ઉનાળામાં તમારા ચેહરા પર લગાવો આ ચીજો, મળશે જબરદસ્ત નિખાર, દાગ-ધબ્બા અને કરચલીથી મળશે છુટકારો

હેલ્થ

ઉનાળો શરૂ થઈ ગયો છે. આ દિવસોમાં થઈ રહેલી કાળઝાળ ગરમી લોકોને પરસેવો છોડાવી રહી છે. ઉનાળાની ઋતુમાં ત્વચા સાથે સંબંધિત ઘણી સમસ્યાઓ થવા લાગે છે. કાળઝાળ ગરમીના કારણે ત્વચા થાકેલી અને નિર્જીવ દેખાવા લાગે છે. આ સાથે જ પ્રદૂષણ, ધૂળ-માટી અને સૂર્યપ્રકાશને કારણે આપણા ચહેરાની ત્વચામાં ડિહાઇડ્રેશનની સમસ્યા થવાની સંભાવના પણ વધુ રહે છે. આવી સ્થિતિ આપણી ત્વચા પરમાં ગંદકી ચોંટી જાય છે અને ગંદકીના કારણે આપણી ત્વચા શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે.

આ જ કારણ છે કે ઉનાળાની ઋતુમાં આપણે આપણી ત્વચાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો કે, દરેક વ્યક્તિ પોતાના ચેહરાની સુંદરતા જાળવી રાખવા માટે વિવિધ ઉપાયો અપનાવે છે. કેટલાક લોકો ઘરેલું ઉપાય અપનાવે છે, જ્યારે કેટલાક લોકો બજારમાં મળતી ઘણી બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરે છે, પરંતુ બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટ્સ કરતાં વધુ સારા ઘરેલું ઉપાય હોય છે કારણ કે તેની કોઈ આડઅસર થતી નથી.

જો તમે નિર્જીવ, શુષ્ક અને ડાઘવાળી ત્વચાથી છુટકારો મેળવવા ઈચ્છો છો, તો તમે તેના માટે ઘરે જ કેટલીક ચીજોનો ઉપયોગ કરી શકો છો. જો તમે દહીં, મધ, દૂધ, એલોવેરાથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરશો તો તમને ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે અને તેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચામાં નમી જળવાઈ રહેશે. આટલું જ નહીં તમારા ચેહરા પર નિખાર પણ આવે છે.

કોફી ફેસ પેક: તમારે સૌથી પહેલા 2 ચમચી મધ લેવું પડશે, પછી તેમાં 6 ચમચી કોફી પાવડર મિક્સ કરો. પછી તમે એક ચમચી ઓલિવ તેલ ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને 30 મિનિટ માટે રહેવા દો. પછી સામાન્ય પાણીથી તમારા ચહેરાને ધોઈ લો. જણાવી દઈએ કે કોફીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે તમારી શુષ્ક, નિર્જીવ અને થાકેલી ત્વચામાં નિખાર લાવવાનું કામ કરે છે.

દહીં અને ફ્રેશ ક્રીમ ફેસ પેક: દહીં અને ફ્રેશ ક્રીમનો ફેસ પેક બનાવવા માટે તમારે સાદું દહીં લેવું પડશે. પછી તમે તેમાં ફ્રેશ ક્રીમ અથવા દૂધ મિક્સ કરી શકો છો. તેમાં થોડો હળદર પાવડર પણ મિક્સ કરો. આ ઉપરાંત થોડું ગુલાબજળ પણ મિક્સ કરો. આ ફેસ પેકને તમારા ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી તમે ઠંડા પાણીથી તમારા ચહેરાને ધોઈ લો. દહીં અને ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરવાથી તમારા ચહેરાની શુષ્કતા દૂર થાય છે અને નમી આવે છે. જણાવી દઈએ કે દહીં ચહેરાનો થાક અને ગંદકી દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.

કેળા અને મધનો ફેસ પેક: સૌથી પહેલા તમે એક કેળું લઈને તેને પીસી લો. ત્યાર પછી તમે તેમાં બે ચમચી મધ મિક્સ કરો. ત્યાર પછી તમે તેને તમારા ચહેરા પર લગાવો. તમારે આ ફેસ પેક સુકાઈ જાય ત્યાં સુધી તમારા ચહેરા પર રાખવાનો છે. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. જો તમે આ ફેસ પેકનો ઉપયોગ કરો છો, તો તેનાથી ત્વચાનો થાક ઓછો થાય છે અને તમારી ત્વચા પણ ચમકદાર બને છે. આ પેકમાં હાજર કેળા અને મધ તમારી ત્વચાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરે છે.

એલોવેરા જેલ ફેસ પેક: સૌથી પહેલા તમારે 2 ચમચી એલોવેરા જેલ લેવાની છે. ત્યાર પછી તેમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરો. ત્યાર પછી તમે તેને તમારા ચહેરા પર લગાવો. 30 મિનિટ સુધી તમે તેને તમારા ચહેરા પર રહેવા દો. જ્યારે તે સુકાઈ જાય, ત્યારે તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. તે તમારી ત્વચામાંથી ડેડ સેલ્સને દૂર કરવામાં ફાયદાકારક છે.

કેસર અને કોકોનટ મિલ્ક ફેસ પેક: સૌથી પહેલા તમારે કોકોનટ મિલ્ક લેવાનું છે અને તેમાં એક ચપટી કેસર મિક્સ કરો. હવે તેને થોડી વાર ઉકાળો. જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને તમારા ચહેરા પર લગાવો અને સૂકાયા પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી તમારી ત્વચામાં ચમક આવે છે અને કોકોનટ મિલ્ક તમારી ત્વચાને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે.