ખૂબ જ સુંદર છે સુનીલ સેટ્ટીનું આ ફાર્મહાઉસ, ફાઈવ સ્ટાર હોટલને પણ કરે છે ફેલ, જુવો તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાના જાણીતા અભિનેતામાં શામેલ સુનીલ શેટ્ટી બોલીવુડ સાથે છેલ્લા 28 વર્ષોથી જોડાયેલા છે. સુનીલ શેટ્ટીએ વર્ષ 1992 માં હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. આ સમય દરમિયાન, તેમની પહેલી ફિલ્મ બલવાન રિલીઝ થઈ હતી. સુનીલે બોલીવુડને ઘણી સુંદર ફિલ્મો આપી છે. તેણે બોલિવૂડમાં સારું નામ કમાવ્યું છે.

જણાવી દઈએ કે, સુનીલ શેટ્ટી લાંબા સમયથી બોલિવૂડથી દૂર છે. સુનીલ શેટ્ટી એક મહાન અભિનેતા હોવા ઉપરાંત એક સફળ બિઝનેસમેન પણ છે. તેઓ બિઝનેસ દ્વાર કરોડો રૂપિયાની કમાણી કરે છે. તે રેસ્ટોરન્ટ ચેન, સેલિબ્રિટી ક્રિકેટ લીગની ટીમ અને ફર્નિચર અને હોમ સ્ટાઇલ સ્ટોર્સના પણ માલિક છે.

સુનીલ શેટ્ટી બોલિવૂડના સમૃદ્ધ અભિનેતાઓમાં પોતાનું સ્થાન ધરાવે છે. મુંબઇ નજીક હિલ સ્ટેશન ખંડાલામાં એક ખૂબ જ સુંદર ફાર્મહાઉસ પણ સુનીલ શેટ્ટીએ ખરીદ્યું છે. અહી ઘણીવાર સુનીલ પોતાનો સમય પસાર કરે છે. તો ચાલો આજે સુનીલ શેટ્ટીના આ સુંદર ફાર્મ હાઉસની તસવીરો જોઈએ.

મુંબઇ પાસે હિલ સ્ટેશન ખંડાલામાં સુનિલ શેટ્ટીનું આ સુંદર ફાર્મહાઉસ 6200 ચોરસફુટમાં બનેલું છે. તેને પ્રાઈવેટ ગાર્ડન સ્વિમિંગ પૂલ, ડબલ હાઈટનો લિવિંગ રૂમ, 5 બેડરૂમ અને કિચન ખૂબ જ ખાસ બનાવે છે. અવારનવાર સુનિલ તેના પરિવાર સાથે અહીં જોવા મળે છે. હંમેશાથી ખુલ્લી જગ્યા પસંદ કરનાર સુનીલ માટે આ ફાર્મ હાઉસ ખૂબ જ ખાસ છે. આ ફાર્મહાઉસનો ડાઈનિંગ રૂમ પૂલ સાથે જોડાયેલો છે.

સુનિલ શેટ્ટીનું આ લક્ઝુરિયસ ફાર્મ હાઉસ લૂકમાં ફાઈવ સ્ટાર હોટલ જેવું જ લાગે છે. તેને એલીગેંટ સ્ટ્રક્ચર, ગ્રીન ડિઝાઈન, બ્યૂટીફુલ ઈંટીરિયર અને નેચરલ અને સ્કાઈલાઈટ જેવી બાબતો ખૂબ જ સુંદર બનાવવાનું કામ કરે છે.

તસવીરો પરથી તમે અંદાજ લગાવી શકો છો કે, સુનિલનું આ મહેલ જેવું આ ફાર્મ હાઉસ કેટલું સુંદર હશે. સાથે જ તે તેટલું મોંઘું પણ હશે. જોકે તેની કિંમત વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

સુનિલના આ ફાર્મહાઉસમાં ડોગી પણ છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે સુનીલ તેના ડોગી સાથે જોવા મળી રહ્યો છે. એક તસ્વીરમાં સુનીલ એક ડોગી પાસે છે. જ્યારે અન્ય એક તસવીરમાં તે ત્રણ ડોગી સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં તેની પત્ની માના શેટ્ટી પણ જોવા મળી રહી છે. આ ફાર્મ હાઉસમાં ગૌતમ બુદ્ધની મૂર્તિ પણ છે.

તમે જોઈ શકો છો કે સુનીલ શેટ્ટીનું આ સુંદર ફાર્મ હાઉસ ચારે બાજુથી હરિયાળીથી ઘેરાયેલું છે. જ્યાં પણ જુવો ત્યાં હરિયાળી જ હરિયાળી જોવા મળશે. આ ફાર્મ હાઉસને તમે ફાઈવ સ્ટાર હોટલ, લક્ઝરી મહેલ તેમજ ટાપુનું નામ પણ આપી શકો છો. તસવીરોમાં તે સ્પષ્ટ રીતે દેખાય છે. જો રાત્રે તમે આ ફાર્મહાઉસ જોશો તો ખરેખર કહેશો કે શું અદ્ભુત નજારો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સુનીલ શેટ્ટીએ 90 ના દાયકામાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે ચોક્કસપણે બોલિવૂડની ફિલ્મોથી દૂર છે, પરંતુ તે ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા છે. હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે જ સુનીલે અન્ય ઘણી ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સુનીલ શેટ્ટીએ મલયાલમ, તમિલ અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આટલું જ નહીં સુનીલ શેટ્ટીએ કન્નડ સિનેમામાં પણ પગ મૂક્યો છે. વર્ષ 2019 માં કન્નડ અભિનેતા સુદિપ કીચ્ચા સાથે તેમની ફિલ્મ પૈલવાન આવી હતી. જણાવી દઈએ કે, સુનીલ એક પ્રોડક્શન હાઉસ પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના માલિક પણ છે.

Leave a Reply

Your email address will not be published.