બોલીવુડની આ 5 અભિનેત્રીઓએ પહેલા આપ્યો બાળકને જન્મ અને પછી પિતા સાથે કર્યા લગ્ન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલીવુડમાં અવારનવાર કોઈને કોઈ નવા સમાચારો આવતા રહે છે. ક્યારેક કોઈનું બ્રેકઅપ, તો કોઈનું અફેર વગેરે. પરંતુ આ બધાની વચ્ચે, બોલિવૂડની કેટલીક સ્ટોરીઓ એવી પણ છે જે સંપૂર્ણ રીતે બહાર આવતી નથી. આવી જ કેટલીક સ્ટોરીઓ અમે તમારા માટે બહાર લઈને આવ્યા છીએ. ઇન્ડસ્ટ્રીમાં કેટલીક એવી અભિનેત્રીઓ પણ રહી છે, જેઓ તેમના લગ્ન પહેલા પ્રેગ્નેંટ થઈ ચુકી છે.

શ્રીદેવી: બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર કહેવાતી શ્રીદેવીએ મીડિયામાં લગ્ન પહેલા પ્રેગ્નેંટ હોવાના સમાચાર જાહેર કર્યા હતા. ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ ફિલ્મના શૂટિંગ દરમિયાન શ્રીદેવી અને બોની કપૂર વચ્ચે ઘણી નિકટતા વધી હતી. શ્રીદેવીએ પ્રેગ્નેંટ હોવાના સમાચાર જાહેર કર્યા તે સમયે બોની કપૂર પહેલાથી જ પરણિત હતા. પછી બોનીએ પોતાની પહેલી પત્નીને છુટાછેડા આપીને 1996 માં શ્રીદેવી સાથે લગ્ન કર્યા.

નીના ગુપ્તા: આજની તારીખમાં નીના ગુપ્તા એક મોટું નામ છે. તે તેની અનોખી અને શ્રેષ્ઠ એક્ટિંગ માટે જાણીતી છે. 80 ના દાયકામાં જ્યારે વેસ્ટઈંડીઝના ક્રિકેટર વિવિયન રિચાર્ડ કેરેબિયન ટીમ સાથે ઈંડિયાની ટૂર પર આવ્યો હતો, ત્યારે એક ફંક્શન દરમિયાન તેની મુલાકાત નીના સાથે થઈ હતી. આ પહેલી મુલાકાત ટૂંક સમયમાં જ પ્રેમમાં બદલાઈ ગઈ. પરંતુ વિવિયન પહેલાથી જ પરિણીત હતો. એટલા માટે વિવિયને નીના સાથે લગ્ન ન કર્યા અને નીનાએ તેની પુત્રીનો એકલા જ ઉછેર કર્યો.

સારિકા: શ્રુતિ હાસનની માતા સારિકા પણ બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક રહી છે. સાઉથ સ્ટાર કમલ હાસન અને સારિકાની મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી. ત્યાર પછી કમલ તેની પત્ની સાથે છૂટાછેડા લઈને સારિકા સાથે રહેવા લાગ્યો હતો. આ દરમિયાન સારિકા પ્રેગ્નેંટ હોવાની વાત પણ દરેક સામે આવી હતી. વર્ષ 1986 માં સારિકાએ શ્રુતિ હાસનને જન્મ આપ્યો હતો અને તેના બે વર્ષ પછી 1988 માં આ કપલે લગ્ન કર્યાં હતાં. વર્ષ 1991 માં સારિકાએ તેની બીજી પુત્રી અક્ષરાને જન્મ આપ્યો. વર્ષ 2004 માં કમલ હાસન અને સારિકાના છૂટાછેડા થયા હતા.

મહિમા ચૌધરી: મહિમા ચૌધરીએ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘પરદેસ’ થી ડેબ્યૂ કર્યું હતું. મહિમા ચૌધરી આજે લાઇમલાઇટથી ખૂબ દૂર છે. મહિમાને એક વખત સુભાષ ઘઇ સાથે કરાર તોડવાને કારણે કોર્ટની ચક્કર લગાવી પડી હતી અને તો ક્યારેક તેને બ્લેક મનીના કેસમાં કોર્ટમાં જવું પડતું હતું. ત્યાર પછી તેણીએ એકવાર પ્રાઈવેટ સેરેમનીમાં તેના બોયફ્રેન્ડ બોબી મુખરજી સાથે લગ્ન કર્યા હતા અને કોઈને જાણ થવા દીધી ન હતી. લગ્નના થોડા દિવસો પછી તેણે તેની પ્રેગ્નેંસીના સમાચાર જણાવ્યા. તે લગ્ન પહેલા પ્રેગ્નેંટ થઈ ચુકી હતી.

કોંકણા સેન શર્મા: ભારતીય સિનેમાની એક શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પોતાની ઓળખ બનાવનાર કોંકણા સેન શર્માએ અભિનેતા રણવીર શોરે સાથે એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. તેમણે લગ્નના થોડા મહિના પછી જ એક પુત્ર રાહુલને જન્મ આપ્યો હતો. આ એટલા માટે કારણ કે કોંકણા પહેલાથી જ પ્રેગ્નેંટ હતી. હવે બંને પતિ-પત્ની અલગ થઈ ચુક્યા છે અને કોંકણા એક સિંગલ મધર છે.