8 હસ્તીઓ જેમના જીવન પર બની ફિલ્મ તો બદલામાં લીધા આટલા અધધ રૂપિયા, ધોનીનો ચાર્જ હતો સૌથી વધુ

બોલિવુડ

બોલિવૂડમાં આ દિવસોમાં બાયોપિક્સનો મોટો ક્રેઝ ચાલી રહ્યો છે. બાયોપિક એટલે એવી ફિલ્મ જે કોઈ જીવિત અથવા મૃત વ્યક્તિના જીવન પર આધારિત હોય છે. આ પ્રકારની ફિલ્મોના કારણે ઘણા લોકો પહેલા કરતા પણ વધુ પ્રખ્યાત થયા. તમે કદાચ આ વાત નહિ જાણતા હોવ, પરંતુ જે પણ વ્યક્તિના જીવન પર કોઈ ફિલ્મ બને છે તો તે ફિલ્મ બનાવવાનો અધિકાર આપવાના બદલે તે વ્યક્તિને નિશ્ચિત રકમ મળે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પ્રખ્યાત બાયોપિક ફિલ્મોમાં આ સેલિબ્રિટીઓએ કેટલા પૈસા ચાર્જ કર્યા હતા.

મહાવીર સિંહ ફોગાટ – દંગલ: દંગલ બોલિવૂડની સૌથી સફળ ફિલ્મોમાંથી એક હતી. તેણે બોક્સ ઓફિસ પર 239.01 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ મહાવીર સિંહ ફોગાટ અને તેમના પરિવારની રિયલ સ્ટોરી પર આધારિત હતી. આ બાયોપિકના બદલામાં મહાવીર સિંહ ફોગાટને 80 લાખ રૂપિયા મળ્યા હતા.

મીખા સિંહ – ભાગ મિલ્ખા ભાગ: દોડવીર મિલ્ખા સિંહના જીવન પર ‘ભાગ મિલ્ખા ભાગ’ નામની ફિલ્મ બની હતી. તે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. રસપ્રદ વાત એ છે કે મિલ્ખા સિંહે આ ફિલ્મને બનાવવાનો અધિકાર આપવાના બદલામાં માત્ર 1 રૂપિયો ચાર્જ કર્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોની – એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી: ભારતના ફેવરિટ ખિલાડી મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર, ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતે ધોનીનો રોલ કર્યો હતો. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ધોનીએ પોતાના જીવન પર ફિલ્મ બનાવવાના રાઈટ્સ આપવાના બદલામાં પૂરા 80 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

પાન સિંહ તોમર – પાન સિંહ તોમર: ડાકુ પાનસિંહ તોમરના જીવન પર તેમના નામની એક ફિલ્મ બની હતી, જેમાં ઈરફાન ખાને તેની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મના બદલામાં પાન સિંહ તોમરના પરિવારને 15 લાખ રૂપિયા મળ્યા હતા.

સચિન તેંડુલકર – સચિનઃ અ બિલિયન ડ્રીમ: ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના જીવન પર ‘સચિનઃ અ બિલિયન ડ્રીમ’ નામની ફિલ્મ બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સચિને આ ફિલ્મ માટે પૂરા 40 કરોડ રૂપિયા લીધા હતા.

સંજય દત્ત – સંજુ: બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સંજય દત્તના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. તેમના પર રાજ કુમાર હિરાણી જેવા શ્રેષ્ઠ ડિરેક્ટર એ ‘સંજુ’ નામની ફિલ્મ બનાવી હતી. રણબીર કપૂરે આ ફિલ્મમાં સુંદર એક્ટિંગ કરીને તેને હિટ બનાવી હતી. આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર 438.50 રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સંજય દત્તે આ ફિલ્મના બદલામાં 9 થી 10 કરોડ લીધા હતા. આ ઉપરાંત ફિલ્મના પ્રોફિટના અમુક ટકા પણ બુક કરવામાં આવ્યા હતા.

મોહમ્મદ અઝહરુદ્દીન – અઝહર: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનના જીવન પર ‘અઝહર’ નામની ફિલ્મ બની હતી, જેમાં ઈમરાન હાશ્મીએ તેમનું પાત્ર નિભાવ્યું હતું. આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર 13.30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે મોહમ્મદ અઝહરુદ્દીને આ ફિલ્મ માટે 0 રૂપિયા એટલે કે કોઈ ચાર્જ લીધો ન હતો.

મેરી કોમ – મેરી કોમ: પ્રખ્યાત બોક્સર મેરી કોમના જીવન પર તેમના નામની એક ફિલ્મ બની હતી, જેમાં પ્રિયંકા ચોપરાએ દમદાર એક્ટિંગ કરી હતી. તેના માટે મેરી કોમે 25 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.