઈ ગયો છે! પેકઅપ. ” જણાવી દઈએ કે 18 જુલાઈ 2012 ના રોજ રાજેશ ખન્નાએ આ દુનિયા છોડી દીધી હતી. તેમનું મૃત્યુ ઉંમર સંબંધિત બીમારીઓથી થયું હતું.

ઋષિ કપૂર: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરે વર્ષ 2020 માં 30 એપ્રિલે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. જણાવી દઈએ કે ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા, જેની સારવાર 2 વર્ષ થી ચાલી રહી હતી, પરંતુ કેન્સરની બીમારી સાથે ઋષિ કપૂર લડાઈ હારી ગયા. અભિનેતા ઋષિ કપૂરે પોતાના છેલ્લા સમયે તેના છેલ્લા શબ્દોથી લોકોને એક ખાસ અપીલ કરી હતી. તેમણે એક ટ્વીટ દ્વારા લખ્યું હતું કે “મારા બધા ભાઈ-બહેનોને અપીલ છે કે, મહેરબાની કરીને.” પથ્થર ફેંકવા અથવા હત્યા કરવી જેવું કામ ન કરો. ડોકટરો, નર્સ, મીડિયા કર્મચારીઓ અને પોલીસકર્મીઓ બધા તમારો જીવ બચાવવા માટે પોતાની જિંદગી જોખમમાં મુકી રહ્યા છે. આપણે બધા કોરોના વાયરસની લડાઈ જીતી શકીએ છીએ જય હિન્દ “

Leave a Reply

Your email address will not be published.