પહેલા હતા એક સામાન્ય મેથ્સ ટીચર, આ એપ દ્વારા બદલાઈ ગયું તેમનું જીવન અને બની ગયા નાની ઉંમરે કરોડપતિ

Uncategorized

ફોર્બ્સ દ્વારા થોડા સમય પહેલા ભારતના સૌથી ધનિક લોકોનું લિસ્ટ બહાર પાડવામાં આવીવ્યું હતું. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 37.3 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે સૌથી અમીર ભારતીય રહ્યા. આ જ લિસ્ટમાં સૌથી નાની ઉંમરના બે અમીર વ્યક્તિ બાયજૂ રવિન્દ્રન અને દિવ્યા ગોકુલનાથના શામેલ હતા. તેની કુલ સંપત્તિ 3.05 અબજ ડોલર એટલે કે 22.3 હજાર કરોડ રૂપિયા છે.

આ એપથી બન્યા કરોડપતિ: 39 વર્ષીય બાયજૂ રવિન્દ્રન પહેલા એક સામાન્ય મેથ્સ ટીચર હતા, તેમણે 2011 માં ઓનલાઇન એડ-ટેક કંપનીની સ્થાપના કરી હતી. તે ટેકનોલોજી ઉદ્યોગસાહસિક અને ભારતની લોકપ્રિય લર્નિંગ એપ BYJU’s ના સીઇઓ છે. આ કંપનીના ઇન્વેસ્ટર્સમાં માર્ક ઝુકરબર્ગ અને ટેનસેંટ જેવા લોકો શામેલ છે. જાન્યુઆરી 2020 માં તેના અંતિમ ભંડોળની કિંમત 8 અબજ ડોલર હતી. 42 મિલિયન ડાઉનલોડ વાળા BYJU એપ નો હેતુ 1 થી 12 ધોરણ સુધીના બાળકોને શિક્ષણ આપવાનો છે.

પહેલા હતા મેથ્સ ટીચર: રવિન્દ્રને એન્જિનિયરિંગ કર્યું છે. તે મિત્રોને ગણિત શીખવતા હતા. તેમણે કેટ 2003 માં તેણે 100% સ્કોર બનાવ્યો હતો. આ પછી તે ફૂલ ટાઈમ ટીચર બન્યા. જ્યારે વિદ્યાર્થી વધવા લાગ્યા તો તેમણે સેટેલાઈટ કોમ્યુનિકેશનથી ક્લાસ લેવાનું શરૂ કર્યું. ત્યાર પછી 2015 માં તેણે પોતાની ઓનલાઈન ક્લાસ એપ લોન્ચ કરી. આ માટે તેમણે થિંક એન્ડ લર્નની સ્થાપના કરી. તે સ્ટાર્ટઅપ કેટેગરીમાં ઇવાઇ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડ 2018 પણ જીતી ચુક્યા છે.

વિદ્યાર્થી જ બની પત્ની અને કંપનીની કો-ફાઉંડર: રવિન્દ્રનની પત્ની દિવ્યા ગોકુલનાથ BYJUની કો-ફાઉંડર છે. તે પણ માત્ર 34 વર્ષની ઉંમરે અબજોપતિ બની હતી. રસપ્રદ વાત એ છે કે તે પહેલા રવિન્દ્રનની વિદ્યાર્થી હતી, પરંતુ હવે તે તેમની કંપની ચલાવવામાં મદદ કરે છે. તે બેંગ્લોરની આરવી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી બાયોટેકનોલોજીમાં એન્જિનિયરિંગ સ્નાતક છે. તે માસ્ટર માટે વિદેશ જવા ઇચ્છતી હતી. આ માટે, તેને ઝીઆરઈ ક્રેક કરવાની હતી. આ સંદર્ભમાં તેણે ગણિતમાં સુધારો લાવવા માટે તેણે બાયૂઝ રવિન્દ્રનના ક્લાસ જોઈન કર્યા હતા. તેમના વિશે તેમણે એક મિત્ર પાસેથી સાંભળ્યું હતું.

દિવ્યા કહે છે કે જ્યારે મેં જીઆરઈ પરીક્ષા આપી ત્યારે મેં રવિન્દ્રને આ વાત કહી અને કહ્યું કે હું પરિણામની રાહ જોઈ રહી છું. જોકે તેમણે સલાહ આપી કે મારે બીજાને ભણાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવી સ્થિતિમાં મેં મેથ્સ, અંગ્રેજી અને રિઝનિંગમાં ઘણા ક્લાસ લેવાનું શરૂ કર્યું. પછી જ્યારે પરિણામ આવ્યું, ત્યારે ખબર પડી કે હું અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓ માટે સિલેક્ટ થઈ ગઈ છું, પરંતુ મેં ત્યાં જ રહેવાનું નક્કી કર્યું.

Leave a Reply

Your email address will not be published.