કોઈ લો તો કોઈ ઝર્નાલિસ્ટ, જાણો એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા ક્યા ફિલ્ડમાં હતા તમારા ફેવરિટ ટીવી સેલેબ્સ

Uncategorized

નિયા શર્મા: આજે ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ, હોટ અને ગ્લેમરસ અભિનેત્રી નિયા શર્માને કોણ નથી ઓળખતું. તે હાલમાં કોઈપણ ટીવી શો સાથે જોડાયેલી નથી, છતાં પણ તે હેડલાઇન્સમાં રહે છે. પરંતુ એક્ટિંગમાં આવતા પહેલા નિયા ઝર્નાલિસમની સ્ટૂડંટ રહી ચૂકી છે. તેમણે માસ કમ્યુનિકેશનમાં ડિગ્રી પણ મેળવી છે.

શાહિર શેખ: ટીવીનો જાણીતો ચહેરો શાહિર શેખ પણ અભિનેતા બનતા પહેલા લોનો અભ્યાસ કરતો હતો. તેમણે લોમાં ગ્રેઝ્યુએશન પણ કર્યું, પરંતુ પ્રેક્ટિસ પહેલાં તે ફોટોગ્રાફર તરીકે કામ કરવા લાગ્યો. અહીંથી તેણે મોડેલિંગમાં પગ મુક્યો અને છેવટે તેણે એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો.

સુનીલ ગ્રોવર: તમને જાણીને આશ્ચર્ય થશે કે નાના પડદાથી લઈને મોટા પડદા સુધી પોતાની ધાક જમાવનાર સુનીલ ગ્રોવર રેડિયો જોકી રહી ચૂક્યો છે. તેનો અવાજ રેડિયો મિર્ચી પર હસી કે ફુવારે નામના શોમાં સંભળવા મળતો હતો અને અહીંથી તેને મોટો બ્રેક મળ્યો.

કરણ મેહરા: યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં નૈતિક સિંઘાનિયાની ભૂમિકા નિભાવીને ચર્ચામાં આવેલા કરણ મેહરા પણ એક્ટિંગ પહેલા ફેશન ડિઝાઇનિંગના ક્ષેત્રમાં હતા. તેમણે આ ક્ષેત્રમાં 4 વર્ષ સુધી કામ પણ કર્યું. પરંતુ પછી તે એક્ટિંગની લાઇનમાં આવી ગયા.

દીપિકા કક્કર: ‘સસુરાલ સિમર કા’ ફેમ દીપિકા કક્કર પણ એક્ટિંગ પહેલાં ફ્લાઇટ એટેંડેંટ હતી. સાથે જ તે ઝેટ એયરવેઝમાં 3 વર્ષ સુધી એયર હોસ્ટેસ પણ રહી છે. પછી તેને કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ, અને તેણે આ નોકરી છોડીને એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો.

દિવ્યાંકા ત્રિપાઠી: અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા આર્મી ઓફિસર બનવા ઈચ્છતી હતી અને તેના માટે તેણે તૈયારીઓ પણ કરી રહી હતી. એક ઇન્ટરવ્યુમાં દિવ્યાંકાએ એમ પણ કહ્યું હતું કે તે એકદમ ટોમ બોય જેવી હતી અને તેણે રાઈફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ પણ મળ્યું હતું.

અંજલિ તતરારી: મેરે ડેડકી દુલ્હનમાં પહેલી વાર જોવા મળેલી અંજલિ તતરારી પહેલા સીએનો કોર્સ કરતી હતી અને કોર્સ દરમિયાન તેને લાગ્યું કે તે એક્ટિંગમાં કંઈક કરવા ઈચ્છતી હતી. તેથી તે આ ફિલ્ડમાં આવી ગઈ પરંતુ ઘણા સંઘર્ષ પછી.

2 thoughts on “કોઈ લો તો કોઈ ઝર્નાલિસ્ટ, જાણો એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા ક્યા ફિલ્ડમાં હતા તમારા ફેવરિટ ટીવી સેલેબ્સ

Leave a Reply

Your email address will not be published.