ફરહાનના બીજા લગ્નમાં ખૂબ નાચ્યા ઋતિક રોશન, બંનેએ કંઈક આ રીતે જમાવ્યો રંગ, જુવો વીડિયો

બોલિવુડ

પ્રખ્યાત અભિનેતા ફરહાન અખ્તર બીજી વખત લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. છૂટાછેડાના લગભગ પાંચ વર્ષ પછી, તેમણે બીજા લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે ફરહાને પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે લગ્ન કર્યા છે. બંને વર્ષ 2018થી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં અને 19 ફેબ્રુઆરીએ બંનેએ લગ્ન કરી લીધા.

ફરહાન અને શિબાનીના લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા. બંનેના લગ્ન ખંડાલાના એક ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. લગ્નમાં બંનેના પરિવારના સભ્યો અને કેટલાક મિત્રો જ શામેલ થયા હતા. સાથે જ હિંદી સિનેમાથી પણ માત્ર થોડા સ્ટાર્સ જ શામેલ થયા હતા.

રિતિક રોશન, રાકેશ રોશન, શંકર મહાદેવન, રિયા ચક્રવર્તી, સાકિબ સલીમ, સતીશ કૌશિક, આશુતોષ ગોવારિકર જેવા સ્ટાર્સ લગ્નમાં શામેલ થયા હતા. જણાવી દઈએ કે રિતિક અને ફરહાન એકબીજાના ખૂબ સારા મિત્રો છે. બંનેએ સાથે મોટા પડદા પર કામ પણ કર્યું છે. લગ્નમાં બંને ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર રિતિક અને ફરહાનનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે બંનેને ડાન્સ કરતા જોઈ શકો છો. બંને પોતાની 2011ની સુપરહિટ ફિલ્મ ‘જિંદગી ના મિલેગી દોબારા’ના પ્રખ્યાત ગીત ‘સેનોરિટા’ પર ડાન્સ કરી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by ZoWed (@zo_wed)

ઋતિક અને ફરહાને એ જ સ્ટેપ્સ પર ડાન્સ કર્યો છે જે ખરેખર બંનેએ ગીતમાં કર્યા હતા. બંનેને એકસાથે ડાન્સ કરતા જોઈને આસપાસ હાજર લોકો પણ ખૂબ ખુશ થઈ ગયા અને બંનેના ડાન્સ પર તાળીઓ વગાડતા જોવા મળ્યા. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bollygossip (@bollyg0ssip) 

‘દિલ ચાહતા હૈ’ ફિલ્મના ગીત પર પણ કર્યો ડાન્સ: આ વીડિયો ઉપરાંત ફરહાન અને શિબાનીના લગ્ન સાથે જોડાયેલો એક અન્ય વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં ફરહાન અને રિતિક ઉપરાંત અન્ય લોકો પણ ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. વિડિયોના અંતમાં ઋતિક ડિરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાનને ગળે મળે છે અને બંને ડાન્સ કરવા લાગે છે. વીડિયો પર ફરહાન અને ઋતિકના ચાહકો એ ખૂબ જ ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, “શું આ રિતિક રોશન છે.” સાથે જ કેટલાકે ફાયર ઇમોજી તો કેટલાકે હાર્ટ ઇમોજી કમેન્ટ કરી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ પસંદ કર્યો છે.

ન સાત ફેરા લીધા, ન નિકાહ થયા: જણાવી દઈએ કે શિબાની અને ફરહાન અલગ-અલગ ધર્મના છે. શિબાની જ્યાં હિંદુ છે, તો ફરહાન મુસ્લિમ છે. પરંતુ બંનેએ ન તો હિન્દી ધર્મ મુજબ લગ્ન કર્યા કે ન તો મુસ્લિમ ધર્મ મુજબ. પરંતુ બંનેએ એક અનોખી રીતે લગ્ન કર્યા. બંનેએ એકબીજા માટે કેટલાક વચન લખ્યા અને વચન દ્વારા બંનેએ રિંગ સેરેમની દ્વારા લગ્ન કરી લીધા.

ફરહાને પહેલા લગ્ન વર્ષ 2000માં અધુના ભવાની સાથે કર્યા હતા. બંનેને બે પુત્રીઓ છે. પરંતુ બંને વર્ષ 2017માં છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા.

છૂટાછેડા પછી ફરહાને શિબાની દાંડેકરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને વર્ષ 2018 થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને હવે લગભગ ચાર વર્ષ પછી બંનેએ પોતાના સંબંધોને નવું નામ આપ્યું છે. તમને જણાવી દઈએ કે ફરહાન 48 વર્ષનો છે, જ્યારે શિબાની 41 વર્ષની છે.