સોશિયલ મીડિયા પર એક પ્રખ્યાત વ્યક્તિની બાળપણની તસવીર ખૂબ હેડલાઇન્સ બનાવી રહી છે. તે વ્યક્તિને બાળપણની તસવીરમાં જોઈને કોઈ પણ ઓળખી રહ્યું નથી. દરેક માટે તેને ઓળખવો મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. તમે પણ કદાચ તેને ઓળખી નહીં શકો.
વાયરલ તસવીરમાં તમે જોઈ શકો છો કે એક નાનો છોકરો કેમેરા સામે જોઈને પોઝ આપી રહ્યો છે. જોકે, તેને ઓળખવામાં ભલભલા લોકોનો પરસેવો છૂટી ગયો છે. જો તમે પણ આ છોકરાને ઓળખી શક્યા નથી, તો તમને માહિતી માટે જણાવી દઈએ કે તે સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને દિગ્ગઝ અભિનેત્રી જયા બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન છે.
જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. આ બંને સ્ટાર્સે જૂન 1973માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી બંને કલાકારો બે બાળકોના માતા-પિતા બન્યા. કપલની પુત્રીનું નામ શ્વેતા બચ્ચન નંદા છે, જે મોટી છે. જ્યારે અભિષેક શ્વેતા કરતા નાનો છે.
પોતાના માતા-પિતાના રસ્તે ચાલીને શ્વેતા બચ્ચન નંદાએ ફિલ્મી દુનિયામાં કારકિર્દી ન બનાવી, જોકે અભિષેક પોતાના માતા-પિતાના રસ્તા પર ચાલ્યો. 5 ફેબ્રુઆરી 1976ના રોજ મુંબઈમાં જન્મેલા 46 વર્ષના અભિષેકે વર્ષ 2000માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેની પહેલી ફિલ્મ ‘રેફ્યુજી’ આવી હતી.
જેપી દત્તા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અભિષેક સાથે મુખ્ય ભૂમિકામાં અભિનેત્રી કરીના કપૂર ખાન જોવા મળી હતી. જણાવી દઈએ કે અભિષેક સાથે કરીનાની આ પહેલી ફિલ્મ હતી. જોકે બંને કલાકારોની ડેબ્યુ ફિલ્મ અસફળ રહી હતી. પરંતુ અભિષેકનું કામ પસંદ કરવામાં આવ્યું હતું.
અભિષેકના અંગત જીવનની વાત કરીએ તો પહેલા તેનો સંબંધ પાંચ વર્ષ સુધી પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે ચાલ્યો હતો. પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી બંનેએ સગાઈ કરી લીધી. પરંતુ બંનેની સગાઈ તૂટી ગઈ હતી. ત્યાર પછી અભિષેકને પૂર્વ મિસ વર્લ્ડ અને હિન્દી સિનેમાની દિગ્ગજ અને સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન સાથે પ્રેમ થયો.
એશ્વર્યા રાય સાથે વર્ષ 2007માં લગ્ન કર્યા: વર્ષ 2007ની શરૂઆતમાં એશ્વર્યા અને અભિષેકની સગાઈ થઈ અને પછી એપ્રિલ 2007માં બંનેના ધામધૂમથી લગ્ન થયા. વર્ષ 2011માં બંને માતા-પિતા બન્યા હતા. એશ્વર્યાએ પુત્રી આરાધ્યા બચ્ચનને જન્મ આપ્યો હતો. અભિષેક અને એશ્વર્યાના લગ્નને આ વર્ષે સફળ 15 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે.