મૃત્યુ પછી પણ 5 લોકોને નવી જિંદગી આપી આ નાની પરીએ, દેશના લોકો માટે બની મિસાલ

Uncategorized

બાળકો ભગવાનનું જ એક સ્વરૂપ હોય છે. તેઓ દરેકના ચહેરા પર સ્મિત લાવે છે. દિલ્હીની 20 મહિનાની ધનિષ્ઠા મૃત્યુ પછી પણ 5 લોકોને નવી જિંદગી આપીને તેના ચેહરા પર સ્મિત લાવ્યું. અને હવે તે વિશ્વની સૌથી ઓછી ઉંમરની અંગદાન કરતી બાળકી બની ગઈ છે. ખરેખર 8 મી જાન્યુઆરીએ ધનિષ્ઠા રમતા-રમતા પહેલા માળેથી પડી ગઈ હતી. થોડા દિવસોની સારવાર પછી ડોકટરોએ તેને બ્રેઇન ડેડ જાહેર કરી. આવી સ્થિતિમાં માતાપિતાએ હૃદય પર પત્થર મૂકીને પુત્રીના અંગદાન કરવાનું નક્કી કર્યું.

દિલ્હીના રોહિણી વિસ્તારમાં રહેતા આશિષ કુમાર કહે છે કે, ઘરના પહેલા માળેથી પડ્યા પછી ધનિષ્ઠા સંવેદનહીન બની હતી. તેને ન તો કોઈ ઈજા થઈ હતી ન તો લોહી નીકળ્યું હતું. અમે તેને ઉતાવળમાં સર ગંગારામ હોસ્પિટલમાં લઈ ગયા. અહીં ડોકટરોએ તેને બચાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. તેણે 11 જાન્યુઆરીએ તેની પુત્રીને બ્રેઈન ડેડ જાહેર કરી.

આશિષ કહે છે કે તેઓ જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે તેમણે અને તેમની પત્ની બબીતાએ ઘણા એવા દર્દીઓને તડપતા જોયા જેમને અંગદાનની જરૂર હતી. આવી સ્થિતિમાં, જ્યારે પુત્રીનું અવસાન થયું, ત્યારે અમે વિચાર્યું કે તેના અંતિમ સંસ્કારની સાથે તેના અવયવો પણ જતા રહેશે. તે કોઈ કામ આવશે નહીં. તેના બદલે જો અંગ દાન કરવામાં આવે તો ઘણાલોકોના જીવ બચી જશે. આ વિચારીને અમે અંગદાન કરવાનું નક્કી કર્યું. આ નિર્ણય લેવા માટે અમારું કાઉન્સલિંગ પણ થયું હતું, પરંતુ અમે હોસ્પિટલમાં રહીને પહેલા જ દર્દીઓને જોઈને આ નિર્ણય લઈ ચુક્યા હતા.

20 મહિનાની ધનિષ્ઠા વિશ્વની સૌથી નાની ઓર્ગન ડોનર છે. તેના શરીરમાંથી હૃદય, લિવર, બંને કિડની અને કોર્નિયા કાઢીને જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. આ રીતે, આ નાની છોકરી જતા જતા પણ પાંચ લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવતી ગઈ. દુખી પિતા આશિષ કહે છે કે તેની નાની છોકરીના અંગ દાન કરવાનો નિર્ણય ખૂબ જ મુશ્કેલ હતો. પરંતુ અમે એ ઇચ્છતા ન હતા કે જેવી રીતે અમે અમારી પુત્રી ગુમાવી તેવી રીતે અન્ય માતાપિતા અંગ ન મળવાને કારણે પોતાના બાળકો ન ગુમાવે.

જણાવી દઈએ કે ભારતમાં અંગદાન દાનનો દર વિશ્વમાં સૌથી નીચો છે. અહીં અંગદાનની અછતને કારણે દર વર્ષે સરેરાશ પાંચ લાખ ભારતીયો મૃત્યુ પામે છે. તેથી, દેશના નાગરિકોએ અંગ દાનના મહત્વને સમજીને તેના માટે આગળ આવવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.