વર્ષ 2020 તેની ખરાબ યાદો સાથે પસાર થઈ ગયું છે અને નવું વર્ષ 2021 નવા ઉત્સાહ અને જોશ સાથે શરૂ થઈ ચુક્યું છે અને આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિને આશા છે કે 2020 માં જે બન્યું તે બીજી વાર ક્યારેય કોઈ પણ વર્ષમાં ન બને અને આ આશા સાથે લોકોએ નવા વર્ષનું ખૂબ જ સુંદર રીતે સ્વાગત કર્યું છે અને આપણા ફિલ્મી સ્ટાર્સે પણ નવા વર્ષનું વેલકમ ખૂબ જ સુંદર રીતે કર્યું છે.
હવે સોશિયલ મીડિયા પર આ સ્ટાર્સના સેલિબ્રેશનની બધી તસવીરો સામે આવી ચુકી છે અને આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પરિવારના નવા વર્ષના સેલિબેશનની તસવીરો બતાવી રહ્યા છીએ અને ન્યૂ યર પર આખો બચ્ચન પરિવાર ખૂબ જ ખુશ જોવા મળ્યો અને બિગ બીની સ્ટાઈલ તો સૌથી અનોખી રહી, જેને ચાહકોએ ખૂબ પસંદ કરી અને તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ.
જણાવી દઈએ કે આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર બચ્ચન પરિવારની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે અને આ તસવીરોમાં જયા બચ્ચન, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય અને બિગ બી ન્યુ યરનું સેલિબ્રેશન કરતા જોવા મળ્યા અને આખો બચ્ચન પરિવાર ખૂબ જ મસ્તી ભરેલી સ્ટાઈલમાં જોવા મળ્યો અને બધાએ કલરફુલ ટોપી પહેરી હતી અને કેમેરાની સામે ખુશીથી પોઝ આપતા જોવા મળ્યા. ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન, બિગ બીની અનોખી સ્ટાઈલ જોવા મળી હતી, જેમાં તે ગોલ્ડન કલરની ટોપી પહેરીને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા.
જણાવી દઈએ કે બચ્ચન પરિવારમાં ન્યૂ યરનું સેલિબ્રેશન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું છે અને ન્યૂ યર સેલિબ્રેશનની ઘણી તસવીરો બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યા રાય એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે અને આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સાથે જ બિગ બીએ પણ ન્યૂ યર સેલિબ્રેશનની તસવીરો તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે તેની લાડલી પૌત્રી આરાધ્યા સાથે ખૂબ જ મસ્તી ભરેલી સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે.
આ તસવીરમાં આરાધ્યાના હેર બેન્ડ પર હેપી ન્યૂ યર લખેલું છે, ત્યારે બિગ બીની ગોલ્ડન કેપ પર હેપ્પી ન્યુ યર લખેલું છે અને બિગ બી એ આ લુકમાં લાઇટ વાળા ગોગલ્સ પહેર્યા છે, જેમાં તે ખૂબ જ ફની લાગી રહ્યા છે. અને દાદા અને પૌત્રીની આ જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે અને તે બંને એક સાથે ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે.
સાથે જ એશ્વર્યા રાયે પણ ન્યૂ યર સેલિબ્રેશનની કેટલીક ફેમિલી તસવીરો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને આ તસવીરો પોસ્ટ કરતી વખતે એશ્વર્યાએ એક ક્યૂટ કેપ્શન પણ લખ્યું છે, એશ્વર્યાએ લખ્યું છે કે, “પ્રેમ, શાંતિ, આશીર્વાદ, એક ખુશખુશાલ 2021… ” જણાવી દઈએ બચ્ચન પરિવારે ન્યૂ યરનું સેલિબ્રેશન ખૂબ જ સુંદર રીતે કર્યું છે અને વાત કરીએ અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટ વિશે તો તે આજકાલ પોતાનો શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરતા જોવા મળે છે અને સાથે જ તે ઘણી ફિલ્મોના શૂટિંગમાં પણ ખૂબ વ્યસ્ત છે.