લગ્ન પછી ધર્મેંદ્રની પહેલી પત્નીને ક્યારેય નથી મળી હેમા, અભિનેત્રીએ પોતે જણાવ્યું તેનું કારણ, જાણો અહીં

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર તે કલાકારમાં શામેલ છે જે તેમની ફિલ્મી લાઈફની સાથે જ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચમાં રહે છે. ધર્મેન્દ્રએ 19 વર્ષની ઉંમરમાં પહેલા લગ્ન કર્યા હતા. વર્ષ 1954 માં ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના લગ્ન થયા હતા. ધર્મેન્દ્રનું પરણિત હોવા છતા પણ ઘણી અભિનેત્રીઓ સાથે અફેયર ચાલ્યું હતું.

પહેલા લગ્ન પછી ધર્મેન્દ્રનું જે અભિનેત્રીઓ સાથે અફેયર ચાલ્યું તેમાં મીના કુમારી અને હેમા માલિનીનું નામ શામેલ છે. પછી ધર્મેન્દ્રએ હેમા સાથે બીજા લગ્ન કર્યા. હેમા અને ધર્મેન્દ્રએ વર્ષ 1980 માં સાત ફેરા લીધા હતા. જોકે ધર્મેન્દ્રએ તેની પહેલી પત્ની પ્રકાશને છૂટાછેડા આપ્યા ન હતા. આવી સ્થિતિમાં ધર્મેન્દ્ર એ મુસ્લિમ બનીને હેમા સાથે લગ્ન કર્યા.

ધર્મેન્દ્રના બીજા લગ્ન પહેલા લગ્નના 26 વર્ષ પછી થયા હતા. ત્યાં સુધીમાં ધર્મેન્દ્રના બાળકો પણ મોટા થઈ ગયા હતા અને હેમા સાથેના ધર્મેન્દ્રના સંબંધો પર ઘણી વાતો પણ થઈ રહી હતી, જોકે હેમા સાથે બીજા લગ્ન કર્યા હોવા છતાં, ધર્મેન્દ્રએ તેની પહેલી પત્ની અને બાળકોનું ખૂબ ધ્યાન રાખ્યું. ધર્મેન્દ્ર હેમાને પોતાના ઘરે ન લાવ્યા પરંતુ તેમણે હેમા માટે બીજું ઘર ખરીદ્યું. જેમાં આજે પણ હેમા રહે છે. હેમાઅ એ પણ ધર્મેંદ્રના પરિવારને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થવા ન દીધી.

હેમા માલિનીએ પોતાની બુક હેમા માલિની: બિયોન્ડ ધ ગર્લ માં તેના અને ધર્મેન્દ્રના સંબંધો વિશે ઘણી વાતોને જગ્યા આપી છે. હેમાએ જણાવ્યું છે કે ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા પછી તેના જીવનમાં કેવા પ્રકારનાં પરિવર્તન આવ્યા હતા. હેમાએ તેની બુકમાં જણાવ્યું છે કે, તે ધર્મેંદ્રના પહેલા ઘરમાં ક્યારેય ગઈ નથી અને તેમણે તેના પરિવારને પણ પરેશાન કર્યા નથી.

હેમા માલિનીની બુકમાં એ પણ ખુલાસો થયો છે કે, લગ્ન પહેલા હેમા ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરને ઘણી વાર મળી ચૂકી છે, પરંતુ લગ્ન પછી બંને ક્યારેય મળ્યા નથી.

હેમા માલોનીએ તેના એક ઈંટરવ્યૂમાં કહ્યું હતું કે, “હું કોઈને ડિસ્ટર્બ કરવા ઈચ્છતી નથી, ધરમજીએ મારા અને મારી પુત્રીઓ માટે જે કર્યું તેનાથી હું ખૂબ જ ખુશ છું.” તેણે એક પિતાની ભૂમિકા સારી રીતે નિભાવી. જેમ અન્ય પિતા નિભાવે છે. મેં પ્રકાશ વિશે ક્યારેય વાત કરી નથી પરંતુ હું તેમનો ખૂબ આદર કરું છું. મારી પુત્રીઓ પણ ધરમજીના પરિવારનો ખૂબ આદર કરે છે. ”

નોંધપાત્ર વાત એ છે કે, ધર્મેન્દ્ર કુલ 6 બાળકોનો પિતા છે. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરને 4 સંતાન સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ અને અજિતા દેઓલ છે. તે જ સમયે, ધર્મેન્દ્ર અને હેમાને બે પુત્રી ઇશા અને અહના દેઓલ છે. ધર્મેન્દ્ર તેની પત્ની અને બાળકો બંનેથી દૂર મુંબઈ નજીકના ફાર્મ હાઉસમાં રહે છે.