15 માર્ચ એટલે કે આજના દિવસે જ રમવામાં આવી હતી પહેલી ટેસ્ટ ક્રિકેટ મેચ, જુવો પહેલી ટેસ્ટ મેચની તસવીરો

રમત-જગત

ક્રિકેટનું સૌથી મોટું ફોર્મેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટ ની શરૂઆત આજના દિવસે થઈ હતી. ટેસ્ટ ક્રિકેટની પહેલી મેચ 15 માર્ચ 1877ના રોજ રમાઈ હતી. તે મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. તેમાં ઓસ્ટ્રેલિયાનો સામનો ઈંગ્લેન્ડ સામે થયો હતો. તે સમય દરમિયાન ઓલ ઈંગ્લેન્ડ (ઈંગ્લેન્ડ) વિરુદ્ધ ન્યૂ સાઉથ વેલ્સ-વિક્ટોરિયા ઈલેવન (ઓસ્ટ્રેલિયા) વચ્ચે રમવામાં આવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડની ટીમને 45 રનથી હરાવીને જીત મેળવી હતી.

પહેલી ટેસ્ટ મેચ પણ ખૂબ જ રસપ્રદ મેચ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે પહેલી ઈનિંગમાં 169.3 ઓવરમાં 245 રન બનાવ્યા હતા. ચાર્લ્સ બેનરમેને એકલા કુલ સ્કોરમાંથી 67.3% સ્કોર બનાવ્યો હતો. તેમણે 18 ચોગ્ગાની મદદથી કુલ 165 રન બનાવ્યા હતા.

ત્યાર પછી તે ઘાયલ થઈ ગયા હતા અને પરત ચાલ્યા ગયા હતા. જોકે, તે બીજી ઇનિંગમાં કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. ચાર્લ્સ બેનરમેન બીજી ઈનિંગમાં 10 બોલમાં એક ચોગ્ગાની મદદથી 4 રન પર બોલ્ડ થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગ 68 ઓવરમાં 104 રન પર ઓલાઆઉટ થઈ ગઈ હતી.

ઈંગ્લેન્ડ 200 થી વધુ સ્કોર ન કરી શકી: ઈંગ્લેન્ડની ટીમ પહેલી ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી. પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 136.1 ઓવરમાં 196 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હેરી જેપે અડધી સદીની ઇનિંગ રમી હતી. તેમણે 241 બોલમાં બે ચોગ્ગાની મદદથી સૌથી વધુ 63 રન બનાવ્યા હતા.

ત્યાર પછી હેરી ચાર્લવુડે 36 અને એલન હિલે અણનમ 35 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની બેટિંગ ખરાબ રહી હતી. માત્ર એક ખેલાડી 35+ સ્કોર કરી શક્યો હતો. વિકેટકીપર જોન સેલ્બીએ 81 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા.

કેંડલ એ ઝાટકી સૌથી વધુ વિકેટ: ઓસ્ટ્રેલિયાના ટોમ કેન્ડલે પહેલી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. તેમને પહેલી ઈનિંગમાં માત્ર એક જ વિકેટ મળી હતી, જ્યારે બીજી ઈનિંગમાં તેમણે સૌથી વધુ સાત વિકેટ ઝડપી હતી.

બિલી મિડવિન્ટરે પહેલી ઈનિંગમાં સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિંગમાં માત્ર એક વિકેટ લીધી હતી. સાથે જ ઈંગ્લેન્ડના અલ્ફ્રેડ શોએ સૌથી વધુ 8 વિકેટ લીધી હતી. તેમણે પહેલી ઈનિંગમાં ત્રણ અને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી.

શતાબ્દી ટેસ્ટમાં તે જ માર્જિનથી પરાજય થયો હતો: તે માત્ર એક સંયોગ છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 45 રને હરાવીને મેચ પર કબજો કર્યો હતો. તે જ રીતે ટેસ્ટની શતાબ્દી મેચમાં પણ કંઈક આવું જ બન્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 100મી ટેસ્ટ મેચમાં પણ ઇંગ્લેન્ડને તે જ મેદાન (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ) પર તે જ માર્જિન (45 રન)થી હરાવ્યું હતું. આ મેચનું ઉદઘાટન મેચની ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું હતું.