જાણો કઈ છે તે પવિત્ર જગ્યા જ્યાં રાવણ બનાવવા ઇચ્છતો હતો સ્વર્ગ માટે સીડી

ધાર્મિક

હિમાચલ પ્રદેશને દેવ ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી હિમાચલ પ્રદેશમાં ઘણા એવા પવિત્ર સ્થળો છે જેમાં લોકોની અતૂટ શ્રદ્ધા છે. આજે અમે તમને એક એવી જ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. આ પવિત્ર સ્થળ હિમાચલ પ્રદેશથી 70 કિલોમીટર દૂર સિરમૌર જિલ્લામાં સ્થિત છે. કહેવાય છે કે અહીંના એક મંદિરમાં રાવણે સ્વર્ગલોક જવાની સીડી બનાવી હતી.

ભગવાન શિવનું આ મંદિર સિરમૌર જિલ્લાનું મુખ્ય મથક નાહનથી 6 કિલોમીટર દૂર છે. એવું કહેવામાં આવે છે કે રામાયણ સમયગાળામાં રાવણે સ્વર્ગમાં જવા માટે આ સીડીઓનું નિર્માણ કર્યું હતું. જ્યારે તે સીડીઓ બનાવી રહ્યો હતો ત્યારે તેને ઉંઘ આવી ગઈ જેના કારણે તેનું અમર બનવાનું સ્વપ્ન અધૂરું જ રહ્યું. દહેરાદૂન, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના લોકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. વર્ષભર અહિં ભક્તોની ભીડ રહે છે.

રાવણ સાથે સંકળાયેલ મંદિરનો ઇતિહાસ: એવું કહેવામાં આવે છે કે રાવણે અમર બનવા માટે સખત તપશ્ચર્યા કરી હતી. તપસ્યાથી પ્રસન્ન થઈને જ્યારે ભગવાન શિવ પ્રગટ થયા તો તેમણે કહ્યું કે જો તે એક દિવસમાં પાંચ પૌડીઓ બનાવે છે, તો તે અમર થઈ જશે. પ્રથમ પૌડી રાવણે હરિદ્વાર શહેરમાં બનાવી હતી, જેને હર કી પૌડી તરીકે ઓળખવામાં આવે છે. તેણે બીજી પૌડી ગઢવાલમાં બનાવી હતી. ત્રીજી પૌડીનું નિર્માણ ચુડેશ્વર મહાદેવમાં કર્યું હતું અને ચોથી પૌડી કિન્નર કૈલાસમાં બનાવી હતી. જ્યારે પાંચમી પૌડીના નિર્માણની વાત આવી ત્યારે રાવણને ઉંઘ આવી ગઈ અને જ્યારે તેણે આંખો ખોલી ત્યારે જોયું કે સવાર થઈ ગઈ હતી. પાંચમી પૌડી ન બનવાને કારણે રાવણ અમર ન બની શક્યો.

માર્કડેય ઋષિ સાથે પણ છે સંબંધ: આ મંદિર સાથે જોડાયેલી અન્ય બીજી માન્યતા છે. એવું કહેવામાં આવે છે કે એકવાર ભગવાન વિષ્ણુએ પુત્ર પ્રાપ્તિ માટે તપશ્ચર્યા કરી હતી. તપસ્યથી પ્રસન્ન થઈને ઋષિ મૃકંડુએ તેમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને કહ્યું કે તેનો પુત્ર ફક્ત 12 વર્ષ જીવશે. ભગવાન વિષ્ણુના આ પુત્રનું નામ માર્કંડેય રાખવામાં અવ્યું, જે પછી માર્કડેય ઋષિ ના નામે ઓળખાતા હતા. માત્ર 12 વર્ષની આયુ હોવાને કારણે માર્કડેય ઋષિએ ભગવાન શિવની ઘોર તપસ્યા કરી હતી. તેમણે અમર બનવા માટે સતત મહામૃત્યુંજય મંત્રનો જાપ કર્યો. માર્કડેય ઋષિના 12 વર્ષ પૂરા થયા પછી, જ્યારે યમરાજજી તેમને લેવા આવ્યા ત્યારે તેમણે શિવલિંગને પકડી રાખી, ત્યાર પછી શિવજી પ્રગટ થયા. આ રીતે, માર્કડેય ઋષિને ભગવાન શિવ તરફથી હંમેશા અમર રહેવાના આશીર્વાદ મળ્યા.

Leave a Reply

Your email address will not be published.