સલમાન ખાન સાથે ફિલ્મોમાં કામ કરવા માટે ઈનકાર કરી ચુકી છે આ 7 અભિનેત્રીઓ, જાણો શું હતું કારણ

બોલિવુડ

આજે બોલિવૂડ અભિનેતાઓના લિસ્ટમાં સલમાન ખાન ખૂબ જ મોટું અને પ્રખ્યાત નામ બનાવી ચુક્યા છે અને આજે એવી ઘણી અભિનેત્રીઓ છે જે સલમાન ખાન સાથે ફિલ્મ મેળવવાની શોધમાં છે. અને તેનું સૌથી મોટું કારણ સલમાનની લોકપ્રિયતા છે જે બોલીવુડના અન્ય અભિનેતાઓ કરતા ઘણી વધારે છે. પરંતુ આજની અમારી આ પોસ્ટમાં, અમે તમને બોલીવુડની કેટલીક એવી અભિનેત્રીઓ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેમણે સલમાન સાથે ફિલ્મ કરવાની ના પાડી હતી.

એશ્વર્યા રાય બચ્ચન: બોલિવૂડમાં એક સમય એવો હતો જ્યારે સલમાન ખાન અને એશ્વર્યા રાયની લવ સ્ટોરી લોકોમાં ખૂબ પ્રખ્યાત થઈ હતી. એટલું જ નહીં આ બંનેએ સાથે ઘણી ફિલ્મો પણ કરી છે. જોકે થોડો સમય પસાર કરતા બંનેના સંબંધમાં અંતર આવ્યું અને પછી એક સમય એવો આવ્યો જ્યારે બંનેના સંબંધો તૂટી ગયા અને હવે તો સ્થિતિ એવી છે કે એશ્વર્યા સલમાન ખાનને નફરત કરે છે.

અમીષા પટેલ: ‘કહો ના પ્યાર હૈ’ અને ‘ગદર’ જેવી બ્લોકબ્લાસ્ટર ફિલ્મો દ્વારા ઈંડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવનાર અભિનેત્રી અમિષા પટેલ સાથે પણ એક સમયે સલમાન ખાનનું નામ જોડવામાં આવ્યું હતું. આ બધું ફિલ્મ ‘યે હૈ જલવા’ દરમિયાન બન્યું હતું. જોકે પછી અમીષા એ પોતે જ મીડિયાની સામે આવીને આ બધાને અફવાનું નામ આપ્યું હતું.

કંગના રનૌત: જોકે કંગના અને સલમાન ખાન વચ્ચેની વાતચીત વિશે બહુ ઓછા લોકો જાણે છે. પરંતુ જણાવી દઈએ કે કંગના પણ સલમાન ખાન સાથે ફિલ્મો કરવા ઇચ્છતી નથી અને તેનું સૌથી મોટું કારણ સલમાન ખાનનો ગુસ્સાવાળો સ્વભાવ છે જેનાથી કંગનાને ખૂબ નફરત છે.

દીપિકા પાદુકોણ: આ લિસ્ટમાં દીપિકાનું નામ જોઇને તમને કદાચ આશ્ચર્ય થયું હશે. પરંતુ જણાવી દઈએ કે એક કે બે નહીં પરંતુ દીપિકાએ સલમાન ખાન સાથેની 5 ફિલ્મોને નકારી છે. અને જો વાત કરીએ સલમાન અને દીપિકા વચ્ચેની આ ખટાસની તો એકવાર સલમાને રણવીર સિંહની મજાક ઉડાવી હતી, જેનાથી દીપિકાને ખૂબ ખરાબ લાગ્યું હતું.

ટ્વિંકલ ખન્ના: ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ માં સલમાન ખાન અને ટ્વિંકલ ખન્ના સાથે જોવા મળ્યા હતા અને તેમની જોડીની ખૂબ પ્રશંસા પણ કરવામાં આવી હતી. પરંતુ તેમની વચ્ચે અચાનક શું બન્યું કે તે એકબીજા સાથે તે ફરી ક્યારેય જોવા ન મળ્યા તેના વિશે આજે પણ કોઈને જાણ નથી.

ઉર્મિલા માતોંડકર: સલમાન ખાન સાથે ઉર્મિલા માતોંડકરે, જે પહેલી ફિલ્મ કરી તે પહેલી ફિલ્મ જ ફ્લોપ સાબિત થઈ હતી અને તે દિવસોમાં ઉર્મિલાની એક પછી એક ફિલ્મો હિટ અને સુપરહિટ થઈ રહી હતી. તેથી સલમાન ખાન અને પોતાની જોડીને બિનઅસરકારક જોઈને તેમણે સલમાન ખાન સાથે ફિલ્મોમાં એક્ટિંગ કરવાનું બંધ કરી દીધું.

સોનાલી બેન્દ્રે: સોનાલી બેંદ્રે સાથે પોતાની ફિલ્મી કારકિર્દીમાં સલમાન ખાને કુલ 3 ફિલ્મો કરી છે અને આ ત્રણેય ફિલ્મોના સારા પરિણામ જોવા મળ્યા હતા. પરંતુ વર્ષ 2000 પછીથી બંને એ સાથે ફિલ્મો કરી નથી અને તેનું કારણ સલમાન ખાન પર લાગેલા કાળા હરણના શિકારના આરોપની બાબત હતી. ખરેખર જે જગ્યા પર સલમાને આ બધું કર્યું હતું ત્યાં તે સોનાલી સાથે એક ફિલ્મના શૂટિંગ માટે પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.