સ્મૃતિ ઈરાની થી લઈને આમના શરીફ સુધી આ 6 અભિનેત્રીઓએ ટીવી પર એક સમયે મચાવી હતી ધૂમ, હવે દેખાય છે કંઈક આવી જુવો તસવીરો

મનોરંજન

નાના પડદાના ઘણા કલાકારોએ તેમના શ્રેષ્ઠ કામથી ઘર-ઘરમાં ખાસ ઓળખ બનાવી છે અને બનાવી રહ્યા છે. ઘણા ટીવી કલાકારોને તેમના કામ માટે ખૂબ પસંદ કરવામાં આવે છે અને આજે પણ ચાહકોને નાના પડદા પર તેમની કમી જણાય છે. આજે અમે તમને કેટલીક એવી ટીવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે દર્શકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી હતી. એક સમયે ટીવીની દુનિયામાં ‘સિરિયલ’ની મદદથી ધૂમ મચાવનાર કેટલીક અભિનેત્રીઓ વિશે જાણીએ કે આજે તે ક્યાં છે અને શું કરી રહી છે.

કુમકુમ – જુહી પરમાર: કુમકુમ સિરિયલ ખૂબ જ પ્રખ્યાત હતી. તેમાં મુખ્ય ભૂમિકા અભિનેત્રી જુહી પરમારે નિભાવી હતી. 7 વર્ષ સુધી આ શો ચાલ્યો અને જુહીએ તેને ઘર ઘરમાં ખાસ ઓળખ અપાવી હતી. તેનું ગીત ‘જીવન કર લેતા હૈ શ્રૃંગાર સચ હૈ ના કુમકુમ સે’ પણ ખૂબ જ પ્રખ્યાત થયું હતું. 15 જુલાઈ, 2002 થી શરૂ થયેલી આ સિરિયલમાં જુહીએ એક સારી પુત્રી, પુત્રવધૂ, પત્ની અને માતા બનીને એક મિસાલ આપી હતી. ચાહકો આજે પણ તેને ‘કુમકુમ’ ના નામથી ઓળખે છે. આ શો બંધ થયા પછી જુહીએ ‘વિરાસત’, ‘કુસુમ’, ‘દેવી’, ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’, ‘તેરે ઈશ્ક મેં’ અને ‘સંતોષી માં’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું. જુહી હાલમાં પુત્રીના ઉછેરમાં વ્યસ્ત છે. વર્ષ 2009 માં અભિનેતા સચિન શ્રોફ સાથે લગ્ન કર્યા પછી તેના વર્ષ 2018 માં છુટાછેડા થઈ ગયા હતા.

કહાની ઘર ઘર કી- સાક્ષી તંવર: ‘કહાની ઘર ઘર કી’માં અભિનેત્રી સાક્ષી તંવરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તે આ સીરિયલમાં પાર્વતી બહુના પાત્રમાં જોવા મળી હતી. તેના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું અને તે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. ‘કહાની ઘર ઘર કી’ પછી સાક્ષીએ કુટુમ્બ, દેવી, જસ્સી જેસી કોઈ નહિં, બડે અચ્છે લગતે હૈં અને કર લે તુ ભી મોહબ્બત વેબ સિરીઝ માં પણ કામ કર્યું. જણાવી દઈએ કે સાક્ષીએ ઓક્ટોબર 2018 માં 8 મહિનાની એક પુત્રીને અડોપ્ટ કરી હતી જેનું નામ દિત્યા છે. હાલમાં તે પુત્રીના ઉછેરમાં વ્યસ્ત છે.

ક્યોંકી કે સાસ ભી કભી બહૂ થી- સ્મૃતિ ઈરાની: આ સિરિયલ કેવી રીતે ભૂલી શકાય છે. તેમાં મુખ્ય ભુમિકા નિભાવી હતી સ્મૃતિ ઈરાનીએ. આ સિરિયલે સ્મૃતિ ઈરાનીને મોટી ઓળખ અપાવી હતી. તુલસી વિરાણી તરીકે આઠ વર્ષ સુધી તેમણે દર્શકોનું ઘર-ઘરમાં મનોરંજન કર્યું હતું. જોકે લાંબા સમયથી સ્મૃતિ ઈરાની રાજકારણમાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે તે કેન્દ્ર સરકારમાં કાપડ મંત્રી અને મહિલા અને બાળ વિકાસ મંત્રી છે.

કાવ્યાંજલિ – અનિતા હસનંદાની: અનિતા હસનંદાની એક ખૂબ જ સુંદર ટીવી અભિનેત્રી છે. તે વર્ષ 2001 માં શરૂ થયેલી સીરીયલ ‘કભી સૌતન કભી સાહેલી’ થી ખૂબ પ્રખ્યાત બની હતી. શો હિટ થયા પછી અનિતાએ ‘કોઈ અપના સા’, ‘કાવ્યાંજલિ’, ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’, ‘ક્યા દિલ ને કહા’, ‘કસમ સે’, ‘પ્યાર તુને ક્યા કિયા’ અને ‘નાગિન’ સહિત ઘણી સીરિયલમાં કામ કરીને ખૂબ નામ કમાવ્યું. અનીતા તાજેતરમાં જ માતા બની છે અને તેમણે પુત્રને જન્મ આપ્યો છે.

કહીં તો હોગા- આમના શરીફ: હવે વાત કરીએ જાણીતી અને સુંદર અભિનેત્રી આમના શરીફ વિશે. આમનાને ‘કહીં તો હોગા’ દ્વારા ઘર ઘરમાં ઓળખ મળી હતી. આ સિરિયલમાં આમના શરીફે કશિશની ભૂમિકા નિભાવી હતી. પોતાની એક્ટિંગની સાથે જ આમના પોતાની સુંદરતા માટે પણ ખૂબ ચર્ચામાં રહી છે.

વર્ષ 2003 માં ટીવીની દુનિયામાં પ્રવેશ કરનાર આમનાએ ‘હોંગે જુદા ના હમ’ અને ‘નાયિકા’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. સાથે જ તે ‘આલુ ચાટ’, ‘આઓ વિશ કરે’, ‘શકલ પે મત જા’ જેવી ફિલ્મોનો પણ ભાગ રહી ચુકી છે. વર્ષ 2013 માં આમનાએ અમિત કપૂર સાથે લગ્ન કર્યા હતા. હાલમાં તે તેના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે.