મહિનાનો પ્રથમ દિવસ આ 6 રાશિઓ માટે રહેશે ખાસ, વાંચો તમારું રાશિ ભાગ્ય

ધાર્મિક

અમે તમને રવિવાર 1 નવેમ્બરનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો છો કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તો પછી વાંચો રાશિફળ 1 નવેમ્બર 2020.

મેષ: આજે તમારા માટે આવકના નવા સ્રોત બનશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. નોકરીની સારી ઓફર મળી શકે છે. અંદાજ હાનિકારક સાબિત થઈ શકે છે, તેથી દરેક પ્રકારના રોકાણ વખતે સંપૂર્ણ કાળજી લેવી. એકાગ્રતાન અભાવમાં તમે કોઈ ભૂલ કરશો. અધિકારીઓને ગુસ્સો આવી શકે છે. તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે.

વૃષભ: આજે કોઈ વ્યક્તિ ઉપર વધુ વિશ્વાસ ન કરો.પ્રેમ સંબંધોમાં તમે નિકટતાનો અનુભવ કરશો. આકસ્મિક ઘટનાઓ પરેશાન કરશે. વધતા જતા ખર્ચને પહોંચી વળવા માટે નવા કામ શરૂ કરશો. શેર-સટ્ટાથી રોકાણમાં ફાયદો થશે. સંતાનોની સમસ્યા હલ થશે. તમારું વિવાહિત જીવન પણ સુખી રહેશે. ધંધામાં ભાગદોડની સ્થિતિ રહેશે. ધંધાકીય વ્યક્તિઓ આજે વધુ નફો મેળવશે.

મિથુન: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા નિર્ણયથી એવી કોઈ વ્યક્તિને દુઃખ ન થાય જે તમારા પર ભાવનાત્મક રીતે નિર્ભર હોય. ધંધાકીય બાબતમાં સફળતા મળવાની સંભાવના છે. નવા સોદા વ્યવસાયના વિસ્તારમાં મદદરૂપ થઈ શકે છે. બીજાની બાબતોમાં દખલ કરવાને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. પગારદાર લોકોને પોતાનું નિયમિત કાર્ય પૂર્ણ કરવા સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કર્ક: આજે તમે તમારા બોસની અપેક્ષા મુજબ કામ કરશો. આખો દિવસ ધર્મ-કર્મમાં પસાર થશે. આર્થિક લાભ મળશે. કોઈ તીર્થસ્થળની મુલાકાત લેવાની યોજના હશે. વડિલના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. યુવાનોને માન-સન્માન અને એવોર્ડ મળશે. કોઈ મહત્વની નોકરી બંધ થવાથી મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય યોગ્ય નથી. સમાજમાં માન-સન્માન રહેશે. ઘર પરિવાર સાથે સારો સમય પસાર થશે.

સિંહ: આજે તમને દિવસ દરમ્યાન સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. આ તબક્કે તમારું સ્વાસ્થ્ય ગંભીર ચિંતાનો વિષય છે. તમારા વિચારોને વિસ્તૃત કરવા અને રચનાત્મક સ્વપ્નને પૂર્ણ કરવાનો રસ્તો શોધો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. સ્થાવર મિલકતથી લાભ થશે. કેટલાક સારા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. સ્વભાવમાં જીદ રહેશે. તમારી નોકરીમાં સાવચેત રહેવું. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એ એક સરસ વિચાર રહેશે.

કન્યા: તમે તમારા મિત્રો, સંબંધીઓ અને ભાઈ-બહેન સાથે મોજ-મસ્તી કરી શકો છો. કલાકારોની કલાની પ્રશંસા કરવામાં આવશે. તમારા જીવનસાથી સાથે પ્રેમ રહેશે. મિત્રો સાથે ફરવા જવાની યોજના બની શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. વ્યાવસાયિક મોરચે તમારા લક્ષ્યને પૂર્ણ કરવા માટે તમારા પર દબાણ રહેશે. વિદ્યાર્થીઓ માટે ચીજો સરળતાથી ચાલશે. તમે તમારા ખર્ચને નિયંત્રિત કરી શકશો નહીં.

