ગુરૂવારે આખો પરિવાર સાથે મળીને વિષ્ણુ ભગવાન માટે કરો આ કામ, મળશે સુખ અને સંપત્તિ બંને

ધાર્મિક

દરેક પરિવાર ઇચ્છે છે કે તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. એક સુખી પરિવાર પ્રગતિની ચાવી પણ હોય છે. જ્યારે ઘરમાં કોઈ લડાઈ-ઝઘડો ન હોય અને બધા પ્રેમ થી સાથે રહે તો વ્યક્તિ કામકાજ પર પણ વધુ ધ્યાન કેંદ્રિત કરી શકે છે. ઘરની મોટાભાગની સમસ્યાઓ ત્યાં હાજર નકારાત્મક ઉર્જાને કારણે થાય છે. આ નકારાત્મક ઉર્જાને કારણે ઘરમાં વ્યર્થ વાતાવરણ ઉત્પન્ન થવા લાગે છે. પરિવારના સભ્યો ચીડિયા થવા લાગે છે અને સંબંધોમાં ખટાસ આવવા લાગે છે. માત્ર આટલું જ નહીં તેની તમારા ઘરની આર્થિક સ્થિતિ પર પણ અસર પડે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થવી ઘણી ચીજો પર આધારિત છે. જેમ કે ઘરમાં વાસ્તુ દોષ હોવો, પૂજા પાઠ ન કરવા, ઘરમાં કોઈ ખોટું કામ થવું વગેરે.

આ સ્થિતિમાં, તમારે ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવવાની જરૂર છે. આ કામ કરવામાં તમે ભગવાન વિષ્ણુની મદદ લઈ શકો છો. વિષ્ણુજી તેમના ભક્તોની દરેક સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. તમે તેમની પાસે જે ઈચ્છા માંગો છો, તે પૂર્ણ થાય છે. જો કે તેમને પ્રસન્ન કરવા એટલું સરળ પણ નથી. તમારે વિષ્ણુજીને તમારા ઘરે આમંત્રિત કરવા તમારે કંઈક મોટું અને વિશેષ કાર્ય કરવું પડે છે. અહીં તમે આખા પરિવાર માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની ઇચ્છા કરો છો, તેથી ઘરના બધા સભ્યોએ સાથે મળીને ભગવાન વિષ્ણુ માટે વિશેષ કાર્ય કરવું પડશે.

આ કાર્ય કરવાથી ઘરમાં આવશે શાંતિ અને સંપત્તિ: ઘરના બધા સભ્યોએ સાથે મળીને સત્યનારાયણ કથામાં શામેલ થવું પડશે. ઘરની અંદર સત્યનારાયણ કથા તો તમે પહેલા પણ કરાવી ચુક્યા હશો, પરંતુ ઘણી વખત તેમાં તમારા ઘરના દરેક સભ્ય શામેલ થઈ શકતા નથી. આ ઉપરાંત તમારે કથા સાથે કેટલાક અન્ય કામ પણ કરવા પડશે. સૌથી પહેલા કથાના દિવસે તમારા ઘરમાં ગંગા જળ છાંટો. આ તમારા ઘરને પવિત્ર બનાવશે જે વિષ્ણુના આગમન માટે યોગ્ય રહેશે. હવે ઘરના બધા સભ્યો આ કથાનો ભગ બનો. કથા પૂર્ણ થયા પછી ભગવાનને ચળાવેલો પ્રસાદ પણ સૌથી પહેલા ઘરના બધા સભ્યોને આપો ત્યાર પછી જ અન્ય લોકોને આપો.

પૂજામાં જે ઘઉં અને ચોખાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો તમે પછી ઘરનું ભોજન બનાવવામાં ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, ઘઉંના લોટથી પુરી બનાવો અને ચોખાથી ખીર બનાવો. હવે તેને ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને ત્યાર પછી તેને ગાયને ખવડાવો. ત્યાર પછી ઘરના બધા સભ્યો સાથે બેસીને ભોજન પ્રસાદી તરીકે ગ્રહણ કરો.

આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા સંપૂર્ણ રીતે નાશ થઈ જશે. આટલું જ નહીં તે ઘરમાં સકારાત્મક ઉર્જાના સ્તરમાં પણ વધારો કરશે. તેનાથી ઘરના લોકોમાં સતબુદ્ધિ આવશે અને તે પરિવારના હિત વિશે વિચારશે.