શિવાંગી જોશી ન હતી નાયરા ના પાત્રની પહેલી પસંદ, શિવાંગી પહેલા આ 6 અભિનેત્રીઓએ કર્યો હતો આ રોલને રિજેક્ટ

મનોરંજન

સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ આજે પણ ટીવી ઈંડસ્ટ્રીની સૌથી લોકપ્રિય સિરિયલના લિસ્ટમાં શામેલ છે. અને આ જ કારણ છે કે આ સીરિયલનો એક બીજો અધ્યાય બનાવવાની તેના નિર્માતા-નિર્દેશકને ફરજ પડી. અને જો તમે આ અધ્યાય જોયો હોય, તો તેમાં એક નાયરા નામનું પાત્ર હતું, જે લીડ રોલ પણ હતો. આવી સ્થિતિમાં આજે આ પોસ્ટ દ્વારા અમે તમને કેટલીક એવી અભિનેત્રીઓનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેમને નાયરાની ભૂમિકા નિભાવવાની ઓફર મળી હતી, પરંતુ તેઓએ જાતે જ તેનો ઇનકાર કર્યો હતો.

ટીના દત્તા: નયારાના રોલ માટે અભિનેત્રી ટીના દત્તાને ઓફર મોકલવામાં આવી હતી. જે કલર્સ પર પ્રસરિત થતો શો ‘ઉતરન’ ની લીડ અભિનેત્રી રહી હતી. પરંતુ ટીનાની પહેલી સીરિયલ ઉતરન એક ફેમિલી ડ્રામાની સીરિયલ હતી એટલા માટે તે આ વખતે કંઈક નવું કરવા ઇચ્છતી હતી અને આ કારણે તેણે ફેમિલી ડ્રામા ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ના નાયરાના પાત્રનો ઈનકાર કર્યો.

રૂપલ ત્યાગી: અભિનેત્રી રૂપલ ત્યાગી કોઈ અન્ય નહીં પરંતુ સીરિયલ ‘સપને સુહાને લડકપન કે’માં જોવા મળેલી અભિનેત્રી છે. જણાવી દઈએ કે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સિરિયલના સેટ પરથી રૂપલને નાયરાની ભૂમિકા માટે ઓફર મળી હતી, પરંતુ ખરેખર રૂપલ જ્યારે નાયરાના રોલ માટે પહોંચી ત્યારે તેનું વજન આ પાત્ર માટે ખૂબ વધુ હતું અને આ કારણે રૂપલ આ રોલ કરી શકી નહિં.

જન્ન્ત ઝુબેર: શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ટિક-ટોક પર આજે ખૂબ પ્રખ્યાત થઈ ચૂકેલી અભિનેત્રી જન્ન્ત ઝુબૈર રહેમાનીએ તેની કારકિર્દીની શરૂઆત એક બાળ કલાકાર તરીકે કરી હતી. જણાવી દઈએ કે સૌથી પહેલા ‘ફુલવા’ નામની એક સીરિયલમાં જન્નત જોવા મળી હતી ત્યાર પછી તે નિર્દેશકોની નજરમાં હતી. અને આ કારણે નાયરાના રોલ માટે જન્નતને પણ ઓફર આપવામાં આવી હતી પરંતુ ત્યારે તેણે ટીવી ઈંડસ્ટ્રીમાંથી બ્રેક લઈ લીધો હતો તેથી તેણે આ પાત્ર નિભાવવા માટે ના પાડી હતી.

સનાયા ઈરાની: ટીવી ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી સનાયા ઈરાની જે ઘણી મોટી અને પ્રખ્યાત સીરિયલને પોતાના નામે કરી ચુકી છે. પરંતુ હિના ખાનની વિરુદ્ધમાં તે નાયરાના આ લીડ રોલને નિભાવવા ઇચ્છતિ ન હતી કારણ કે આ રોલ કરતા તેને અક્ષરાનો રોલ નિભાવી રહેલી હિના ખાનની પુત્રી બનવું પડત. અને આ કરણે તેણે નાયરાના રોલ માટે મળેલી ઓફરનો ઈનકાર કર્યો હતો.

ઇશિતા દત્તા: અભિનેત્રી ઇશિતા દત્તા બીજું કોઈ નહીં પણ પ્રખ્યાત સીરિયલ ‘બેપનાહ પ્યાર’માં મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળી હતી. પરંતુ જ્યારે તેને નાયરાના રોલ માટે ઓફર મળી ત્યારે તેણે તેના માટે ઈનકાર કર્યો હતો. જોકે હજી સુધી એ વાત સામે આવી નથી કે તેની પાછળ કારણ શું હતું.

દિગાંગના સૂર્યવંશી: સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરિયલ ‘એક વીર કી અરદાસ વીરા’માં અભિનેત્રી દિગાંગના સૂર્યવંશીએ વીરાની મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જણાવી દઇએ કે દિગાંગના આ શોના બીજા અધ્યાયમાં જોવા મળી હતી, જેમાં વીરા ખૂબ મોટી થઈ ગઈ હતી. અને આ શો પછી તેને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ની નયારાના પાત્ર માટે ઓફર મળી હતી, પરંતુ ત્યારે તે ટીવી ઈંડસ્ટ્રીથી દૂર રહેવાનું નક્કી કરી ચુકી હતી.

41 thoughts on “શિવાંગી જોશી ન હતી નાયરા ના પાત્રની પહેલી પસંદ, શિવાંગી પહેલા આ 6 અભિનેત્રીઓએ કર્યો હતો આ રોલને રિજેક્ટ

  1. Pingback: stromectol 100mg

Leave a Reply

Your email address will not be published.