શ્રીદેવીથી લઈને એશ્વર્યા સુધી આ 4 મોટી અભિનેત્રીઓએ સની દેઓલ સાથે કામ કરવાની કરી હતી મનાઈ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

હિન્દી સિનેમામાં ઘણા એવા કલાકારો છે જેમની સાથે કામ કરવાની ઘણા કલાકાર મનાઈ કરી ચુક્યા છે. તેમાં કારણ ઘણા પ્રકારના રહ્યા છે. હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા સની દેઓલનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. જણાવી દઈએ કે સની દેઓલ સાથે કામ કરવા માટે હિન્દી સિનેમાની ઘણી સુંદર અભિનેત્રીઓ મનાઈ કરી ચુકી છે. ચાલો આજે આવી જ અભિનેત્રીઓ વિશે જણીએ.

કાજોલ: 90 ના દાયકામાં કાજોલે એકથી એક ચઢિયતી હિટ ફિલ્મ આપી હતી. આ દાયકામાં તેણે તેની સાથેના દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું હતું પરંતુ તેની જોડી સની દેઓલ સાથે ન જામી શકી. સની દેઓલની સુપરહિટ ફિલ્મ ‘ગદર’ ના ડિરેક્ટર અનિલ શર્માએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કાજોલ તેની ફિલ્મ ‘ગદર’માં કામ કરવાનો ઇનકાર કરી ચુકી છે. કાજોલ પછી આ ફિલ્મ અમિષા પટેલ પાસે ગઈ અને આ ફિલ્મને જબરદસ્ત સફળતા મળી.

શ્રીદેવી: હિન્દી સિનેમાની દિગ્ગઝ અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીને હિન્દી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર પણ કહેવામાં આવે છે. શ્રીદેવીએ પણ સની સાથે કામ કરવાની મનાઈ કરી હતી. એકવાર સન્ની દેઓલે કહ્યું હતું કે “મેં ફિલ્મ ઘાયલ માટે શ્રીદેવીનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે આ ફિલ્મ કરવાની મનાઈ કરી હતી.” જોકે તમને જણાવી દઈએ કે છતા પણ બંનેની જોડી જામી છે. બંનેએ સાથે ફિલ્મ ચાલબાજ, નિગાહે અને રામ અવતારમાં કામ કર્યું હતું.

એશ્વર્યા રાય બચ્ચન: હિન્દી સિનેમાની સૌથી સુંદર અને સફળ અભિનેત્રીઓમાંની એક એશ્વર્યા રાય બચ્ચન પણ સની દેઓલ સાથે કામ કરવાની મનાઈ કરી ચુકી છે. એશ્વર્યાએ સની સાથે કામ કરવાની એટલા માટે મનાઈ કરી હતી કારણ કે તેનું માનવું હતું કે તેની ફિલ્મોમાં હીરોને વધારે મહત્વ આપવામાં આવે છે અને તેની ફિલ્મોમાં એક્શન પણ ભરપૂર હોય છે. પરંતુ તે બંને એક ફિલ્મ ‘શહીદ’માં જરૂર જોવા મળ્યા હતા. જોકે બંને એક બીજાની વિરુદ્ધ કામ કર્યું ન હતું.

માધુરી દીક્ષિત: હિન્દી સિનેમાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક માધુરી દીક્ષિતનું નામ પણ સની દેઓલ સાથે કામ કરવાની મનાઈ કરી ચુકેલી અભિનેત્રીમાં શામેલ છે. હિન્દી સિનેમાને એકથી એક ચઢિયાતી સફળ ફિલ્મો આપનારી માધુરી દીક્ષિતે તેની કારકિર્દીમાં માત્ર એક જ ફિલ્મ ‘ત્રિદેવ’માં સની સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ સફળ રહી અને બંનેની જોડીને પણ ખૂબ પસંદ કરવામાં આવી. પરંતુ ત્યાર પછી બંનેએ ક્યારેય સાથે કામ નથી કર્યું. એવું કહેવામાં આવે છે કે જ્યારે સની દેઓલ સતત એક્શન ફિલ્મોનો ભાગ બની રહ્યો હતો, ત્યારે માધુરી તેની કારકિર્દીમાં તમામ પ્રકારની ભૂમિકાઓ અને ફિલ્મો કરવા ઈચ્છતી હતી.

સની દેઓલની ફિલ્મી કારકિર્દી: જણાવી દઈએ કે સની દેઓલે વર્ષ 1983 માં આવેલી ફિલ્મ ‘બેતાબ’ થી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. સની દેઓલે તેની કારકીર્દિમાં ડર, ઘાતક, ઈંડિયન, દામિની, ઝિદી, બોર્ડર, ફર્ઝ, ગદર જેવી ઘણી હિટ ફિલ્મો આપી. હાલમાં તે રાજકારણમાં વ્યસ્ત છે. સની પંજાબના ગુરદાસપુરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે.