હિંદી ફિલ્મોના પ્રખ્યાત વિલન ડૈની ની પુત્રી કરે છે આ કામ, તેની સુંદરતા પર ફિદા છે લોકો, જુવો તસવીરો

બોલિવુડ

આપણી હિન્દી સિનેમા હંમેશાં ત્રણ લોકોની આસપાસ ફરે છે. આ ત્રણમાં હીરો, હિરોઇન અને વિલનનો સમાવેશ થાય છે. હિંદી ફિલ્મોમાં વિલન જ હીરોને હીરો બનાવે છે. નકારાત્મક ભૂમિકા નિભાવનાર આ પાત્ર હિન્દી સિનેમામાં હંમેશાં ખૂબ જ પ્રખ્યાત રહ્યું છે. જોકે ઘણા અભિનેતાઓએ પોતાને હિન્દી સિનેમામાં વિલન તરીકે સ્થાપિત કર્યા હતા, પરંતુ કેટલાક કલાકારો એવા પણ છે જેમને તેમની કારકીર્દિમાં વિલન તરીકે ઓળખવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં ડેનીનું નામ પણ શામેલ છે. જેનું પૂરું નામ ડેની ડેનઝોંગ્પા છે. તે હિન્દી સિનેમાના એક શ્રેષ્ઠ વિલન અને સહાયક અભિનેતા તરીકે ઓળખાય છે.

ફિલ્મોમાં પોતાના વિલન રોલથી લોકોના દિલમાં ગભરાટ ફેલાવનાર ડેનીનો એક સમયે બોલિવૂડમાં એક સિક્કો બોલતો હતો. આજે આપણે વાત તેની અથવા તેની એક્ટિંગની નહિં, પરંતુ આપણે તેની પુત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.

ડેનીની પુત્રી પેમા ડેનઝોંગ્પા હેડલાઇન્સથી દૂર રહે છે, પરંતુ આ વખતે તેની સુંદરતા ચર્ચામાં છે. પેમા સરળતાથી તેની સુંદરતાથી લોકોને મદહોશ કરતા જોવા મળે છે. જણાવી દઈએ કે પેમાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેની સુંદરતાની સામે ફિલ્મ અભિનેત્રી પણ પાણી ભરતા જોવા મળે છે. જણાવી દઈએ કે ડેની ડેનઝોંગ્પા ની પુત્રી પેમા ડેનઝોંગ્પા એક ઉધ્યોગસાહસિક છે અને રિપોર્ટ મુજબ, તે “યુકસોમ બ્રુઅરીઝ” માં નિર્દેશક છે.

ડેનીના પરિવારના અન્ય સભ્યો વિશે વાત કરીએ તો તેના લગ્ન ગાવા ડેનઝોંગ્પા સાથે થયા છે. તેને બે બાળકો છે. તેમના નામ રિંઝિંગ ડેનઝોંગ્પા અને પેમા ડેનઝોંગ્પા છે. ડેનીનો પુત્ર જલ્દીથી બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. તેની આગામી ફિલ્મ ‘સ્ક્વોડ’ છે. જનાવી દઈએ કે ડેની ડેનઝોંગ્પાની પત્ની અને પેમા ડેનઝોંગ્પાની માતા ચોગ્યાલ વંશની છેલ્લી વારસદાર છે. તેથી તે એક રોયલ પરિવાર પણ છે.