બોલીવુડના આ પ્રખ્યાત સિંગરનું થયું નિધન, આ બીમારી એ લીધો તેમનો જીવ, જીભ પર રહેતા હતા તેમના સુપરહિટ ગીત

બોલિવુડ

બોલિવૂડમાંથી અન્ય એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હજુ સુધી લતા મંગેશકર અને બપ્પી લહિરીના નિધનના શોકમાંથી ઈન્ડસ્ટ્રીના લોકો બહાર નીકળી શક્યા ન હતા કે અચાનક એક અન્ય મોટા સિંગરના નિધનના સમાચાર સામે આવી ગયા છે. તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

બોલિવૂડના પ્રખ્યાત સિંગરના નિધન પછી લોકો સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત પણ કરી રહ્યા છે. તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. તેણે ઘણા સુપરહિટ ગીતો દ્વારા માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ પંજાબી ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી હતી. થોડા સમય પહેલા જ તે કોમામાંથી બહાર આવ્યા હતા.

આ પ્રખ્યાત સિંગરનું થયું નિધન: બોલિવૂડના પ્રખ્યાત સિંગર જેમનું નિધન થયું છે, તેનું નામ તરસેમ તાજ હતું. તેમનું આખું નામ તરસેમ સિંહ સૈની હતું પરંતુ તેઓ તાજના નામથી બોલિવૂડમાં પ્રખ્યાત હતા. આ ઉપરાંત તેમને તાજ સ્ટીરિયો નેશન અને જોનીજીના નામથી પણ ચાહકો ઓળખાતા હતા. શુક્રવારે તેમનું નિધન થયું છે.

તાજનો જન્મ 23 મે 1967ના રોજ થયો હતો. તેઓ આ સમયે 54 વર્ષના હતા. તેમનો જન્મ ભારતમાં નહીં પરંતુ ઈંગ્લેન્ડમાં થયો હતો. પછી તેમણે ભારતમાં પોતાનું ટેલેંટ બતાવવાનું નક્કી કર્યું. પહેલા પંજાબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમણે ખૂબ નામ કમાવ્યું હતું. ત્યાર પછી તે બોલિવૂડ તરફ વળ્યા. અહીં પણ તેમણે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે.

આ બીમારીએ લીધો તાજનો જીવ: તરસેમ સિંહ સૈનીને હર્નિયા નામની બીમારી હતી. જો કે તેની સારવાર શક્ય છે, પરંતુ તેના નસીબે તેનો સાથ ન આપ્યો. સિંગરને 2 વર્ષ પહેલા હર્નિયાનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. તે દરમિયાન કોરોના મહામારી એટલી ફેલાઈ હતી કે તેમનું ઓપરેશન સતત ટળતું જ રહ્યું હતું. ત્યાર પછી તેને તકલીફ થવા લાગી.

તેના આંતરડામાં તકલીફને કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. ત્યાર પછી તે કોમામાં ચાલ્યા ગયા હતા. તેઓ લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ હતા. માર્ચમાં તેને ફરીથી હોશ આવ્યો હતો. તેના પરિવારે ચાહકોનો આભાર પણ માન્યો હતો. જો કે શુક્રવારે તેમની તબિયત બગડી અને પ્રખ્યાત સિંગર હંમેશા માટે દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા.

આ સુપરહિટ ગીતોથી બનાવી હતી એક અલગ જ ઓળખ: તરસેમ તાજે 90ના દાયકામાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેમના એક મ્યુઝિક આલ્બમમાં ‘પ્યાર હો ગયા’ ગીત વર્ષ 1989માં આવ્યું હતું. આ ગીત બાળકોના હોઠ પર રહેતું હતું. આ ઉપરાંત તેમણે “નાચેંગે સારી રાત, સોઢીયો ની કર લો થોડા સા પ્યાર” ગીત ગાઈને ધૂમ મચાવી હતી. તે ખૂબ જ લોકપ્રિય સિંગર બની ગયા હતા.

તેમણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં સુપરહિટ ગીતો ગાયા છે. 2003માં કોઈ મિલ ગયાનું ગીત ‘ઈટ્સ મેજિક ઈટ્સ મેજિક’ હોય કે પછી 2008માં આવેલી ફિલ્મ આજ મેરે યાર કી શાદીનું ‘જવાની ઓન ધ રોક્સ’ ગીત હોય. તેમણે 3 વર્ષ પહેલાં બાટલા હાઉસનું ‘ગલ્લાં ગોરિયાં’ ગીત ગાઈને ફરીથી ધૂમ મચાવી હતી. તેમના નિધન પર ચાહકોમાં શોક છવાઈ ગયો છે.