કેટરીના-વિકી ના લગ્નનો પહેલો વીડિયો આવ્યો સામે, કંઈક આ સ્ટાઈલમાં થયું મહેમાનોનું ગ્રેંડ વેલકમ

બોલિવુડ

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની વિધિઓ આજે 7 ડિસેમ્બરથી શરૂ થશે. લગ્નનું આયોજન રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં રાખવામાં આવ્યું છે. કેટરીના અને વિકી પોતાના પરિવાર સાથે કાલે રાજસ્થાન આવ્યા હતા. આ કપલના લગ્નને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. તેઓ આ લગ્ન સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા ઈચ્છે છે. આ દરમિયાન વેડિંગ વેન્યુ સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કિલ્લામાં મહેમાનોનું ગ્રેંડ વેલકમ: આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મહેમાનોનું ગ્રેંડ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. લગ્ન માટે કિલ્લાને સુંદર રોશનીથી સજાવવામાં આવ્યો છે. સાથે જ લગ્નમાં આવનાર મહેમાનોના સ્વાગત માટે ઝાલર વાળો એક મોટો સુંદર ગેટ મુખ્ય દરવાજા પર લગાવવામાં આવ્યો છે. કિલ્લામાં ફટાકડા સાથે હેવી લાઈટિંગ પણ કરવામાં આવી રહી છે.

‘ખ્વાજા મેરે ખ્વાજા’ થી સ્વાગત: ખાસ વાત એ છે કે મહેમાનોનું સ્વાગત કરવા માટે કેટલાક લોકો ફિલ્મ જોધા અકબરનું ગીત ‘ખ્વાજા મેરે ખ્વાજા’ ગાઈ રહ્યા છે. આ ગીત સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમને ખૂબ જ રોયલ સ્ટાઈલમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. મહેમાનોના સ્વાગતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે. જણાવી દઈએ કે આ લગ્નમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ હતો, આવી સ્થિતિમાં લોકો વિચારી રહ્યા છે કે આ વીડિયો કેવી રીતે લીક થયો?

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

માત્ર 120 મહેમાનોને આમંત્રણ: શુક્રવારે વિકી કેટરિનાના લગ્નને લઈને સવાઈ માધોપુરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર કિશનની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. તેમાં વેડિંગ પ્લાનર, હોટલ માલિકો, પોલીસ અધિક્ષક સહિત ઘણા મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન કલેક્ટરે મીડિયાને જણાવ્યું કે લગ્ન સમારોહ 7 થી 10 ડિસેમ્બર સુધી ચાલશે. આ લગ્નમાં 120 મહેમાનો આવશે. લગ્નમાં કોરોના સંબંધિત નિયમોનું ધ્યાન રાખવામાં આવશે.

કિલ્લામાં 48 રૂમ, ભાડું છે ખૂબ જ મોટું: એક સ્થાનિક પત્રકારના જણાવ્યા મુજબ બરવારા કિલ્લામાં કુલ 48 રૂમ છે. અહીં એક રૂમનું એક દિવસ માટે ભાડું પચાસ હજારથી લઈને સાત લાખ રૂપિયા સુધી છે. કેટરિના અને વિકી સ્પેશિયલ વેડિંગ સ્યુટમાં રોકાશે. આ સ્યુટનું એક દિવસનું ભાડું 7 લાખ રૂપિયા છે. સાથે જ લગ્નમાં આવેલા મહેમાનોની સુરક્ષામાં લાગેલા બાઉંસર અને ગાડિઓના ડ્રાઈવરો માટે પણ કિલ્લાની આસપાસની હોટલ અને ધર્મશાળાઓમાં રૂમ બુક કરવામાં આવ્યા છે.

ચુસ્ત સુરક્ષાની થશે વ્યવ્સ્થા: વિકી અને કેટરીના પોતાના લગ્નમાં કોઈ જોખમ લેવા ઈચ્છતા નથી. તેથી તેમણે ચુસ્ત સુરક્ષાની વ્યવસ્થા કરી છે. લગ્નમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. સાથે જ લગ્નમાં આવનારા લોકોને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ખરેખર કપલ પોતાના લગ્ન સમારોહને ખાનગી રાખવા ઈચ્છે છે. તેમના લગ્નની પહેલી તસવીરો તેમના દ્વારા જ શેર કરવામાં આવશે.

સંગીત અને હલ્દી: 7મી ડિસેમ્બરના રોજ સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વિકી અને કેટરીના ફિલ્મ સિંગ કી કિંગના ગીત તેરી ઓર પર પરફોર્મંસ આપશે. 8 ડિસેમ્બરે કેટરીના-વિકીની હલ્દી સેરેમની થશે. સવારે હલ્દી થશે અને સાંજે પાર્ટી હશે. પછી 9 ડિસેમ્બરે બપોરે સેહરા બંધીની વિધિ થશે. આ દિવસે રાત્રે કપલ સાત ફેરા લેશે.