ફાતિમા સના શેખના આમિર ખાન સાથે લગ્નની હતી ચર્ચાઓ, અભિનેત્રીએ લગ્ન વિશે કહી આ મોટી વાત

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી દંગલ ગર્લ ફાતિમા સના શેખ આજે તેનો 29મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ફાતિમા સના શેખનો જન્મ 11 જાન્યુઆરી 1992ના રોજ હૈદરાબાદમાં થયો હતો. ફાતિમા સના શેખ બાળપણથી જ બોલિવૂડમાં એક્ટિવ છે.

જોકે તેને દેશભરમાં ઓળખ આમિર ખાનની ફિલ્મ દંગલથી મળી હતી. ‘દંગલ’માં ફાતિમાએ આમિર ખાનની પુત્રીની ભૂમિકા નિભાવી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. દરેકે ફાતિમાના કામની ખૂબ પ્રસંશા પણ કરી હતી.

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ફાતિમા સના શેખ પાસે એકથી એક ચઢિયાતા પ્રોજેક્ટ છે, પરંતુ શું તમે જાણો છો કે તેને લગ્નથી ખૂબ ડર લાગે છે. એક ઈન્ટરવ્યુમાં ફાતિમાએ કહ્યું હતું કે તે ક્યારેય લગ્ન નહીં કરે. અભિનેત્રી મુજબ જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તેની સાથે રહેવા માટે તમારે કોઈ ડોક્યૂમેંટની જરૂર નથી.

તમને જણાવી દઈએ કે ફાતિમા સના શેખ એ માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂબ કામ કર્યું છે, પરંતુ ખૂબ ઓછા લોકો તેના જીવનના આ તબક્કા વિશે જાણે છે.

તમને કમલ હાસન અને તબ્બુની સુપરહિટ ફિલ્મ ચાચી 420 યાદ જ હશે. તેમાં કમલ હાસનની પુત્રીનું પાત્ર ફાતિમા સના શેખ દ્વાર જ નિભાવવામાં આવ્યું હતું. ફાતિમાની પ્રોફેશનલ કારકિર્દીની વાત કરીએ તો, દંગલ પછી, તે આમિર ખાન સાથે ઠગ્સ ઑફ હિન્દોસ્તાન, લુડો, સૂરજ પે મંગલ ભારી જેવી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.

આ દરેક ફિલ્મોમાં તેના કામની ખૂબ પ્રસંશા પણ થઈ હતી. એકવાર ફાતિમાએ શાહરૂખ ખાન સાથે જોડાયેલો એક કિસ્સો જણાવ્યો હતો. તે શાહરૂખ ખાનની ખૂબ મોટી ફેન છે, જેનો ખુલાસો તેણે પોતે કર્યો હતો. ફાતિમા સના શેખે શાહરૂખ ખાન સાથે ‘વન 2 કા 4’માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.

ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનના શૂટિંગ દરમિયાન આમિર ખાન અને ફાતિમાના અફેરના સમાચાર પણ ખૂબ વાયરલ થયા હતા. આ સમાચાર પર જો કે આમિર ખાને ક્યારેય કોઈ રિએક્શન આપ્યું નથી. પરંતુ ફાતિમાએ તેના પર રિએક્શન જરૂર આપ્યું હતું. ફાતિમાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ‘પહેલાં મને આ વાતોથી પરેશાની થતી હતી. પરંતુ હવે મને ખરાબ નથી લાગતું. એવા ઘણા લોકો છે જેમને હું ક્યારેય મળી નથી, તે મારા વિશે ઘણું એવું લખે છે. તે આ વાતની સત્યતા જાણવાનો પ્રયત્ન નથી કરતા. મેં આ દરેક વાતને ઈગ્નોર કરવાનું શીખી લીધું છે.’

હિન્દુ પરિવારથી આવે છે અભિનેત્રી: તમને જણાવી દઈએ કે ફાતિમા સના શેખ એક બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ફાતિમાનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેના પિતા વિપિન શર્મા જમ્મુના બ્રાહ્મણ પરિવારથી છે, જ્યારે તેની માતા તબ્બસુમ શ્રીનગરના મુસ્લિમ પરિવારથી છે. તેમના ઘરમાં ઈસ્લામ ધર્મને માનવામાં આવે છે. આ કારણથી આ અભિનેત્રીનું નામ ફાતિમા રાખવામાં આવ્યું છે. ફાતિમા પાસે ભવિષ્યમાં પણ ઘણા પ્રોજેક્ટ્સની લાઇન છે.