આ દિવસે છે જયા એકાદશીનું વ્રત, ભૂલથી પણ ન કરો આ કામ નહિં તો મળશે અશુભ પરિણામ

ધાર્મિક

જે લોકો એકાદશીનું વ્રત રાખે છે તેમના પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ રહે છે અને તેમને પાપોથી મુક્તિ મળે છે. એકાદશીનું વ્રત દર મહિને આવે છે. મહા મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે જયા એકાદશી 23 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ આવી રહી છે. એવું માનવામાં આવે છે કે જે લોકો જયા એકાદશીના દિવસે વિષ્ણુજીના બધા રૂપની પૂજા કરે છે અને વ્રત રાખે છે તેમની બધી ઈચ્છા પૂર્ણ થાય છે. સાથોસાથ શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાથી ડરથી છુટકારો મળે છે.

જયા એકાદશી શુભ શુભ મુહૂર્ત: જયા એકાદશીની તિથિની શરૂઆત 22 ફેબ્રુઆરી 2021 ને સોમવારે સાંજે 05:16 વાગ્યાથી શરૂ થશે. અને એકાદશી તિથિ 23 ફેબ્રુઆરી 2021 ને મંગળવારે સાંજે 06: 05 વાગ્યે સમાપ્ત થશે. જયા એકાદશી વ્રત પારણ શુભ સમય 24 ફેબ્રુઆરીએ સવારે 06:51 વાગ્યાથી 09:09 વાગ્યા સુધીનો છે. આ સમય દરમિયાન, ભક્તો કોઈપણ સમયે વ્રતનું પારણ કરી શકે છે.

જયા એકાદશીનું મહત્વ: પૌરાણિક માન્યતાઓ અનુસાર, મહાભારત સમય દરમિયાન યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને એકાદશીનું મહત્વ પૂછ્યું હતું. ત્યારે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશીનું મહત્વ જણાવતાં કહ્યું કે જો કોઈ સાચા મનથી એકાદશીનું વ્રત કરે છે તો તેની બધી સમસ્યા દૂર થઈ જાય છે અને તેને ઈચ્છિત ચીજ પણ મળે છે. બીજી તરફ જે લોકો જયા એકાદશીનું વ્રત રાખે છે તે મૃત્યુ પછી પિશાચ યોનિમાં ભટકતા નથી. આ ઉપરાંત આ દિવસે ઘરમાં પૂજા કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે.

જયા એકાદશી વ્રતની પૂજા વિધિ: એકાદશીના દીવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. ત્યાર પછી પૂજા ઘરની સફાઈ કરીને એક ચોકી નીચે રાખી દો. આ ચોકી પર સ્વચ્છ વસ્ત્ર મૂકો. ત્યાર પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ તેના પર રાખો. હવે આ ચોકીને સારી રીતે સજાવો અને એક દીવો પ્રગટાવો. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુને પીળો રંગ પસંદ છે. તેથી, તમે તેમને પીળા રંગના ફૂલો અર્પણ કરો. પૂજા કરતી વખતે તમે તેમને જે ભોગ અર્પણ કરો છો તેમાં એક તુલસી પત્ર જરૂર રાખો. પૂજા શરૂ કરતી વખતે, સૌ પ્રથમ ભગવાન વિષ્ણુનું ધ્યાન કારીને વ્રતનો સંકલ્પ કરો. ત્યાર પછી ધૂપ, દીવો, ચંદન, ફળો, તલ અને પંચામૃતથી ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાન વિષ્ણુના નામનો જાપ કરો અને તેમની સાથે જોડાયેલા મંત્રોનો પાઠ કરો. આ દિવસે સંપૂર્ણ રીતે ભક્તિમાં તલ્લીન રહો. દિવસભર ઉપવાસ રાખો અને રાત્રે ફલાહાર કરો. બારશ તિથિ પર બ્રાહ્મણને ભોજન કરાવો અને તેમને જનોઈ અને સોપારી આપો. બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી તમે પણ ભોજન ગ્રહણ કરો.

ન કરો આ કામ: એકાદશી પર ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. આ દિવસે ઘણા એવા કાર્યો છે જેને કરવા યોગ્ય માનવામાં આવતા નથી. તેથી તમે ભૂલથી પણ નીચે જણાવેલા કાર્યો ન કરો. તેને કરવાથી તમે પાપના ભાગીદાર બની શકો છો. એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવું યોગ્ય માનવામાં અવતું નથી. તેથી એકાદશીના દિવસે ચોખા અથવા ચોખામાંથી બનેલી કોઈ પણ ચીજનું સેવન ન કરો. તુલસી ભગવાન વિષ્ણુજીને ખૂબ પ્રિય છે. એકાદશીના દિવસે તુલસીની પૂજ કરવી જોઈએ અને ભૂલથી પણ તુલસી પત્ર ન તોડો. આ દિવસે તુલસી પત્ર તોડવાથી પાપ લાગે છે. એકાદશીના દિવસે ડુંગળી, લસણનું સેવન કરવું અયોગ્ય માનવામાં આવે છે. આ દિવસે કીડી-મકોડા ને ન મારો અને કોઈ સાથે લડાઈ પણ ન કરો.

1 thought on “આ દિવસે છે જયા એકાદશીનું વ્રત, ભૂલથી પણ ન કરો આ કામ નહિં તો મળશે અશુભ પરિણામ

Leave a Reply

Your email address will not be published.