માત્ર 17 વર્ષની ઉંમરે બની હતી પ્રખ્યાત, જાણો અત્યારે ક્યાં છે બોલીવુડ અભિનેત્રી મીનાક્ષી…

બોલિવુડ

એક સમયે સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી રહેલી મીનાક્ષી શેષાદ્રી 57 વર્ષની થઈ ગઈ છે. મીનાક્ષીએ તેની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી ફિલ્મ આપી હતી અને પોતાની એક્ટિંગથી લોકોના દિલમાં ખાસ જગ્યા પણ બનાવી હતી. પરંતુ લગ્ન પછી તે ફિલ્મી દુનિયાથી ગાયબ થઈ ગઈ. ચાલો જાણીએ કે અભિનેત્રી હવે ક્યાં છે અને તે શું કરી રહી છે.

જણાવી દઈએ કે 16 નવેમ્બર, 1963 ના રોજ ઝારખંડના સિંદરીમાં જન્મેલી મીનાક્ષી શેષાદ્રીનું અસલી નામ શશિકલા શેષાદ્રી છે. તે ક્લાસિકલ ડાન્સમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક અને ઓડિસીમાં ટ્રેન્ડ છે. વર્ષ 1981 માં, તેણે 17 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો અને પછી તે જ વર્ષે ટોક્યોમાં મિસ ઇંટરનેશનલ કોન્ટેસ્ટ માટે ભારતને રિપ્રેઝંટ કર્યું હતું. તેમણે ફિલ્મી કારકિર્દીની શરૂઆત 1983 માં આવેલી ફિલ્મ પેઇન્ટર બાબુથી કરી હતી. પરંતુ આ ફિલ્મ ચાલી શકી નહીં. ત્યાર પછી તેણે સુભાષ ઘઇની ફિલ્મ ‘હીરો’માં જેકી શ્રોફ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ જબરદસ્ત હિટ બની અને મીનાક્ષી રાતોરાત સ્ટાર બની હતી. પછી તેણે તેની કારકિર્દીમાં ઘણી સુંદર ફિલ્મો આપી. તેણે દેવ આનંદ, અમિતાભ બચ્ચન, સંજય દત્ત, મિથુન ચક્રવર્તી, સની દેઓલ, અનિલ કપૂર જેવા સુપરસ્ટાર્સ સાથે ફિલ્મો કરી છે.

જોકે મીનાક્ષી તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહી હતી. તેનું નામ સિંગર કુમાર સાનુ અને અંદાજ અપના અપના ના ડિરેક્ટર રાજ કુમાર સંતોશી સાથે જોડાયું હતું. મીનાક્ષીની ફિલ્મ ‘જુર્મ’માં કુમાર સાનુએ ‘જબ કોઈ બાત બિગડ જાયે..’ ગીત ગાયું હતું. એવું માનવામાં આવે છે કે ફિલ્મના પ્રીમિયર શો દરમિયાન કુમારની મુલાકાત મીનાક્ષી સાથે થઈ અને જોત જોતામાં પોતાનું દિલ આપી બેઠા.

કહેવામા આવે છે કે ડિરેક્ટર રાજ કુમાર સંતોશીએ પણ તેમને પ્રપોઝ કર્યું હતું. મીનાક્ષીએ રાજકુમાર સંતોષીની ફિલ્મ ઘાયલમાં કામ કર્યું હતું. અહીંથી જ તે રાજકુમારને પસંદ આવી ગઈ. પરંતુ મીનાક્ષીએ રાજ કુમાર સંતોષીના પ્રપોજલને નકારી દીધો. આ વિશે રાજકુમાર સંતોષીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું- હા, હું તેમને પ્રેમ કરતો હતો. મેં તેમને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યો હતો, પરંતુ તેણે મને સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

ખરેખર, સફળતાના શિખરે પહોંચ્યા પછી મીનાક્ષીએ ફિલ્મોને અલવિદા કહ્યું. વર્ષ 1995 માં તેણે ઈન્વેસ્ટમેંટ બેંકર હરીશ મૈસુર સાથે લગ્ન કર્યા. લગ્ન પછી, તે અમેરિકાના ટેક્સાસમાં જઈને રહેવા લાગી. મીનાક્ષી તેના પતિ અને બાળકો સાથે ટેક્સાસના ડૈલસ શહેરમાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની તસવીર તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરે છે. મીનાક્ષી તેની પોતાની ડાન્સ સ્કૂલ ચલાવે છે, જે તેણે 2008 માં ખોલી હતી. આ શાળા ખોલ્યાના થોડા વર્ષોમાં જ તે પ્રખ્યાત થઈ ગઈ. અહીં દરેક ઉંમરના લોકો ડાન્સ શીખવા જાય છે.

Leave a Reply

Your email address will not be published.