દેવદાસના 12 તથ્યો: માધુરી એ પહેર્યો હતો 3 કિલોનો લહેંગો તો એશ્વર્યા માટે આવી હતી આટલી અધધધ સાડીઓ

બોલિવુડ

12 જુલાઈ, 2002 ના રોજ રિલીઝ થયેલી ‘દેવદાસ’ ફિલ્મ તમે બધાએ જરૂર જોઈ હશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, એશ્વર્યા રાય અને માધુરી દિક્ષિત મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ ત્યારે સુપર ડુપર હિટ સાબિત થઈ હતી. આજે પણ લોકો તેને ખૂબ રસ સાથે જુવે છે. ફિલ્મ રિલીઝ થયાને 19 વર્ષ થઈ ગયા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ ફિલ્મ સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો જણાવવા જઈ રહ્યા છીએ. આ ફિલ્મ બનાવવા માટે ઘણી મહેનત લાગી હતી અને પાણીની જેમ પૈસા ખર્ચ કરવામાં આવ્યા હતા.

આ ફિલ્મના સેટને બનાવવા માટે સૌથી વધુ પૈસા ખર્ચ થયા હતા. તેમાં ચંદ્રમુખી (માધુરી દીક્ષિત) નો કોઠો સેટનો સૌથી મોંઘો ભાગ હતો. તેને બનાવવા માટે 12 કરોડ રૂપિયા લાગ્યા હતા. પારો (એશ્વર્યા રાય)ના ઘરને બનાવવા માટે સ્ટેન્ડ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવેલીમાં પારોનો એક રૂમ આશરે 3 કરોડ રૂપિયાનો હતો. આમાં 1.22 લાખ કાચના ટુકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

દેવદાસ ફિલ્મના આ સુંદર સેટનો લગભગ 9 મહીના સુધી ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં એશ્વર્યા માટે 600 સાડીઓ ખરીદવામાં આવી હતી. તેને ડિઝાઇનર નીતા લુલ્લા અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી દ્વારા કોલકાતાથી ખરીદવામાં આવી હતી. પછી નીતાએ આ સાડીઓને મિક્સ કરીને ઉપયોગ કરી હતી. તેને બાંધવાની નવી સ્ટાઈલ પણ નીતા એ જ ક્રિએટ કરી હતી. પારો (એશ્વર્યા રાય)ને તૈયાર કરવામાં નીતા લુલ્લાને દરરોજ લગભગ ત્રણ કલાક જેટલો સમય લાગતો હતો. આ દરમિયાન એશ્વર્યાને 8 થી 9 મીટરની સાડી પહેરાવી હતી.

‘ડોલા રે ડોલા’ ફિલ્મનું પ્રખ્યાત ગીત હતું. તેમાં એશ્વર્યા અને માધુરી બંનેએ સાથે ડાન્સ કર્યો હતો. આ ગીતના શૂટિંગ દરમિયાન એશ્વર્યાના કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું. આવું તેના કાનમાં રહેલા ભારે ઈયરિંગ્સના કારણે થયું હતું. શૂટિંગ સમયે ક્રૂ મેમ્બર્સને એશ્વર્યાના કાનમાંથી લોહી નીકળવાની જાણ ન હતી. ઈજાગ્રસ્ત હોવા છતાં પણ એશ્વર્યા ડાન્સ કરતી રહી. તેણે તેની હાલત વિશે શૂટિંગ પૂર્ણ થયા પછી જ બધાને જણાવ્યું હતું.

દેવદાસનું ગીત ‘કાહે છેડે મોહે’ માં માધુરી દીક્ષિતે જે આઉટફિટ પહેર્યું હતું, તેનું વજન 30 કિલો હતું. આટલા ભારે વજનના કપડામાં પણ અભિનેત્રીએ સુંદર ડાન્સ કર્યો હતો. તેના ઘાઘરાની કિંમત 15 લાખ રૂપિયા હતી. તેને ડિઝાઇનર અબુ જાની અને સંદિપ ખોસલાએ ડિઝાઇન કર્યો હતો.

‘દેવદાસ’ ફિલ્મ નું કુલ બજેટ લગભગ 50 કરોડ રૂપિયા હતું. તેમાં ફિલ્મનો સેટ બનાવવા માટે 20 કરોડ ખર્ચ થયા હતા. દેવદાસના શૂટિંગ સમયે સેટ પર 42 જનરેટર અને 700 લાઇટમેન હતા. તેમની મદદથી સેટ પર 30 લાખ વોટ વીજળી પુરી પાડવામાં આવતી હતી.

ફિલ્મમાં ચુન્ની બાબુની ભૂમિકા પહેલા મનોજ બાજપેયીને ઓફર કરવામાં આવી હતી. જોકે તેણે આ ફિલ્મ ઠુકરાવી દીધી હતી. તેમનું કેહવું હતું કે તે લાંબા સમયથી સપોર્ટિંગ રોલ કરી રહ્યા છે અને હવે તેને લીડ રિલની શોધ છે. ત્યાર પછી આ રોલ જૈકી શ્રોફને આપવામાં આવ્યો હતો.

વર્ષ 2010 માં, એમ્પાયર મેગેઝિનના ‘ધ 100 બેસ્ટ ફિલ્મ્સ ઓફ વર્લ્ડ સિનેમા’ માં દેવદાસ 74 માં સ્થાન પર હતી. ટાઇમ મેગેઝિન દ્વારા દેવદાસને તે વર્ષે રિલીઝ થયેલી દુનિયા ભરની બધી ફિલ્મોમાં શ્રેષ્ઠ માનવામાં આવી હતી.