જન્મદિવસ પર ગાયને ચારો નાખતા જોવા મળ્યો તૈમુર, માતા કરીનાએ શેર કરી તસવીર અને વીડિયો, જુવો અહીં

બોલિવુડ

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો નાનો લાડલો તૈમૂર અલી ખાન આજે ચાર વર્ષનો થઈ ગયો છે. તૈમૂરનો જન્મ આજના દિવસે 2016માં બ્રીચ કેન્ડી હોસ્પિટલ ટ્રસ્ટ, મુંબઈમાં થયો હતો. તૈમૂર માત્ર ચાર વર્ષની નાની ઉંમરે એક મોટા સ્ટાર જેવી ઓળખ રાખે છે. સૈફ અને કરીનાની જેમ તૈમુરના ચાહકોની સંખ્યા પણ ઘણી વધારે છે.

તૈમૂર આજના સ્ટાર કિડ્સમાં સૌથી વધુ ચર્ચિત અને પ્રખ્યાત છે. તૈમૂર તેની ક્યુટનેસથી લાખો દિલોને પોતાના દિવાના બનાવે છે. આજે આ નાના બાળકને તેના ચોથા જન્મદિવસ પર લોકો સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. તૈમૂરની અનેક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન કરીના કપૂરે પણ તેના લાડલા રાજકુમારને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભકામના પાઠવી છે.

કરીનાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તૈમુરની એક તસવીર શેર કરી છે. સાથે તૈમૂરનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તૈમૂરની ઘણી સુંદર તસવીરો જોવા મળી રહી છે. કરીનાએ તેના રાજકુમારને જન્મદિવસની શુભકામનાઓ આપતા એક લાંબુ કેપ્શન પણ લખ્યું છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આ પોસ્ટને શેર કરતાં કરીનાએ લખ્યું છે કે, “મેરા બચ્ચા… હું તારા ચાર વર્ષના થવા પર ખૂબ ખુશ છું કે તુ જે કરવા ઇચ્છે છે તેના માટે તારી પાસે દ્રઢ સંકલ્પ, સમર્પણ અને ફોકસ છે. જેવી રીતે તુ ઘાસ ઉઠાવી રહ્યો છે અને ગાયને ખવડાવી રહ્યો છે. મારા મહેનતુ છોકરા ભગવાન તને ખૂબ આશીર્વાદ આપે… તારા સપનાનો પીછો કરતો રહેજે… અને તારા જીવનમાં બધું જ કરજે જેનાથી તને ખુશી મળે છે. કોઈ પણ ક્યારેય પણ તને તારી માતાથી વધુ પ્યાર નહીં કરે… હેપ્પી બર્થડે બેટા.. માઈ ટિમ.”

કરીના કપૂરની આ સોશિયલ મીડિયા પોસ્ટ પર ચાહકો ખૂબ કમેંટ્સ કરી રહ્યા છે. કરીના અને તૈમૂર બંનેને ચાહકો કરીનાની આ પોસ્ટ દ્વારા તૈમૂરને જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે. જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર, કરીના કપૂર ખાનના 53 લાખથી વધુ ફોલોઅર્સ છે.

બીજી વખત માતા બનવા માટે તૈયાર છે કરીના: અભિનેત્રી કરીના કપૂર ખાન આજકાલ પ્રેગ્નેંસી પીરિયડને એંજોય કરી રહી છે. કરીનાની પ્રેગ્નેંસીના સમાચારો છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સૈફ અલી ખાન જલ્દીથી તેના ચોથા બાળકનો પિતા બનશે જ્યારે કરીના બીજા બાળકની માતા બનવા જઈ રહી છે.

જો કરીના કપૂરની વર્કફ્રન્ટની વાત કરવામાં આવે, તો તેણે હમણાં જ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં તેની સાથે અભિનેતા આમિર ખાન જોવા મળશે. પહેલા આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની હતી, જોકે લોકડાઉન અને કોરોના વાયરસને કારણે તે શક્ય બની નથી. હવે આ ફિલ્મ 2021 માં ક્રિસમસ પર રિલીઝ થશે.

1 thought on “જન્મદિવસ પર ગાયને ચારો નાખતા જોવા મળ્યો તૈમુર, માતા કરીનાએ શેર કરી તસવીર અને વીડિયો, જુવો અહીં

Leave a Reply

Your email address will not be published.