એક એપિસોડ માટે લાખો રૂપિયાની ફી ચાર્જ કરે છે તારક મેહતાના આ 5 કલાકાર, જણો કોને મળે છે સૌથી વધુ ફી

Uncategorized

દિલીપ જોશી: શોમાં દિલીપ જોષી છેલ્લા 12 વર્ષથી જેઠાલાલનું પાત્ર નિભાવી રહ્યા છે. તેમને શોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આ જ કારણ છે કે તે આ કોમેડી શોનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. તેમને એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા આપવામાં આવે છે.

દિશા વાકાણી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની દયાબેન ભલે ઘણા સમયથી શોમાં જોવા મળી રહી નથી, પરંતુ છતાં પણ દિશા વાકાણી ઘણી લોકપ્રિય રહી છે. જેઠાલાલ પછી તેને શોમાં સૌથી વધુ ફી આપવામાં આવી રહી છે. તેને એક એપિસોડ માટે 1.2 લાખ રૂપિયા આપવામાં આવતા હતા.

શૈલેષ લોઢા: શોમાં ટાઇટલ રોલ એટલે કે તારક મહેતાની ભુમિકા નિભાવનારા શૈલેષને એક એપિસોડ માટે આશરે 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. તે શોમાં જેઠાલાલનો પરમ મિત્ર અને જરૂર પડે તો તેના ફાયર બ્રિગેડ બની જાય છે.

મંદીર ચંદાવરકર: ગોકુલધામ સોસાયટીના એકમાત્ર સેક્રેટરી, આત્મારામ તુકારામ ભીડે એટલે કે મંદાર ચંદાવરકર પણ આ શોમાંથી દર મહિને ખૂબ મોટી રકમની કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમને એક એપિસોડ માટે 80 હજાર રૂપિયા આપવામાં આવે છે.

અમિત ભટ્ટ: જેઠાલાલના બાપુજીનું પાત્ર નિભાવનાર અમિત ભટ્ટ પણ આ શોમાં મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. તેમને એપિસોડ માટે 70 થી 80 હજાર રૂપિયા ફી આપવામાં આવે છે.

નિર્મલ સોની: લાંબા સમયથી નિર્મલ સોની ડોક્ટર હાથીનું પાત્ર નિભાવી રહ્યા છે અને તેમને આ ભૂમિકામાં ખૂબ પસંદ પણ કરવામાં આવી છે. તેમની ફી વિશે વાત કરીએ તો, તેમને દરેક એપિસોડ માટે 20-25 હજાર રૂપિયા મળે છે.

રાજ અંદકત: તારક મેહતા કા ઉલટા ચશ્મામાં પહેલા ભવ્ય ગાંધી ટપ્પુની ભૂમિકામાં જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી રાજ અંદકત આ ભૂમિકામાં છે. તે ખૂબ જ ટૂંકા સમયથી આ શોમાં છે તેથી તેમને હાલમાં એક એપિસોડ માટે 10-15 હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.