16 વર્ષના પુત્રની વાત માનીને મલાઈકાએ પતિ સાથે લીધા હતા છુટાછેડા, જાણો એવું શું કહ્યું હતું

બોલિવુડ

છેલ્લા લાંબા સમયથી મલાઈકા અરોરા બોલીવુડના જાણીતા અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનમાં છે, પરંતુ તેના ભૂતકાળ વિશે દરેક સારી રીતે જાણે છે. બોલીવુડમાં મલાઈકા અરોરાએ પોતાના આઈટમ સોંગ સાથે ઓળખ બનાવી છે. તે પોતાની સુંદરતા અને ફિટનેસની સાથે જ તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.

મલાઈકા અરોરા અને અરબાઝ ખાને એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા. બંને ઘણા લાંબા સમય સુધી સાથે રહ્યા હતા. 19 વર્ષ પછી, તેમના સંબંધ છૂટાછેડા સાથે સમાપ્ત થયા હતા. મલાઇકા અને અરબાઝે વર્ષ 2017 માં છૂટાછેડા લીધા હતા.

એવું કહેવામાં આવે છે કે અરબાઝ ખાનની સટ્ટાબાજીની આદત અને પુત્રની વધી રહેલી કડવાશે મલાઈકાના લગ્ન જીવનમાં ખળભળાટ મચાવ્યો હતો. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલા અરબાઝ ખાન એક સમયે સટ્ટાબાજીની આદતમાં ખૂબ ખરાબ રીતે ફસાયા હતા. સટ્ટાબાજીમાં તેણે કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. મલાઇકાના વારંવાર કહેવા પર પણ અરબાઝ ખાને પોતાની આદતમાં બદલાવ કર્યો નહિં. આવી સ્થિતિમાં એક દિવસ બંનેના પુત્રએ કંઇક એવું કહ્યું કે મલાઇકાએ અરબાઝ સાથેનો લગભગ બે દાયકા જૂનો સંબંધ સમાપ્ત કર્યો.

અરબાઝ ખાન અને મલાઈકા અરોરાની પહેલી મુલાકાત વર્ષ 1993 માં કોફી એડના શૂટિંગ દરમિયાન થઈ હતી. બંનેએ પાંચ વર્ષ સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યા પછી વર્ષ 1998 માં લગ્નના બંધનમાં બંધાવાનો નિર્ણય લીધો હતો. બંનેના લગ્ન એક ચર્ચમાં થયાં હતાં. વર્ષ 2002 માં મલાઈકા અને અરબાઝ એક પુત્રના માતાપિતા બન્યા. જેનું નામ અરહાન ખાન છે.

વર્ષ 2016 દરમિયાન મલાઈકા અને અરબાઝના સારી રીતે ચાલતા લગ્ન જીવનમાં તોફાન આવ્યું હતું. આ દરમિયાન અરબાઝનું નામ સટાબાઝો સાથે આવ્યું. મીડિયા રિપોર્ટ્સ મુજબ અરબાઝ સટ્ટાબાજીમાં ત્રણ કરોડ રૂપિયા ગુમાવી ચુક્યો હતો. આ વિશે મલાઇકાને મીડિયા દ્વારા ખબર પડી. મલાઇકા તેને લઈને ગંભીર બની ગઈ અને મલાઇકાએ અરબાઝને ખૂબ સમજાવ્યો. પરંતુ અરબાઝ માન્યો નહિં. ત્પ મલાઇકાએ છૂટાછેડા માટે પોતાનું મન બનાવી લીધું.

છૂટાછેડા પહેલાં મલાઇકાએ પુત્ર સાથે વાત કરી હતી અને સંકટ સમયે પુત્રએ મલાઈકાનો સાથ આપ્યો હતો. જ્યારે પિતાનો વિરોધ કર્યો હતો. સ્પષ્ટ શબ્દોમાં અરહાને કહ્યું કે જો માતા પિતાથી અલગ થઈને ખુશ રહી શકે છે, તો તે પોતે પણ ક્યારેય પિતા પાસે પરત ફરવા ઈચ્છશે નહીં. અરહાનની આ વાતને કારણે મલાઈકાની હિંમત વધી અને તેણે અરબાઝ ખાનને છૂટાછેડા આપી દીધા અને 19 વર્ષ જુનું લગ્નજીવન સમાપ્ત કરી લીધું.

પુત્ર અરહાન ખાનઈ કસ્ટડી પણ મલાઈકા અરોરાને જ મળી. જ્યારે અરબાઝ ખાનને મલાઇકા અને અર્ચનાની વાત વિશે ખબર પડી ત્યારે તેણે દીકરાને પોતાની કસ્ટડીમાં લેવાનો પ્રયત્ન પણ કર્યો ન હતો. મલાઈકા અર્જુન કપૂર સાથે ખુલીને પોતાના સંબંધનો સ્વીકાર કરી ચુકી છે, તો અરબાઝની ગર્લફ્રેંડ ઝોર્ઝિયા એંડ્રિયાની છે.