બાળકોને જન્મ આપવાની બાબતમાં આ 6 સ્ટાર્સ છે બધાની આગળ, નંબર 4 તો છે 6 બાળકોના પિતા

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સની લાઈફસ્ટાઈલની વાત જ અલગ છે. તેની લાઇફ સ્ટાઈલ કોઈ હોલીવુડ સ્ટાર્સથી ઓછી નથી. આપણા સ્ટાર્સ દરેક સમયે હેડલાઈન્સમાં રહે છે કેટલીક વાર તેમની ફિલ્મોને કારણે તો કેટલીક વાર તેમના નિવેદનોને કારણે. તો કેટલીક વાર તેમની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. આજે અમે તમને તમારા ફેવરિટ સ્ટાર્સ વિશે એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે ભાગ્યે જ તમે જાણતા હશો. ઘણા સ્ટાર્સે એક નહિં પરંતુ 5 થી 6 બાળકોના પિતા છે.

સંજય દત્ત: અભિનેતા સંજય દત્ત પણ એક નહીં પરંતુ 3 બાળકોના પિતા છે. મોટી પુત્રી ત્રિશલા દત્ત છે, જે તેમની પહેલી પત્નીથી છે. ત્યાર પછી, અભિનેતાએ માન્યતા સાથે લગ્ન કર્યા. આ બંનેને એક પુત્ર અને એક પુત્રી છે.

શત્રુઘ્ન સિંહા: પરંતુ શત્રુઘ્ન સિંહાને પણ ત્રણ બાળકો છે. તેમને જોડિયા પુત્ર લવ-કુશ છે. અને એક અભિનેત્રી પુત્રી સોનાક્ષી સિંહા પણ છે.

અનિલ કપૂર: અનિલ કપૂર આ ઈન્ડસ્ટ્રીના સૌથી યંગ અભિનેતા માનવામાં આવે છે. અનિલ કપૂર તેની ફિટનેસ માટે જાણીતા છે. તેમને ત્રણ બાળકો છે જેમાં બે પુત્રી સોનમ કપૂર અને રિયા કપૂર અને એક પુત્ર હર્ષવર્ધન કપૂર છે. તેના બાળકો બોલીવુડમાં સંપૂર્ણ રીતે એક્ટિવ છે.

ધર્મેન્દ્ર: અભિનેતા ધર્મેન્દ્ર તેના સમયનો સૌથી શક્તિશાળી અભિનેતા હતા. ધર્મેન્દ્રને 6 બાળકો છે. બે પુત્ર અને 4 પુત્રી છે. ધર્મેન્દ્રને તેની પહેલી પત્નીથી બે પુત્રો અને બે પુત્રી છે. તેમના બાળકોનું નામ બોબી દેઓલ, સની દેઓલ, અજેતા દેઓલ, વિજેતા દેઓલ છે. આ પછી તેણે બીજી વાર હેમા માલિની સાથે લગ્ન કર્યા. તેનાથી તેમને બે પુત્રી છે, જેના નામ આહના દેઓલ અને ઇશા દેઓલ છે.

શાહરૂખ ખાન: શાહરૂખ ખાન રોમાંસના કિંગ આ બાબતમાં પણ કોઈથી પાછળ નથી. શાહરૂખ ખાનને ત્રણ બાળકો છે. તેમની પત્ની ગૌરી ખાને પુત્ર આર્યન અને પુત્રી સુહાનાને જન્મ આપ્યો છે. આ પછી, બંનેએ સરોગસી દ્વારા પુત્ર અબ્રામને જન્મ આપ્યો.

સૈફ અલી ખાન: બોલિવૂડમાં છોટે નવાબ તરીકે જાણીતા અભિનેતા સૈફ અલી ખાન તાજેતરમાં જ પિતા બન્યા છે. તેમની બેગમ અભિનેત્રી કરીના કપૂર ખાને તાજેતરમાં જ તૈમૂરના ભાઈને જન્મ આપ્યો છે. આ સાથે સૈફ અલી ખાન ચોથી વખત પિતા બન્યો છે. 50 વર્ષની ઉંમરે સૈફ ત્રણ પુત્રો અને એક પુત્રીનો પિતા બન્યો છે. તેના બાળકોના નામ સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન, તૈમૂર અલી ખાન અને એક નાનો મહેમાન હાલમાં જ આવ્યો છે. તેમણે બે લગ્નો કર્યા છે. પહેલા અમૃતા સિંહ અને બીજા લગ્ન કરીના કપૂર સાથે.

આમિર ખાન: બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાને પણ બે લગ્ન કર્યા છે. આમિરને તેની પહેલી પત્નીથી એક પુત્રી, આઈરા ખાન અને એક પુત્ર જુનૈદ ખાન છે. પહેલી પત્નીથી અલગ થયા પછી તેણે બીજા લગ્ન કર્યા છે. તેમની બીજી પત્નીએ પુત્ર આઝાદને જન્મ આપ્યો છે.