શ્રાવણ મહિનામાં વ્રત કરતી વખતે જરૂર ધ્યાન રાખો આ બાબતોનું, ત્યારે જ મળશે ઈચ્છિત ફળ

ધાર્મિક

ચાતુર્માસનું હિન્દુ ધર્મમાં વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. આ સમયગાળા દરમિયાનના નિયમોનું પાલન કરીને વ્રત કરનારા લોકોની બધી ઈચ્છા પૂર્ણ થાય છે. હિંદુ ધર્મ ગ્રંથમાં એ માન્યતા છે કે અષાઢ મહિનામાં શુક્લ પક્ષની એકાદશીની રાતથી ભગવાન વિષ્ણુ આગામી ચાર મહિના માટે યોગ નિદ્રામાં લીન થઈ જાય છે અને કાર્તિક મહિનામાં શુક્લ પક્ષની એકાદશી પર યોગ નિદ્રાથી જાગે છે. તેથી આ 4 મહિનાને ‘ચતુર્માસ’ કહેવામાં આવે છે.

ચતુર્માસનું હિન્દુ ધર્મમાં વિશેષ આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ 4 મહીનામાં શુભ માંગલિક કાર્ય જેવા કે લગ્ન, ગૃહ પ્રવેશ, દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા, યજ્ઞ વગેરે બંધ રહે છે. ચતુર્માસનો સંબંધ ‘દેવશયન’ સમયગાળા સાથે છે. શાસ્ત્રો મુજબ વરસાદી ઋતુના ચાર મહિના દરમિયાન લક્ષ્મીજી ભગવાન વિષ્ણુની સેવા કરે છે. જો આ સમયગાળા દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરીને વ્રત કરવામાં આવે, તો એવી માન્યતા છે કે બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

જણાવી દઈએ કે ચાતુર્માસનો પહેલો મહિનો એટલે કે શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથને સમર્પિત છે. ખરેખર પાર્વતીજીએ શ્રાવણ મહિનામાં કઠોર વ્રત અને તપ કર્યું હતું, અને તેમના તપથી પ્રસન્ન થઈને શિવજીએ તેની સાથે લગ્ન કર્યાં હતાં. તેથી ઈચ્છિત વર મેળવવા માટે શ્રાવણ સોમવારના વ્રતને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ ઉપરાંત ‘દેવશયની એકાદશી’ ના દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાં ચાલ્યા ગયા પછી શિવજી જ આ 4 મહીના સુધી સૃષ્ટિનું સંચાલન કરશે. તેથી આ સમય દરમિયાન શિવજીની પૂજાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે ચાતુર્માસની શરૂઆત 20 મી જુલાઈ એટલે કે મંગળવારથી શરૂ થઈ રહ્યો છે. સાથે જ તેનું સમાપન નવેમ્બર ની 14 તરીખે રવિવરના દિવસે થશે. આ દિવસે ‘દેવોત્થાન એકાદશી’ નું વ્રત કરવામાં આવશે.

ચતુર્માસ માં આ નિયમોનું પૂજા-વ્રત દરમિયાન રાખવું જોઈએ ધ્યાન: એવું માનવામાં આવે છે કે આ મહિનામાં પૂજા-વ્રત કરવાથી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ સોમવાર વ્રત કરવા ઉપરાંત ઘણા લોકો આ આખા મહિનામાં વ્રત રાખે છે. આવા લોકોએ કેટલીક વિશેષ વાતોનું જરૂર ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણીએ તે વાતો વિશે.

શ્રાવણના આખા મહિનામાં વ્રત કરી રહ્યા છો તો આ દરમિયાન જમીન પર સૂવું અને દૂર્યોદય પહેલા ઉઠવું ખૂબ જ સારું છે. જાગ્યા પછી મોટાભાગનો સમય ભગવાનની પૂજામાં લગાવવો અને મૌન રહેવું ખૂબ જ સારું રહે છે, જેથી મોં માંથી ન તો ખોટો શબ્દ નીકળે અને ન તો મન ભટકે.

આ વ્રત દરમિયાન દૂધ, ખાંડ, દહીં, તેલ, રિંગણ, પાંદડાવાળી શાકભાજી, મસાલેદાર ભોજનનું સેવન ન કરવું જોઈએ. ફલાહાર પણ નિયંત્રિત રીતે કરો. મોટાભાગનો સમય ભગવાનની પૂજામાં પસાર કરો. બીજી તરફ, જો તમે આખો મહિનો વ્રત ન રાખો તો પણ સોપારી, માંસ અને દારૂનું સેવન આ દરમિયાન ન કરવું જોઈએ.

શ્રાવણના આખા મહિનામાં વ્રત રાખતા લોકોએ આ દરમિયાન દાઢી ન કરવી જોઈએ અને વાળ અને નખ પણ ન કાપવા જોઈએ. ભગવાન ભોલેનાથ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને પોતાના ઇષ્ટદેવની પણ આ સમય દરમિયાન પૂજા કરવી જોઈએ. આ દરમિયાન પતિ-પત્નીએ નિયંત્રણ રાખવું જોઈએ. જો શક્ય હોય તો મુસાફરી ન કરો, પરંતુ ઘરે રહીને ભગવાનની પૂજા કરો.

ચાતુર્માસમાં એક જગ્યાએ પૂજા કરવી હોય છે શ્રેષ્ઠ: ચતુર્માસનો સમય પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે આ સમય દરમિયાન મુસાફરીથી બચવું જોઈએ અને એક જગ્યાએ બેસીને ધ્યાન કરવું જોઈએ. આ ચાર મહિનામાં શ્રાવણ મહિનામાં સૌથી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં જે વ્યક્તિ ભાગવત કથા, ભગવાન શિવની પૂજા, ધાર્મિક પૂજા, દાન કરશે તેને અક્ષય પુણ્ય મળશે.