આમિરથી લઈને આલિયા સુધી, માતાના ખોળામાં જોવા મળી રહ્યા છે આ 5 બોલીવુડ સ્ટાર્સ, જુવો તેના બાળપણની ક્યૂટ તસવીરો

બોલિવુડ

આખી દુનિયામાં મધર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે. દુનિયાની લાખો માતાઓને સમર્પિત આ દિવસ મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ વખતે મધર્સ ડે 9 મે ના રોજ આવ્યો છે. શું સામાન્ય અને શું ખાસ દરેક માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસને દરેક પોતાની મુજબ ઉજવે છે. જો ફિલ્મી સ્ટાર્સની વાત કરીએ તો બોલીવુડ સ્ટાર્સ પણ આ દિવસ ઉજવવામાં પાછળ નથી. ચાલો આજે તમને આ ખાસ પ્રસંગ પર કેટલાક બોલીવુડ સ્ટાર્સના બાળપણની તસવીરો બતાવીએ જેમાં તે પોતાની માતા સાથે જોવા મળી રહ્યા છે.

અર્જુન કપૂર: અભિનેતા અર્જુન કપૂર ફિલ્મ મેકર બોની કપૂર અને મોના કપૂરનો પુત્ર છે. અર્જુનની માતા આજે આ દુનિયામાં નથી. અર્જુનની માતાએ દુનિયા છોડી તેને લગભગ 8 વર્ષ થયા છે. કહેવામાં આવે છે કે અર્જુન તેની માતાની ખૂબ નજીક છે. જ્યારે બોની અને મોના અલગ થયા ત્યારે મોનાએ એકલા જ અર્જુનનો ઉછેર કર્યો હતો. પોતાની માતાના ખોળામાં જોવા મળી રહેલા છોટે અર્જુન.

જાન્હવી કપૂર: હિન્દી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર કહેવાતી દિવંગત અભિનેત્રી શ્રીદેવીએ દુનિયા છોડી તેને 3 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. બોની કપૂરની પત્ની અને જાન્હવી કપૂરની માતા શ્રીદેવી તેની દરેક સ્ટાઇલથી દરેકનું દિલ જીતી લેતી હતી. જાહન્વી તેની માતાની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. જાન્હવી માતા શ્રીદેવીની ખોળામાં બેઠી છે અને માતા અને પુત્રી બંને સ્માઈલ આપીને પોઝ આપી રહ્યા છે.

સોનમ કપૂર: આ તસવીરમાં તમને જે નાની બાળકી સફેદ રંગના કપડામાં જોવા મળી રહી છે તે છે બોલીવુડના દિગ્ગઝ અભિનેતા અનિલ કપૂરની પુત્રી અભિનેત્રી સોનમ કપૂર. અનિલ કપૂરે વર્ષ 1984 માં તે સમયની જાણીતી મોડેલ સુનિતા કપૂર સાથે લગ્ન કર્યા હતા. તસવીરમાં જોઇ શકાય છે કે સુનિતા તેની પુત્રી સોનમને તૈયાર કરી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે સોનમ કપૂર સ્ટાઇલ આઇકોન લિસ્ટમાં ટોપ પર આવે છે અને તેના ચાહકોને આ તસવીર જોઈને ખૂબ ખુશી થશે.

આમિર ખાન: આ માસુમ દેખાતું બાળક આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ખૂબ મોટો સુપરસ્ટાર છે. આ નાના બાળકનું નામ છે આમિર ખાન. બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા આમિર ખાન તેની માતા સાથે બેઠા છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં આમિર ખાનની ક્યુટનેસ જોવા મળી રહી છે. આમિર તેની માતા ઝીનત હુસેન સાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યો છે. તસ્વીરમાં જોઇ શકાય છે કે, ઝીનત હુસેન ઘાસના ઢગલા પર બેઠી છે, જ્યારે આમિર ખાન તેની બાજુમાં બેઠો છે.

આલિયા ભટ્ટ: આ નાનકડી છોકરી પણ આજના સમયની એક મોટી સ્ટાર છે. આ બાળકીએ ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક્ટિંગથી બોલિવૂડમાં એક મોટું નામ કમાવ્યું છે. આ ક્યૂટ છોકરીનું નામ આલિયા ભટ્ટ છે. આલિયા ભટ્ટ તેની સ્માઈલથી દરેકનું દિલ જીતી લે છે. તે બાળપણથી જ ખૂબ જ સુંદર છે અને આ તસવીરમાં પણ જોઇ શકાય છે. આલિયા ભટ્ટ તેની માતા સોની રઝદાનની ખોળામાં બેઠી છે. આલિયાના બાળપણની ઘણી તસવીરોમાંથી આ તસવીર સૌથી ખાસ છે. કારણ કે આ તસવીરમાં આલિયા પોતાની માતા સાથે જોવા મળી રહી છે. વર્કફ્રંટની વાત કરીએ તો આલિયા આગામી ફિલ્મ ‘બ્રહ્મસત્ર’ અને ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ શામેલ છે.