શ્રાવણ મહિનાના પહેલા દિવસે ઘરે લઈ આવો આ 5 ચીજો, જીવનની દરેક સમસ્યા દૂર કરશે ભોલેનાથ

ધાર્મિક

દર વર્ષે ભોલેનાથના ભક્તો શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જુવે છે. આ વર્ષે શ્રાવણ મહિનો 25 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ રહે છે. આ મહિનામાં શિવભક્તો ભોલેનાથ માટે વ્રત રાખે છે, કાવડ મુસાફરી પર જાય છે, શિવલિંગને વિશેષ રીતે સજાવે છે અને નએક પ્રકારના ઉપાય કરે છે. દરેકનો હેતુ શિવને પ્રસન્ન કરવાનો હોય છે. કહેવાય છે કે આ મહિનામાં જે વ્યક્તિ શિવજીને પ્રસન્ન કરી દે છે, તેની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં કેટલીક વિશેષ ચીજો ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આ મહિનામાં આ ચીજોને તમારા ઘરે લાવો છો, તો શિવજી પ્રસન્ન થઈને તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. આ બધી ચીજો મહાદેવને ખૂબ જ પ્રિય છે.

રાખ: રાખ એ ભોલેનાથની પ્રિય ચીજ છે. શ્રાવણ મહિનામાં તમે શિવ મંદિરથી રાખ લાવીને પૂજા સ્થળમાં રાખી શકો છો. આ રાખ સાથે શિવની પૂજા કરવાથી ખૂબ લાભ મળે છે. વધેલી રાખને તિજોરીમાં અથવા પૈસા મુકવાની જગ્યા પર રાખી શકાય છે. તેનાથી પૈસાની ક્યારેય અછત થતી નથી. સાથે જ દુઃખ પણ દૂર થાય છે.

રુદ્રાક્ષ: રુદ્રાક્ષ પણ શિવને ખૂબ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે શિવજી સાક્ષાત આ રુદ્રાક્ષમાં વાસ કરે છે. શ્રાવણ મહિનામાં તેને ઘરે લાવવાથી સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત જીવનની અનેક સમસ્યાઓથી છુટકારો પણ મળી જાય છે.

ગંગાજલ: મહાદેવને જળ અને ગંગાજળ બંને ખૂબ પ્રિય છે. આ જ કારણ છે કે શિવલિંગ પર એક લોટો જળ ચળાવવાથી પણ શિવજી પ્રસન્ન થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમે શ્રાવણ મહિનામાં ગંગા જળ લાવીને તેનાથી શિવજીનો અભિષેક કરો, તો તમને તેના આશીર્વાદ મળે છે. શિવજી તમારા ઘરે પૈસાનો વરસાદ કરે છે. તમારે ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી.

ચાંદીના બિલિ પત્ર: પૌરાણિક કથાઓમાં શિવ પૂજામાં બિલિ પત્રનું મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીને બિલિ પત્ર ચળાવવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. પરંતુ જો શ્રાવણ મહિનામાં બિલિ પત્ર સરળતાથી ન મળી શકે તો તમે ચાંદીનું બિલિ પત્ર બનાવીને ઘરે લાવી શકો છો. તેને શ્રાવણ મહિનામાં દરરોજ શિવજીને અર્પણ કરો. આ કરવાથી તમારા ઘરના બધા શુભ કાર્યો ઝડપથી અને સારી રીતે પૂર્ણ થાય છે.

પારદ શિવલિંગ: પારદ અને શિવનો એક વિશેષ સબંધ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો શ્રાવણ મહિનામાં પારદ શિવલિંગને ઘરે લાવીને તેની પૂજા કરો છો અને અભિષેક કરો છો તો તમારા પરથી તમામ પ્રકારના દોષો દૂર થાય છે. એવું પણ માનવામાં આવે છે કે જે ભક્ત પારદ શિવલિંગની પૂજા કરે છે, ભગવાન મહાકાલ પોતે જ તેનું રક્ષણ કરે છે. આ શિવલિંગ ઘરમાં સુખ-શાંતિ લાવે છે. તેનાથી ઘરમાં કોઈ બીમાર નથી રહેતું. સંપત્તિમાં પણ વધારો થાય છે.