ભારતીય સંસ્કૃતિ પર ગૌરવ કરતા બોલીવુડની આ 10 અભિનેત્રીઓ મોડર્ન હોવા છતા પણ નથી ભૂલતી સિંદૂર લગાવવાનું

બોલિવુડ

એક ચપટી સિંદૂરની કિંમત.. માત્ર એક વિવાહિત સ્ત્રી જ સમજી શકે છે કારણ કે એક ચપટીભર સિંદૂરમાં જ એક વિવાહિત સ્ત્રીનો સંપૂર્ણ સંસાર શમાયેલો હોય છે અને એક સુહાગનના 16 શણગારોમાં સિંદૂર તેના અખંડ સુહાગન હોવાનું સૌથી મોટું પ્રતિક માનવામાં આવે છે. અને આપણા હિન્દુ ધર્મમાં, સુહાગન સ્ત્રીઓ તેમના સુહાગના લાંબા આયુષ્ય માટે તેમની માંગને સિંદૂરથી સજાવે છે અને આ એક સુહાગન સ્ત્રીના સુહાગની સૌથી મોટી નિશાની માનવામાં આવે છે. આપણા બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેઓ મોડર્ન હોવા છતાં પણ ભારતીય પરંપરાને ભૂલી નથી અને આ પરિણીત અભિનેત્રી હંમેશાં તેની માંગ સિંદૂરથી સજાવીને રાખે છે, તો ચાલો આપણે જાણીએ કે આ લિસ્ટમાં કઇ કઈ અભિનેત્રીઓ શામેલ છે.

અનુષ્કા શર્મા: બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનું નામ આ લિસ્ટમાં શામેલ છે અને અનુષ્કા ભારતીય પરંપરાને દિલથી નિભાવે છે અને ખાસ પ્રસંગો પર તે પોતાની માંગમાં વિરાટના નામનો સિંદૂર જરૂર લગાવે છે.

દીપિકા પાદુકોણ: બોલિવૂડની સૌથી પ્રખ્યાત અને નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણે બલીવુડના સુપરસ્ટાર રણવીર સિંહ સાથે લગ્ન કર્યા છે અને દીપિકા તેના ધર્મ અને સંસ્કૃતિનું ખૂબ જ સમ્માન કરે છે અને તે દરેક ખાસ પ્રસંગે પોતાના પતિ રણવીરના નામનું સિંદૂર જરૂર લગાવે છે.

 

પ્રિયંકા ચોપડા: બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરીને ભલે વિદેશી બની ગઈ છે, પરંતુ આજે પણ પ્રિયંકા તેની ભારતીય પરંપરાને ભૂલી નથી અને ગર્વથી તેની માંગમાં સિંદૂર લગાવે છે.

એશ્વર્યા રાય: બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન તેના સંસ્કારો માટે જાણીતી છે અને એશ્વર્યા હંમેશાં પોતાના પતિ અભિષેકના નામનું સિંદૂર તેની માંગમાં લગાવે છે

બિપાશા બાસુ: બિપાશા આપણા બોલીવુડની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે અને તેણે કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા છે અને તે પણ તેની ભારતીય પરંપરાને સંપૂર્ણ રીતે નિભાવે છે અને હંમેશાં તેની માંગ સિંદૂરથી સજાવીને રાખે છે.

કરીના કપૂર: કરીના કપૂર ખાનનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે પરંતુ આજે પણ તે પોતાના હિન્દુ ધર્મની પરંપરાને ભૂલી નથી અને ઘણા ખાસ પ્રસંગો પર કરીના પોતાની માંગમાં સિંદૂર લગાવેલી જોવા મળે છે.

શિલ્પા શેટ્ટી: બોલિવૂડની ખૂબ જ સુંદર અને ફીટ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પ્રખ્યાત બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે અને શિલ્પા શેટ્ટી બોલીવુડની એક એક અભિનેત્રી છે જેમણે મોડર્ન હોવાની સાથે પોતાના સંસ્કારોને ભૂલ્યા નથી અને શિલ્પાનો સંસ્કારી લૂક હંમેશા સામે આવતો રહે છે જેમાં તે તેની માંગમાં સિંદૂર લગાવેલી જોવા મળે છે.

સોનમ કપૂર: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે 8 મે 2018 ના રોજ પ્રખ્યાત બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા અને સોનમ આપણા બોલીવુડની ફેશન આઇકોન માનવામાં આવે છે અને આટલી મોડર્ન હોવા છતાં પણ સોનમ જ્યારે ટ્રેડિશનલ લૂકમાં જોવા મળે છે ત્યારે તે પોતાની માંગમાં સિંદૂર લગાવેલી જોવા મળે છે.

રાની મુખર્જી: આ લિસ્ટમાં રાની મુખર્જીનું નામ પણ શામેલ છે અને રાની મુખર્જીએ બોલીવુડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા છે અને રાની ખાસ પ્રસંગો પર સિંદૂર લગાવેલી જોવા મળે છે.

વિદ્યા બાલન: આપણી બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા બાલન 14 ડિસેમ્બર 2012 ના રોજ સિદ્ધાર્થ રોય કપુર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી અને વિદ્યાની દેશી સ્ટાઈલ દરેકને પસંદ આવે છે અને વિદ્યા હંમેશાં તેની માંગ સિંદૂરથી સજાવીને રાખે છે.

Leave a Reply

Your email address will not be published.