તુલા: નફાકારક યોજનામાં મૂડી રોકાણ કરવાનું મન થશે. મૈત્રીપૂર્ણ પરિવારની સહાયથી કાર્ય સરળતાથી પૂર્ણ થશે. જમીન અને વાહન સંબંધિત કામ માટે અનુકૂળ સમય છે. આજે તમને માનસિક શાંતિ મળશે. તમે તમારી નોકરી અને વ્યવસાયના પરિણામોથી ખુશ થશો. પ્રેમ કરવાની અને મેળવવાની સ્વતંત્રતા રહેશે. તમારી લવ લાઇફમાં કંઈક સકારાત્મક હોવું જોઈએ.

વૃશ્ચિક: પ્રેમ અને મોબ્બતના દ્રષ્ટિકોણથી એક અદ્ભુત દિવસ છે. ભરપૂર આત્મવિશ્વાસ અને મજબૂત મનોબળ સાથે તમે કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો. કૌટુંબિક જીવન સારું રહેશે. તમારા મોટા ભાઈ-બહેન તમારો સાથ આપશે. નાની-નાની બાબતો પર ગુસ્સે થવાનું ટાળો. તમારું સ્વસ્થ્ય નબળું પડી શકે છે. કાર્યસ્થળ પર કેટલીક નવી બાબતોનો સ્વીકાર કરવો પડશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે.

ધન: નોકરીમાં પ્રમોશન અને આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થવાથી ખૂબ આનંદ અને સંતોષ મળશે. તમારા હસી-મજાકનો સ્વભાવ કોઈ બીજાને તમારા જેવી આ ક્ષમતા વિકસાવવા માટે પ્રેરણા આપી શકે છે. મિત્ર, પત્ની, પુત્ર વગેરે તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. ધંધામાં નવા ફાયદાકારક સોદા થઈ શકે છે. રોનોકરી કરતા લોકો માટે દિવસ સારો છે. તમે દિવસભર કોઈને કોઈ બાબતે ચિંતિત રહેશો.

મકર: આજે તમારા મનમાં ઘણા વિચારો ઉભા થઈ શકે છે. માન પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને મોજ-શોખ અને મનોરંજન પાછળ ખર્ચ થશે. મધુર વ્યવહારથી મિત્રોને મનાવી લેશો. મિત્રોના સહકારથી અટકેલા કાર્ય પૂર્ણ થશે. અચાનક લાભની તકો મળશે. તમારા પ્રયત્નોથી ચોક્કસપણે સકારાત્મક પરિણામો મળશે. તમારા માતાપિતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. કોઈ પણ જૂની બીમારી પરેશાન કરી શકે છે. કોઈ બાબત પર મૂંઝવણ થઈ શકે છે.

કુંભ: આજે તમારી યોજનાઓ અંતિમ ક્ષણે બદલાઈ શકે છે. અતિશય પૈસા ખર્ચ થશે. ખાવા પીવામાં સંયમ રાખવો પડશે. નોકરીમાં પ્રમોશન નિશ્ચિત છે. જવાબદારી નિભાવવામાં સમર્થ રહેશો. બેદરકારી અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. મિત્રો સાથે મુલાકાતથી મન પ્રસન્ન રહેશે. જે ચીજો કાલ સુધી સમજની બહાર હતી તે આજે સરળ નજર આવવા લાગશે. બીમારીમાં પૈસા ખર્ચ થશે.

મીન: આજે નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. દુશ્મનોથી સાવચેત રહો. ઇચ્છા ન હોવા છતા પણ કોઈને પૈસ ઉધાર આપવા પડશે. આજે કલાત્મકતામાં સુધારો લાવવાનો દિવસ છે. આજે મનોરંજન પાછળ ખર્ચ કરશો. ઘરમાં સુખ અને શાંતિ રહેશે. કોઈ જોખમ ન લો. રોકાણ કરતી વખતે સાવચેત રહો. પરિવારમાં સોખ-સમૃદ્ધિ આવશે.

1 thought on “મહિનાનો પ્રથમ દિવસ આ 6 રાશિઓ માટે રહેશે ખાસ, વાંચો તમારું રાશિ ભાગ્ય

Leave a Reply

Your email address will not be published.