ફિલ્મોથી વધુ એડથી કમાણી કરે છે બોલીવુડના આ 8 સ્ટાર્સ, જાણો કોની કેટલી છે કમાણી

બોલિવુડ

બોલીવૂડમાં કામ કરતા દરેક મોટા સ્ટારને પોતાની ફિલ્મ માટે કરોડો રૂપિયા મળે છે. બિગ બીની વાત હોય કે સલમાનથી લઈને શાહરૂખ ખાનની. આ લોકો ફી તરીકે ખૂબ જ લાંબી રકમ લે છે. પરંતુ આ સ્ટાર્સની કમાણીનું માધ્યમ માત્ર ફિલ્મોની ફી જ નથી. પરંતુ તેમની આવકનો મોટો સ્ત્રોત તેની ટીવી જાહેરાતો પણ છે. કાર, શેમ્પૂ, ઈન્સ્યોરન્સ, પાન મસાલાથી લઈને સોફ્ટ ડ્રિંક્સ સુધી, આ સ્ટાર્સ જાહેરાતોમાં જોવા મળી ચુક્યા છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ ફિલ્મ સ્ટાર એક જાહેરાત માટે કેટલી ફી લે છે.

અમિતાભ બચ્ચન: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ આ બાબતમાં કોઈથી પાછળ નથી, ટીવી પર તેમની જાહેરાતો અવારનવાર જોવા મળે છે, જેના માટે તે પ્રતિ જાહેરાત 3 થી 8 કરોડ રૂપિયા ફી લે છે. અમિતાભ કેડબરી, નવરત્ન તેલ, ડૉ. ફિક્સિટ અને ગુજરાત ટુરિઝમ જેવી ઘણી જાહેરાતો કરે છે. આ સમયે અમિતાભ બચ્ચન તેમના શો KBCમાં જોવા મળી રહ્યા છે.

શાહરૂખ ખાન: કિંગ ખાન શાહરૂખ ખાન આ સમયે બોલિવૂડના સૌથી અમીર અને સૌથી મોંઘા અભિનેતા છે. કિંગ ખાન પોતાની ફિલ્મો ઉપરાંત જાહેરાતોથી પણ કરોડોની કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શાહરૂખ એક એડ માટે 4 થી 10 કરોડ રૂપિયા ફી લે છે.

સલમાન ખાન: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પણ આ લિસ્ટમાં શામેલ છે. ઘણા રિપોર્ટ મુજબ સલમાન ખાન એક જાહેરાત દીઠ 4 કરોડથી 10 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે. તે કેટરિના કૈફ સાથે ટાઇગર 3નું શૂટિંગ તુર્કીમાં કરી રહ્યો હતો અને હવે બંને ફિલ્મના આગામી શેડ્યૂલ માટે ઓસ્ટ્રિયા ગયા છે.

આમિર ખાન: આમિર ખાન, જેને બોલિવુડમાં મિસ્ટર પરફેક્ટનિસ્ટ ના નામથી ઓળખવામાં આવે છે, ફે ફિલ્મોની સાથે જ જાહેરાતોથી પણ સારી કમાણી કરે છે. તે રોજના 2 થી 7 કરોડ રૂપિયા લે છે. આમિર ખાને અત્યાર સુધી Vivo, Coca Cola, Vedantu જેવી જાહેરાતોમાં કામ કર્યું છે.

એશ્વર્યા રાય: બોલિવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ એશ્વર્યા રાય પણ કોઈથી ઓછી નથી. તેની સુંદરતા કોઈનું પણ દિલ જીતી લે છે. તે પણ જાહેરાતોથી કરોડોની કમાણી કરે છે. લોરિયલ, કલ્યાણ જ્વેલર્સ, કોકા કોલા અને લક્સ જેવી મોટી કંપનીઓ માટે જાહેરાત કરનાર એશ્વર્યા પ્રતિ જાહેરાત માટે લગભગ 2 થી 6 કરોડ રૂપિયા વસૂલે છે.

કરીના કપૂર: બે લાડકા પુત્રોની માતા કરીના કપૂર ખાન એક જાહેરાત માટે 3 કરોડથી 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. થોડા દિવસો પહેલા, તે આમિર ખાન સાથે પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગ દરમિયાન મુંબઈમાં જોવા મળી હતી.

અક્ષય કુમાર: અભિનેતા એક એડ માટે લગભગ 5 થી 10 કરોડ રૂપિયા ફી લે છે. બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર છેલ્લા કેટલાક સમયથી નંબર 1 અભિનેતા બનેલા છે. આવી સ્થિતિમાં તેમના દ્વારા આટલી ફી લેવી કોઈ મોટી વાત નથી.

દીપિકા પાદુકોણ: દીપિકા પાદુકોણ એક જાહેરાત માટે 7 કરોડથી 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેની પાસે અમિતાભ બચ્ચન સાથે ધ ઈન્ટર્ન ની હિન્દી રિમેક, રિતિક રોશન સાથે ફાઈટર પણ છે. સાથે જ અભિનેત્રી શાહરૂખ ખાન સાથે ફિલ્મ પઠાનમાં જોવા મળવાની છે.