વાસ્તુ દોષ સમાપ્ત કરવા માટે શ્રાવણ મહિનામાં કરો આ સરળ ઉપાય, દૂર થશે નકારાત્મકતા અને મળશે શિવના આશીર્વાદ

ધાર્મિક

જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ દોષના કારણે ઘરની શાંતિ ભંગ થઈ જય છે અને ઘરમાં હંમેશા લડાઈ-ઝઘડા જ થતા રહે છે. સાથે જ ઘરના સભ્યોના જીવન પર પણ વાસ્તુ દોષ ખરાબ અસર કરે છે. જો તમારા ઘરમાં પણ વાસ્તુ દોષ છે. તો તમે શ્રાવણ મહિના દરમિયાન નીચે જણાવેલ ઉપાય કરી લો. આ ઉપાય કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

ગંગા જળનો છંટકાવ: શ્રાવણ મહિનાના દરેક સોમવારે શિવજીની પૂજા કરો. શિવજીની પૂજા કર્યા પછી તમારા ઘરમાં ગંગા જળનો છંટકાવ કરો. ઘરમાં ગંગા જળ છાંટવાથી વાસ્તુ દોષ દૂર થશે. સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ વધશે. જે લોકોના ઘરમાં હંમેશા પરિવારના સભ્યો વચ્ચે લડાઈ થતી રહે છે, તે શ્રાવણના દરેક દિવસે આ ઉપાય કરો તો વધુ સારું રહેશે.

નકારાત્મક શક્તિઓ થાય દૂર: વાસ્તુ દોષ થવા પર ઘરમાં નકારાત્મક શક્તિઓનો આભાસ પણ થાય છે. નકારાત્મક શક્તિઓના કારણે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો તમને પણ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે, તો તમે શ્રાવણ મહિના દરમિયાન શિવજીની પૂજા જરૂર કરો અને શિવલિંગનો અભિષેક કર્યા પછી ઘરમાં જલહારીનું જળ ઘર પર છાંટવું જોઈએ. આ જળ છાંટતી વખતે ‘ૐ નમઃ શિવાય કરાલં મહાકાલ કાલં કૃપાલં ૐ નમઃ શિવાય’ મંત્રના જાપ પણ કરો. આમ કરવાથી નકારાત્મક ઉર્જાઓનો નાશ થશે અને ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

કરો રુદ્રાભિષેક: શિવનો રુદ્રાભિષેક કરવાથી પણ વાસ્તુ દોષ દૂર થાય છે. બીમારીથી બચવા માટે શ્રાવણ મહિનાની શિવરાત્રી પર ઘરના ઉત્તર-પૂર્વ(ઈશાન) અથવા બ્રહ્મા સ્થાનમાં રૂદ્રાભિષેક કરો. જ્યારે ધનના આગમન માટે, ઘરની પૂર્વ અથવા ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) દિશામાં બિલિનું વૃક્ષ લગાવો અને દરરોજ તેની પૂજા કરો. ઉત્તર-પૂર્વ દિશામાં ભગવાન શિવની પરિવાર સાથે તસવીર લગાવો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે. વાસ્તુ દોષોને કારણે આવતી બધી સમસ્યાઓ દૂર કરવા માટે તુલસીદાસજી દ્વારા રચિત શ્રી રુદ્રાષ્ટકમના પાઠ પણ કરો.

ગુગુળનો ધૂપ: શ્રાવણ મહિનામાં દરરોજ ઘરમાં ગુગળ અથવા લોબાનનો ધૂપ કરો અને ૐ નમઃ શિવાય મંત્રના જાપ કરો. આ ધૂપને આખા ઘરમાં ધુમાવો. આમ કરવાથી ઘરમાં રહેલી દરેક દુષ્ટ શક્તિનો નાશ થશે.

મીઠાના પાણીથી પોછા લગાવો: મીઠાના પાણીથી પોછા લગાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થઈ જાય છે. એટલા માટે તમે પોછા લગાવતા સમયે પાણીમાં થોડું મીઠું મિક્સ કરી શકો છો.

દરરોજ કરો પૂજા: જે ઘરમાં દરરોજ પૂજા કરવામાં આવે છે, ત્યાં વાસ્તુ દોષ પોતાની રીતે સમાપ્ત થઈ જાય છે. એટલા માટે તમે દરરોજ સવારે અને સાંજે ભગવાનની પૂજા કરો. આમ કરવાથી ઘર શુદ્ધ રહે છે અને વાસ્તુ દોષ દૂર થાય છે