તમારા ફેવરિટ ટીવી સ્ટાર એક્ટિંગ ઉપરાંત કરે છે પોતાના મોટા-મોટા બિઝનેસ, જાણો કોણ ક્યો બિઝનેસ કરે છે

Uncategorized

ટીવીની દુનિયામાં, આપણે ઘણા સ્ટાર્સને સુંદર એક્ટિંગ કરતા જોયા છે. ઘણાં શો આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ. આ સાથે તેમાં હાજર અભિનેતાઓને પણ જોઈ રહ્યા છીએ. ઘણા આપણા ફેવરિટ પણ છે. પપરંતુ ખૂબ જ ઓછા શો એવા છે જે ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમાં આવતા સ્ટાર્સ પણ આપણને જોવા મળી રહ્યા નથી. જેમાંથી કેટલાક સ્ટાર્સ અન્ય શોમાં જોવા મળે છે તો કેટલાક સ્ટાર્સ ક્યાંય પણ જોવા મળી રહ્યા નથી. તમને ટીવી પર આવતો શો કુલ્ફિ કુમાર બાજેવાલા તો યાદ જ હશે. જેને થોડા સમયમાં જ ઘણા રેકોર્ડ તોડ્યા છે.

ટીઆરપીમાં સૌથી આગળ આવ્યા પછી અચાનક જ આ શો ઓફ એયર થઈ ગયો હતો. આ શોમાં અભિનેતા મોહિત મલિકે મહત્વની ભૂમિકા નિભાવી હતી. તાજેતરમાં જ તેમની પત્ની અદિતિ શિરવેકરે એક પુત્રને જન્મ આપ્યો છે. કપલે પોતાના ઈંસ્ટાગ્રામ પર આ માહિતી ચાહકો સાથે શેર કરી છે. આ સાથે તેમણે આ આશીર્વાદ માટે ભગવાન અને બધાનો આભાર માન્યો છે. આ મોહિતની પર્સનલ લાઈફની વાત હતી.

મોહિત ઉપરાંત, રોનિત રોય, દિવ્યાંકા ત્રિપાઠી, ગૌતમ ગુલાટીના એવા ઘણા સેલેબ્સ છે, જેમણે ઓછા સમયમાં જ પ્રસિદ્ધિ મેળવી અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ટીવીમાં કામ કરીને આ તમામ સેલેબ્સ એક્ટિંગથી તો મોટી કમાણી કરે છે સાથે પોતાના મોટા બિઝનેસ પણ ચલાવે છે. જેનાથી તેઓ લાખોની કમાણી કરે છે. મોહિત મલિક પણ તેમની પત્ની સાથે મળીને બે રેસ્ટોરંટ ચલાવે છે.

પ્રખ્યાત અભિનેતા રોનિત રોય એક સિક્યોરિટી ફર્મના માલિક છે. રોનિતે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ સારું કામ કર્યું છે. અભિનેતા શહિર શેખ ભારતની સાથે ઇન્ડોનેશિયામાં પણ ખૂબ પ્રખ્યાત છે. તેણે ઇન્ડોનેશિયામાં એક પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે.

દિવ્યાંકા ત્રિપાઠી તેની એક્ટિંગની સાથે સાથે તેની સુંદરતા માટે પણ જાણીતી છે. દિવ્યાંકા ત્રિપાઠી હોમટાઉન ભોપાલમાં ડાન્સ એકેડમી ચલાવે છે. દિવ્યાંકાની ગણતરી ટીવીની મોટી અભિનેત્રીઓમાં કરવામાં આવે છે.

ગૌતમ ગુલાટી આ નામને કોણ નથી જાણતું. બિગ બોસ 8 નો ખિતાબ જીતનાર ગૌતમ ગુલાટી પણ એક બિઝનેસમેન છે. ગૌતમનું દિલ્હીમાં એક પ્રખ્યાત નાઈટક્લબ છે.અભિનેત્રી આશ્કા ગોરાડિયા એક આઉટલેટ ચલાવે છે, આ સાથે જ થોડા વર્ષ પહેલા તેમણે બ્યૂટી રેંઝ પણ લોન્ચ કરી હતી.

કરણ કુંદ્રા તેના પિતા સાથે બિઝનેસ કરે છે. આ ઉપરાંત તે કોલ સેન્ટર પણ ચલાવે છે. વાહબીઝ દોરાબજી તેમના હોમટાઉન પૂનામાં બેકરીની દુકાન ચલાવે છે, જે ખૂબ પ્રખ્યાત છે.

તેની સુંદરતા માટે પ્રખ્યાત સંજીદા શેખ પણ બ્યુટી પાર્લરની માલિક છે. અભિનેતા અર્જુન બીજલાની મુંબઇમાં વાઇન શોપ છે. આ સાથે, તે બોક્સ ક્રિકેટ લીગની એક ટીમના કો-ઓનર પણ છે.