જ્યારે પ્રેમમાં બદલાઈ ગઈ આ 5 બોલીવુડ સ્ટાર્સની મિત્રતા તો ધૂમધૂમથી લીધા સાત ફેરા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડમાં એવી ઘણી કપલ છે જે એક સમયે ખૂબ સારા મિત્રો હતા. સાથે કામ કરવાથી અને સમયની સાથે-સાથે તેમનો સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો. પછી આગળ જઈને પોતાના સંબંધને નવું નામ આપ્યું. આજે આ આર્ટિકલમાં અમે તમને બિલીવુડની 5 એવી કપલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અંગદ બેદી અને નેહા ધૂપિયા: એવું કહેવામાં આવે છે કે અંગદ બેદી અને નેહા ધૂપિયા એક બીજાને ખૂબ પહેલાથી જાણતા હતા. મિત્રતાનો સંબંધ ક્યારે પ્રેમમાં ફેરવાઈ ગયો તે વિશે બંનેને ક્યારેય ખબર ન પડી. જણાવી દઈએ કે નેહા ધૂપિયા અને અંગદ બેદીએ વર્ષ 2018 માં લગ્ન કરીને તેમના સંબંધોને નવું નામ આપ્યું હતું. લગ્ન પછી નેહાએ પુત્રી મેહરને જન્મ આપ્યો.

જેનેલિયા ડિસુઝા અને રિતેશ દેશમુખ: બંનેની જોડી ચાહકોમાં ખૂબ પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે સાથે કામ કરતી વખતે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. મળતી માહિતી મુજબ રિતેશ અને જેનેલિયા પહેલી વખત વર્ષ 2003 માં મળ્યા હતા. બંને મેરી કસમ ફિલ્મ માટે સાથે આવ્યા હતા. ખાસ વાત એ છે કે આ તેમની પહેલી ફિલ્મ હતી અને આ ફિલ્મની સાથે બંને એકબીજાના સારા મિત્રો બની ગયા અને સમય જતા મિત્રતાનો સંબંધ પ્રેમમાં ફેરવાઈ ગયો. પછી વર્ષ 2012 માં લગ્ન કરીને બંનેએ તેમના સંબંધોને નવું નામ આપ્યું.

ઋષિ કપૂર અને નીતુ કપૂર: દિગ્ગઝ અભિનેતા ઋષિ કપૂર હવે આપણી વચ્ચે નથી, પરંતુ ઋષિ અને નીતુની જોડી ચાહકોમાં ખૂબ પ્રખ્યાત રહી છે. જણાવી દઈએ કે, ઋષિ કપૂર અને નીતુ કપૂરે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આવી સ્થિતિમાં બંનેની કેમિસ્ટ્રી ખૂબ સારી થઈ ગઈ હતી. બંને વચ્ચે ફિલ્મો દરમિયાન મિત્રતા થઈ ગઈ હતી અને પછી પ્રેમ થવામાં વધુ સમય ન લાગ્યો. પછી બંનેએ વર્ષ 1980 માં લગ્ન કર્યા હતા. ઋષિ અને નીતુ બે બાળકો અભિનેતા રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂરના માતા-પિતા બન્યા.

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન: બોલિવૂડમાં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન પાવર કપલ તરીકે જોવામાં આવે છે. આ બંને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તે કપલમાંના એક છે જેમની વચ્ચે લગ્ન પહેલા મિત્રતાનો એક મજબૂત સંબંધ હતો. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ બંનેની જોડી પહેલીવાર ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ માં જામી હતી. વર્ષ 2007 માં આવેલી ફિલ્મ ગુરુમાં સાથે કામ કરતી વખતે, બંને એકબીજાને દિલ આપી બેઠા હતા. અને આ કપલે વર્ષ 2007 માં સાત ફેરા લીધા હતા. ત્યાર પછી 2011 માં બંને પુત્રી આરાધ્યાના માતા-પિતા બન્યા હતા.

સોહા અલી ખાન અને કુણાલ ખેમુ: અભિનેત્રી સોહા અલી ખાને વર્ષ 2015 માં અભિનેતા કૃણાલ ખેમુ સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત ફિલ્મોના શૂટિંગ દરમિયાન થઈ હતી. 2009 માં 99 ફિલ્મના શૂટિંગ માટે જ્યારે બંને સાથે આવ્યા ત્યારે બંનેની મિત્રતા ખૂબ સારી થઈ ગઈ હતી. ત્યાર પછી તેમનો સંબંધ મજબૂત થતો ગયો. જણાવી દઈએ કે કુણાલ અને સોહા એક પુત્રી ઈનાયાના માતા-પિતા છે.

Leave a Reply

Your email address will not be published.