જ્યારે પહેલી વાર મળ્યા હતા વિરાટ-અનુષ્કા, તો કોહલીએ કરી દીધી હતી આ મોટી ભૂલ

Uncategorized

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની જોડી ચાહકોને ખૂબ પસંદ છે. બંને સેલિબ્રિટીએ ઘણા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી હતી, ત્યાર પછી બંને સાત ફેરા લઈને હંમેશા-હંમેશા માટે એકબીજાના થઈ ગયા હતા. આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે વિરાટ અને અનુષ્કા એક એડ શૂટ દરમિયાન પહેલી વાર મળ્યા હતા અને અહીંથી જ બેંનેના પ્રેમની શરૂઆત પણ થઈ હતી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હંમેશા તેમના ચાહકોની વચ્ચે ચર્ચામાં રહે છે. ઘણીવાર તે બંને તેમના કામથી હેડલાઇન્સમાં રહે છે. ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરની પર્સનલ લાઈફ વિશે જાણવા માટે ચાહકો આતુર રહે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યારે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પહેલી વાર મળ્યા હતા, ત્યારે બંને વચ્ચે એક એવી ઘટના બની હતી, જેનો ખુલાસો વિરાટે પોતે જ કર્યો હતો.

એવું કહેવામાં આવે છે કે બંને જ્યારે પહેલી વખત મળ્યા હતા, ત્યારે આ મુલાકાત પહેલા અને તે મુલાકાત દરમિયાન વિરાટ કોહલી ખૂબ નર્વસ હતા. તેમણે ઉતાવળમાં અનુષ્કાને કંઇક એવું કહ્યું હતું જે અભિનેત્રીને પસંદ આવ્યું ન હતું, સાથે જ પછી વિરાટ પણ તેનાથી સહમત જોવા મળ્યો. તેમણે તેના એક ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરી હતી.

જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહેલી વાર એક શેમ્પૂની એડ દરમિયાન મળ્યા હતા. બંનેને એક એડમાં સાથે કામ કરવાનું હતું. બંને એક એડ શૂટ માટે પહોંચ્યા હતા અને તે સમય દરમિયાન વિરાટે અનુષ્કાને પહેલી વખત જોઈ ત્યારે તે ગભરાઈ ગયો અને અનુષ્કાને કંઈક એવું કહ્યું જે કદાચ તે સમયે કહેવું યોગ્ય ન હતું. વિરાટનું પણ આવું જ માનવું છે.

વિરાટે તેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે એડ શૂટ માટે અનુષ્કા આવી હતી ત્યારે તેણે ખૂબ ઉંચી હીલ્સ પહેરી હતી. આ જોઈને વિરાટ કોહલીએ અભિનેત્રીને કહ્યું કે, તે 6 ફૂટ ઉંચા નથી તેથી તેને આટલી ઉંચી હિલ્સ પહેરવાની જરૂર નથી. તેના જવાબમાં અભિનેત્રીએ વિરાટને કહ્યું હતું કે, એક્સક્યૂઝ મી. વિરાટનું માનવું હતું કે, કદાચ તેમણે ખોટા સમયે ખોટી વાત કહી દીધી. ત્યાર પછી તેમણે કહ્યું કે તે માત્ર મજાક કરી રહ્યા હતા.

આ મુલાકાત પછી વિરાટ કોહલી અને અનુષ્કા વચ્ચે મુલાકાત શરૂ રહી. બંનેને એ અહેસાસ થઈ ગયો હતો કે બંને એકબીજા માટે જ બન્યા છે. બંનેએ એકબીજાને ડેટ કરવા લાગ્યા અને લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી બંનેએ તેમના પ્રેમના સંબંધને લગ્નના સંબંધમાં ફેરવવાનું નક્કી કર્યું. વિરાટ અને અનુષ્કાએ ડિસેમ્બર 2017 માં ઇટાલીમાં લગ્ન કર્યા. ગયા મહિને 11 જાન્યુઆરીએ વિરાટ અને અનુષ્કા એક પુત્રીના માતાપિતા બન્યા છે, જેનું નામ કપલે ‘વામિકા’ રાખ્યું છે.

2 thoughts on “જ્યારે પહેલી વાર મળ્યા હતા વિરાટ-અનુષ્કા, તો કોહલીએ કરી દીધી હતી આ મોટી ભૂલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *