જાણો દીપિકા પાદુકોણની હાલત ડિપ્રેશનમાં કેવી હતી, પતિ રણવીરસિંહે જણાવ્યું વિગતે

બોલિવુડ

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પછી સમાજમાં માનસિક સ્વાસ્થ્ય અંગે ચર્ચા શરૂ થઈ છે. માનસિક તનાવ એક એવી ચીજ છે જેમાંથી કોઈપણ પસાર થઈ શકે છે. બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ તેમાંથી પસાર થઈ છે. ખરેખર, નેશનલ જિયોગ્રાફી ચેનલનો શો ‘મેગા આઇકોન’ ની નવી સીઝન 20 સપ્ટેમ્બર, રવિવારે સાંજે 7 વાગ્યે શરૂ થવા જઈ રહી છે. શોનો પહેલો એપિસોડ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની લાઇફ જર્ની પર આધારિત છે.

તાજેતરમાં જ આ શોનું એક ટીઝર રિલીઝ થયું છે, જેમાં દીપિકા પાદુકોણ તેના તનાવ વિશે વાત કરતી જોવા મળી રહી છે. તે તેમાં જણાવે છે કે તેણે કેવી રીતે પોતાને આ તનાવ માંથી બહાર કાઢી હતી. આ એપિસોડમાં દીપિકાના પતિ રણવીર સિંહ અને ફિલ્મ ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી પણ એક્ટ્રેસ વિશે ચર્ચા કરતા જોવા મળશે.

આ ટીઝરમાં દીપિકા જણાવે છે કે કેવી રીતે 2012 માં આવેલી ઇમ્તિયાઝ અલીની ‘કોકટેલ’ ફિલ્મએ તેની કારકિર્દીમાં સૌથી મોટો ફેરફાર કર્યો. આ પહેલા તે કેમેરા સામે આવતા થોડી શરમાતી હતી. જોકે, ‘કોકટેલ’માં, તેને તેની શરમ તોડવાનો મોકો મળ્યો. આ ફિલ્મના અનુભવ પછી દીપિકાએ ક્યારેય પીછે હઠ કરી નથી. તે ત્યાર પછી ક્યારેય કેમેરા સામે શરમાઈ નહીં.

તે જ સમયે ટીઝરમાં રણવીરસિંહે જણાવે છે કે દીપિકા ભાવનાત્મક ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહી હતી. કદાચ તે પોતે પણ આ વતને જાણતી ન હતી. જોકે તે તેનું શ્રેષ્ઠ પરફોર્મંસ આપી રહી હતી. આ ઉપરાંત, ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલીએ જણાવ્યું છે કે દીપિકાને કૉન્ફિડેંટ બનવાનું હતું. તેમની અંદર ઘણું બધું દબાયેલું હતું જેને તે બહાર કાઢવા માંગતી હતી. તે પોતાને સુધારવા માંગતી હતી. જ્યારે દીપિકાએ રણવીર સિંહને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે એક્ટરે તેને આ તનાવમાંથી બહાર આવવા મદદ પણ કરી. લગ્ન પછી પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો.

દીપિકાએ એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અને શેર કરતાં એક કેપ્શન પણ લખ્યું છે કે – એક સારા અને ખૂબ સારા એક્ટર વચ્ચેનો તફાવત ખૂબ સરળ છે. આ ફક્ત તમારો દ્રષ્ટિકોણ છે. આ દીપિકા પાદુકોણની એક સ્ટોરી છે જે પહેલા ક્યારેય સાંભળવામાં આવી નથી. મેગા આઇકોનની નવી સીઝન 20 સપ્ટેમ્બર, રવિવારે સાંજે 7 વાગ્યે નેશનલ જિયોગ્રાફિક પર શરૂ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.