જાણો શા માટે હનુમાનજીએ ધારણ કર્યું હતું પંચમુખી સ્વરૂપ, તેની સાથે જોડાયેલી છે એક પૌરાણિક કથા

ધાર્મિક

હનુમાનજીના પંચમુખી સ્વરૂપની પૂજા કરવાથી સૌથી મોટી સમસ્યા સમાપ્ત થાય છે. હનુમાનજીના પંચમુખી સ્વરૂપ સાથે એક પૌરાણિક કથા જોડયેલી છે, જે રામાયણના સમયની છે. એવું કહેવામાં આવે છે કે રામજીને યુદ્ધમાં હરાવવા માટે રાવણે તેના ભાઈ અહિરાવણની મદદ લીધી હતી. તેમના ભાઈ રાવણને જીતાડવા માટે આહિરાવણે એક ચાલ ચાલી અને રામજી અને તેની આખી સેનાને સૂવડાવી દીધી. ત્યાર પછી રામ લક્ષ્મણને બંધી બનાવીને પાતાળ લોક ચાલ્યો ગયો. આહિરાવણને લાગ્યું કે તેમને પાતાળ લોક લઈ જવાથી આ યુદ્ધનો અંત આવશે અને રાવણ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરશે.

જો કે, આવું બન્યું નહીં અને જ્યારે બધાને હોંશ આવ્યો ત્યારે વિભીષણને તેના ભાઈ આહિરાવણની ચાલ સમજમાં આવી અને હનુમાનજીને પાતાળ લોક જવા કહ્યું. હનુમાનજી કોઈ વિલંબ કર્યા વિના પાતાળ લોક પહોંચ્યા. તેણે પાતાળ લોક પહોંચીને સૌથી પહેલા મકરધ્વજને હરાવ્યો અને પછી આહિરાવણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. પણ આહિરાવણને એક વરદાન મળેલું હતું. વરદાન હેઠળ અલગ-અલગ દિશામાં રાખેલા 5 દીવા એક સાથે બુજાઈ જાય તો જ અહિરાવણનું મૃત્યુ થશે.

વિભીષણે હનુમાનજીને અહિરાવણના આ વરદાન વિશે પહેલેથી જ કહી દીધું હતું. તેથી, મકરધ્વજને પરાજિત કર્યા પછી, હનુમાનજીએ પંચમુખી સ્વરૂપ ધારણ કર્યું. આ સ્વરૂપ ધારણ કર્યા પછી, હનુમાનજીએ તેના પાંચ મુખથી અલગ-અલગ દિશામાં રાખેલા આ પાંચ દીવાઓને ઓલવી દીધા. હનુમાનજીનો આ અવતાર પંચમુખી તરીકે ઓળખાય છે. આ પાંચ મુખમાંથી ઉત્તર દિશામાં વરાહ મુખ, દક્ષિણ દિશામાં નરસિંહ મુખ, પશ્ચિમ દિશામાં ગરુડ મુખ, આકાશ તરફ હયગ્રીવ મુખ અને પૂર્વમાં હનુમાન મુખ છે.

જરૂર કરો પંચમુખી હનુમાનની પૂજા: પંચમુખી હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ ફાયદકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીના આ સ્વરૂપની પૂજા કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે અને દરેક ઈચ્છા પણ પૂર્ણ થાય છે.

ઘરમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ અથવા તસવીર રાખવી શુભ છે. ઘરમાં તેમની તસવીર રાખવાથી મંગળ, શનિ, પિત્રુ અને ભૂત દોષથી છુટકારો મળે છે. જોકે આ વાતનું ધ્યાન જરૂર રાખો કે પંચમુખી હનુમાનજીની તસવીર અથવા મૂર્તિ દક્ષિણ દિશામાં જ લગાવો. આ દિશા સિવાય અન્ય દિશામાં પંચમુખી હનુમાનજીની તસવીર રાખવી અશુભ માનવામાં આવે છે.

56 thoughts on “જાણો શા માટે હનુમાનજીએ ધારણ કર્યું હતું પંચમુખી સ્વરૂપ, તેની સાથે જોડાયેલી છે એક પૌરાણિક કથા

  1. Howdy! I could have sworn Iíve been to your blog before but after looking at many of the articles I realized itís new to me. Anyways, Iím certainly happy I came across it and Iíll be bookmarking it and checking back regularly!

  2. That is a good tip especially to those new to the blogosphere. Simple but very precise infoÖ Thanks for sharing this one. A must read post!

  3. I blog quite often and I genuinely appreciate your content. The article has really peaked my interest. I’m going to book mark your blog and keep checking for new information about once a week. I subscribed to your Feed as well.

Leave a Reply

Your email address will not be published.